Gir Somnath: કલેક્ટરના આદેશ બાદ મેગા ડિમોલિશન,200થી વધુ દુકાનોના દબાણ દૂર કરાયા

ગીર ગઢડામાં કલેકટરના આદેશ બાદ મેગા ડિમોલિશન હાથ ધરાયુદબાણ હટાવવાની કામગીરીથી સ્થાનિક વેપારીઓ અને ઉનાના ધારાસભ્ય નારાજ ગૌચરની જમીનમાં ખડકાયેલી 25થી વધુ દુકાનો પર બુલડોઝર ફેરવાયું ગીર સોમનાથના ગીર ગઢડામાં કલેકટરના આદેશ બાદ મેગા ડિમોલિશન હાથ ધરાયુ છે. 200થી પણ વધુ દુકાનોના દબાણ તોડવાની કામગીરી હાથ ધરવામાં આવી તો સ્થાનિક વેપારીઓ અને ઉનાના ધારાસભ્ય નારાજ થયા છે. દબાણો હટાવવાની કામગીરી હાથ ધરવામાં આવી છેલ્લા બે દિવસથી ગીર ગઢડા શહેરમાં મોટા પ્રમાણમાં દબાણ હટાવવાની કામગીરી તંત્ર દ્વારા હાથ ધરવામાં આવી છે, જેમાં ગીર ગઢડા-ઉનાને જોડતા રોડના મોટાભાગના કોમર્શિયલ હેતુ માટે ધમધમતી શોપના દબાણો હટાવવામાં આવી રહ્યા છે તો કેટલાક લોકો દ્વારા પોતાની જાતે દબાણો દૂર કરાયા હતા. બીજી તરફ ગીર ગઢડા જામવાળાને જોડતા રોડ પર પણ મોટા પ્રમાણમાં દબાણો હટાવવાની કામગીરી હાથ ધરવામાં આવી રહી છે. 25થી વધુ દુકાનો પર બુલડોઝર ફેરવવાની કામગીરી ગૌચરની જમીનમાં ખડકાયેલી 25થી વધુ દુકાનો પર બુલડોઝર ફેરવવાની કામગીરી હાથ ધરવામાં આવી હતી. ગીર સોમનાથના ઉના SDMના જણાવયા મુજબ 200થી વધુ દુકાનદારો દ્વારા વર્ષોથી દબાણ કરવામાં આવ્યું હતું, જે તમામ દબાણ હટાવવાની શરૂઆત સવારથી કરવામાં આવી છે. જો કે શહેરની અંદર અને અન્ય જગ્યા પર પણ આગામી સમયમાં દબાણો દૂર કરવાની પ્રક્રિયા થઈ શકે તેવા સંકેતો પણ મળી રહ્યા છે અને તેમનું કહેવું છે આગળના દિવસોમાં અભ્યાસ કર્યા બાદ એ નક્કી કરાશે કે કયા કયા દબાણો હટાવવા છે. સમગ્ર મામલે ધારાસભ્ય દ્વારા નારાજગી વ્યક્ત કરવામાં આવી બીજી તરફ દબાણો હટાવવાની કામગીરી સમયે ગીર ગઢડા ખાતે ઉનાના ધારાસભ્ય કેસી રાઠોડ પણ પહોંચ્યા હતા અને જે વેપારીઓની દુકાનો હટાવાય છે તેમની મુલાકાત લીધી હતી. જોકે સમગ્ર મામલે ધારાસભ્ય દ્વારા નારાજગી વ્યક્ત કરવામાં આવી છે અને તેઓનું કહેવું છે કે લોકોને વિશ્વાસમાં લીધા વગર જ દબાણ દૂર કરવામાં આવી રહ્યું છે. જેની સરકારમાં પણ રજૂઆત કરવામાં આવશે તો બીજી તરફ ગીર ગઢડા ચેમ્બર ઓફ કોમર્સ દ્વારા પણ કલેકટરના આ દબાણ સામે વિરોધ વ્યકત કરવામાં આવ્યો છે અને આવતીકાલે ગીર ગઢડા બંધનું એલાન આપ્યું.

