તોડબાજ ટોળકીના બન્ને નામચીન મુખ્ય સૂત્રધારને જેલહવાલે કરાયા

હવે બોટાદ પોલીસ 'ગલકા'નો કબજો મેળવી ખાતરદારી કરશેવાઘ બંગલોની મિલકતમાં તોડ કરવા અને ગર્ભિત ધમકી આપ્યાના બનાવમાં જેલમાંથી કબજો લઈ એલસીબીએ બે દિવસના રિમાન્ડ મેળવ્યા હતાભાવનગર: શહેરના વાઘાવાડી રોડ પરની વાઘ બંગલોની મિલકતમાં તોડ કરવા અને ગર્ભિત ધમકી આપ્યાના ચર્ચાસ્પદ બનાવમાં જેલમાંથી કબજો લઈ બે દિવસના રિમાન્ડ પર રહેલા તોડબાજ ટોળકીના બન્ને મુખ્ય સૂત્રધાર ફરી જેલહવાલે કરી દેવામાં આવ્યા છે. બન્ને શખ્સ પૈકી 'ગલકા' સામે બોટાદમાં પણ ફરિયાદ થઈ હોય, હવે બોટાદ પોલીસ 'ગલકા'નો કબજો મેળવી ખાતરદારી કરશે.પ્રાપ્ત માહિતી અનુસાર વરતેજની જમીનમાં મોટી રકમ પડાવવા માટે મહાવીરસિંહ ઉર્ફે ગલકુ કનુભા ગોહિલ નામના શખ્સે બનાવટી સાટાખટ અને કુલમુખત્યારનામુ બનાવી જાહેર નોટિસમાં વાંધા અરજી અને જુદી-જુદી કચેરીઓમાં મિલકત બાબતે અરજીઓ કરી હસમુખભાઈ વીરડિયા સામે વરતેજ પોલીસમાં ખોટી અરજી કરી હતી. સેટલમેન્ટ માટે તેના મળતિયા મારફત ફોન કરાવ્યા હતા. આ બનાવ અંગે હસમુખભાઈના ભાઈ વલ્લભભાઈ વીરડિયાએ એક માસ પૂર્વે વરતેજ પોલીસમાં ફરિયાદ નોંધાવતા એલસીબીએ સમગ્ર કેસની તપાસ સંભાળી મહાવીરસિંહ, પ્રદ્યુમનસિંહ ઉર્ફે પદુભા અજુભા ગોહિલ, ચંદ્રકાંત સોલંકી અને સતુભા ઉર્ફે છત્રપાલસિંહ કલ્યાણસિંહ સરવૈયા નામના ચાર શખ્સને ઝડપી લઈ જેલમાં ધકેલી દીધા હતા. દરમિયાનમાં તોડબાજ ટોળકીનો મુખ્યા અને માસ્ટર માઈન્ડ મહાવીરસિંહ ગોહિલ, તેનો પુત્ર રવિરાજસિંહ તેમજ સતુભા સરવૈયા નામના શખ્સોએ ભાવનગર શહેરના વાઘાવાડી રોડ પર આવેલી કરોડો રૂપિયાની મિલકત વાઘ બંગલોમાં પણ ડોળો નાંખી પૂર્વ આયોજીત કાવતરું રચી અગાઉની જ મોડસ ઓપરેન્ડીથી અલગ-અલગ કચેરીઓમાં અરજી, વાંધા અરજી કરી બનાવટી સાટાખત, વસિયતનામુ બનાવી પતાવટ માટે રૂપિયા આપી દેવાનું કહીં ગર્ભિત ધમકી આપ્યાની પાંચમી જૂને ફરિયાદ થઈ હતી. જે બનાવમાં એલસીબીએ મહાવીરસિંહ ઉર્ફે ગલકું અને સતુભા સરવૈયાનો જેલ ટ્રાન્સફર વોરંટથી કબજો મેળવી કોર્ટમાં રજૂ કરી બે દિવસના રિમાન્ડ લીધા હતા. બન્ને શખ્સના રિમાન્ડ પૂરા થતાં આજે ગુરૂવારે કોર્ટમાં રજૂ કરી જેલહવાલે કરવામાં આવ્યા હોવાનું તપાસનીસ અધિકારી એલસીબી પીએસઆઈ વી.વી. ધ્રાંગુએ વાતચીતમાં જણાવ્યું હતું.ઉલ્લેખનિય છે કે, ગલકાની કાળી કરતૂત બોટાદ સુધી પણ પહોંચી હોય, ઝવેરી જીનિંગ ફેક્ટર લિ.ની ૭૧ વીઘા જમીન હડપવા અને તોડ કરવા માટે શખ્સે રચેલા ષડયંત્ર અંગે ગઈકાલે ગુરૂવારે મહાવીરસિંહ કનુભા ગોહિલ અને તપાસમાં ખુલે તે તેના મળતિયાઓ સામે નવિનચંદ્ર ઝવેરી નામના વૃદ્ધે બોટાદ પોલીસમાં ફરિયાદ નોંધાવી છે. જેથી હવે આગામી દિવસોમાં બોટાદ પોલીસે મહાવીરસિંહ ગોહિલ નામના તોડબાજ ટોળકીના મુખ્ય સૂત્રધારનો કબજો સંભાળી પૂછતાછ કરશે તેમ જાણવા મળ્યું છે.

તોડબાજ ટોળકીના બન્ને નામચીન મુખ્ય સૂત્રધારને જેલહવાલે કરાયા

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -


હવે બોટાદ પોલીસ 'ગલકા'નો કબજો મેળવી ખાતરદારી કરશે

વાઘ બંગલોની મિલકતમાં તોડ કરવા અને ગર્ભિત ધમકી આપ્યાના બનાવમાં જેલમાંથી કબજો લઈ એલસીબીએ બે દિવસના રિમાન્ડ મેળવ્યા હતા

ભાવનગર: શહેરના વાઘાવાડી રોડ પરની વાઘ બંગલોની મિલકતમાં તોડ કરવા અને ગર્ભિત ધમકી આપ્યાના ચર્ચાસ્પદ બનાવમાં જેલમાંથી કબજો લઈ બે દિવસના રિમાન્ડ પર રહેલા તોડબાજ ટોળકીના બન્ને મુખ્ય સૂત્રધાર ફરી જેલહવાલે કરી દેવામાં આવ્યા છે. બન્ને શખ્સ પૈકી 'ગલકા' સામે બોટાદમાં પણ ફરિયાદ થઈ હોય, હવે બોટાદ પોલીસ 'ગલકા'નો કબજો મેળવી ખાતરદારી કરશે.

પ્રાપ્ત માહિતી અનુસાર વરતેજની જમીનમાં મોટી રકમ પડાવવા માટે મહાવીરસિંહ ઉર્ફે ગલકુ કનુભા ગોહિલ નામના શખ્સે બનાવટી સાટાખટ અને કુલમુખત્યારનામુ બનાવી જાહેર નોટિસમાં વાંધા અરજી અને જુદી-જુદી કચેરીઓમાં મિલકત બાબતે અરજીઓ કરી હસમુખભાઈ વીરડિયા સામે વરતેજ પોલીસમાં ખોટી અરજી કરી હતી. સેટલમેન્ટ માટે તેના મળતિયા મારફત ફોન કરાવ્યા હતા. આ બનાવ અંગે હસમુખભાઈના ભાઈ વલ્લભભાઈ વીરડિયાએ એક માસ પૂર્વે વરતેજ પોલીસમાં ફરિયાદ નોંધાવતા એલસીબીએ સમગ્ર કેસની તપાસ સંભાળી મહાવીરસિંહ, પ્રદ્યુમનસિંહ ઉર્ફે પદુભા અજુભા ગોહિલ, ચંદ્રકાંત સોલંકી અને સતુભા ઉર્ફે છત્રપાલસિંહ કલ્યાણસિંહ સરવૈયા નામના ચાર શખ્સને ઝડપી લઈ જેલમાં ધકેલી દીધા હતા. દરમિયાનમાં તોડબાજ ટોળકીનો મુખ્યા અને માસ્ટર માઈન્ડ મહાવીરસિંહ ગોહિલ, તેનો પુત્ર રવિરાજસિંહ તેમજ સતુભા સરવૈયા નામના શખ્સોએ ભાવનગર શહેરના વાઘાવાડી રોડ પર આવેલી કરોડો રૂપિયાની મિલકત વાઘ બંગલોમાં પણ ડોળો નાંખી પૂર્વ આયોજીત કાવતરું રચી અગાઉની જ મોડસ ઓપરેન્ડીથી અલગ-અલગ કચેરીઓમાં અરજી, વાંધા અરજી કરી બનાવટી સાટાખત, વસિયતનામુ બનાવી પતાવટ માટે રૂપિયા આપી દેવાનું કહીં ગર્ભિત ધમકી આપ્યાની પાંચમી જૂને ફરિયાદ થઈ હતી. જે બનાવમાં એલસીબીએ મહાવીરસિંહ ઉર્ફે ગલકું અને સતુભા સરવૈયાનો જેલ ટ્રાન્સફર વોરંટથી કબજો મેળવી કોર્ટમાં રજૂ કરી બે દિવસના રિમાન્ડ લીધા હતા. બન્ને શખ્સના રિમાન્ડ પૂરા થતાં આજે ગુરૂવારે કોર્ટમાં રજૂ કરી જેલહવાલે કરવામાં આવ્યા હોવાનું તપાસનીસ અધિકારી એલસીબી પીએસઆઈ વી.વી. ધ્રાંગુએ વાતચીતમાં જણાવ્યું હતું.

ઉલ્લેખનિય છે કે, ગલકાની કાળી કરતૂત બોટાદ સુધી પણ પહોંચી હોય, ઝવેરી જીનિંગ ફેક્ટર લિ.ની ૭૧ વીઘા જમીન હડપવા અને તોડ કરવા માટે શખ્સે રચેલા ષડયંત્ર અંગે ગઈકાલે ગુરૂવારે મહાવીરસિંહ કનુભા ગોહિલ અને તપાસમાં ખુલે તે તેના મળતિયાઓ સામે નવિનચંદ્ર ઝવેરી નામના વૃદ્ધે બોટાદ પોલીસમાં ફરિયાદ નોંધાવી છે. જેથી હવે આગામી દિવસોમાં બોટાદ પોલીસે મહાવીરસિંહ ગોહિલ નામના તોડબાજ ટોળકીના મુખ્ય સૂત્રધારનો કબજો સંભાળી પૂછતાછ કરશે તેમ જાણવા મળ્યું છે.