Gir Somnath: કલેક્ટરના આદેશ બાદ મેગા ડિમોલિશન,200થી વધુ દુકાનોના દબાણ દૂર કરાયા

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

  • ગીર ગઢડામાં કલેકટરના આદેશ બાદ મેગા ડિમોલિશન હાથ ધરાયુ
  • દબાણ હટાવવાની કામગીરીથી સ્થાનિક વેપારીઓ અને ઉનાના ધારાસભ્ય નારાજ
  • ગૌચરની જમીનમાં ખડકાયેલી 25થી વધુ દુકાનો પર બુલડોઝર ફેરવાયું

ગીર સોમનાથના ગીર ગઢડામાં કલેકટરના આદેશ બાદ મેગા ડિમોલિશન હાથ ધરાયુ છે. 200થી પણ વધુ દુકાનોના દબાણ તોડવાની કામગીરી હાથ ધરવામાં આવી તો સ્થાનિક વેપારીઓ અને ઉનાના ધારાસભ્ય નારાજ થયા છે.

દબાણો હટાવવાની કામગીરી હાથ ધરવામાં આવી

છેલ્લા બે દિવસથી ગીર ગઢડા શહેરમાં મોટા પ્રમાણમાં દબાણ હટાવવાની કામગીરી તંત્ર દ્વારા હાથ ધરવામાં આવી છે, જેમાં ગીર ગઢડા-ઉનાને જોડતા રોડના મોટાભાગના કોમર્શિયલ હેતુ માટે ધમધમતી શોપના દબાણો હટાવવામાં આવી રહ્યા છે તો કેટલાક લોકો દ્વારા પોતાની જાતે દબાણો દૂર કરાયા હતા. બીજી તરફ ગીર ગઢડા જામવાળાને જોડતા રોડ પર પણ મોટા પ્રમાણમાં દબાણો હટાવવાની કામગીરી હાથ ધરવામાં આવી રહી છે.

25થી વધુ દુકાનો પર બુલડોઝર ફેરવવાની કામગીરી

ગૌચરની જમીનમાં ખડકાયેલી 25થી વધુ દુકાનો પર બુલડોઝર ફેરવવાની કામગીરી હાથ ધરવામાં આવી હતી. ગીર સોમનાથના ઉના SDMના જણાવયા મુજબ 200થી વધુ દુકાનદારો દ્વારા વર્ષોથી દબાણ કરવામાં આવ્યું હતું, જે તમામ દબાણ હટાવવાની શરૂઆત સવારથી કરવામાં આવી છે. જો કે શહેરની અંદર અને અન્ય જગ્યા પર પણ આગામી સમયમાં દબાણો દૂર કરવાની પ્રક્રિયા થઈ શકે તેવા સંકેતો પણ મળી રહ્યા છે અને તેમનું કહેવું છે આગળના દિવસોમાં અભ્યાસ કર્યા બાદ એ નક્કી કરાશે કે કયા કયા દબાણો હટાવવા છે.

સમગ્ર મામલે ધારાસભ્ય દ્વારા નારાજગી વ્યક્ત કરવામાં આવી

બીજી તરફ દબાણો હટાવવાની કામગીરી સમયે ગીર ગઢડા ખાતે ઉનાના ધારાસભ્ય કેસી રાઠોડ પણ પહોંચ્યા હતા અને જે વેપારીઓની દુકાનો હટાવાય છે તેમની મુલાકાત લીધી હતી. જોકે સમગ્ર મામલે ધારાસભ્ય દ્વારા નારાજગી વ્યક્ત કરવામાં આવી છે અને તેઓનું કહેવું છે કે લોકોને વિશ્વાસમાં લીધા વગર જ દબાણ દૂર કરવામાં આવી રહ્યું છે. જેની સરકારમાં પણ રજૂઆત કરવામાં આવશે તો બીજી તરફ ગીર ગઢડા ચેમ્બર ઓફ કોમર્સ દ્વારા પણ કલેકટરના આ દબાણ સામે વિરોધ વ્યકત કરવામાં આવ્યો છે અને આવતીકાલે ગીર ગઢડા બંધનું એલાન આપ્યું.