રાહુલ ગાંધી લેશે ગુજરાતની મુલાકાત, ધરપકડ કરાયેલા કાર્યકર્તાઓ સાથે કરશે વાતચીત

Rahul Gandhi Gujarat Visit: સદનમાં રાહુલ ગાંધીના નિવેદન બાદ ભારે હોબાળો મચ્યો હતો. જેના પગલે ભાજપના કાર્યકરો દ્વારા કોંગ્રેસ કાર્યાલય દેખાવો કર્યો હતો. ત્યારે ભાજપ-કોંગ્રેસના કાર્યકરો આમને સામને આવી ગયા અને પથ્થરમારાની ઘટના સર્જાઇ હતી. જેમાં પોલીસ દ્વારા કોંગ્રેસના કાર્યકર્તાઓની અટકાયત પણ કરવામાં આવી છે. ત્યારે કોંગ્રેસના પોલીસને વિડીયો ફૂટેજ બતાવી ભાજપના કાર્યકર્તાઓ વિરૂદ્ધ નામજોગ ફરિયાદમાં કરવામાં આવી હતી પરંતુ પોલીસે ફરિયાદ ન નોંધતા સ્થાનિક નેતાઓએ રાહુલ ગાંધીને અપીલ કરી છે. ત્યારે લોકસભામાં વિપક્ષના નેતા રાહુલ ગાંધી 6 જુલાઇને શનિવારે ગુજરાતની મુલાકાતે આવી શકે છે. કોંગ્રેસ નેતા રાહુલ ગાંધી ટૂંક સમયમાં ગુજરતના મોરચે સક્રિય થશે. તેમણે સદનમાં ભાજપને ગુજરાતમાં હરાવવાનો ખુલ્લો પડકાર ફેંક્યો હતો. પ્રદેશ અધ્યક્ષ શક્તિસિંહ ગોહિલે કહ્યું હતું કે ભાજપના કાર્યકર્તાઓ દ્વારા કરવામાં આવેલા હુમલાનો બબ્બર શેરની માફક સામનો કરનાર કોંગ્રેસ કાર્યકર્તાઓ સાથે મુલાકાત કરવા રાહુલ ગાંધી જલદી જ ગુજરાતની મુલાકાતે આવશે. કોંગ્રેસ કાર્યાલય બહાર થયેલીની ઘટનામાં પોલીસે એકતરફી કાર્યવાહી કરી છે. 6 જુલાઇએ રાજ્યના તમામ કાર્યકર્તાઓને અમદાવાદ આવવા માટે અપીલ કરવામાં આવી છે. જો અમદાવાદ પોલીસ ભાજપના કાર્યકર્તાઓ વિરૂદ્ધ કાર્યવાહી નહી કરે તો રાહુલ ગાંધી 6 જુલાઇએ અમદાવાદ પહોંચી શકે છે. 7 જુલાઇએ અમદાવાદમાં 18 કિલોમીટર લાંબી ભગવાન જગન્નાથની રથયાત્રા નિકળવાની છે.  

રાહુલ ગાંધી લેશે ગુજરાતની મુલાકાત, ધરપકડ કરાયેલા કાર્યકર્તાઓ સાથે કરશે વાતચીત

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Rahul Gandhi

Rahul Gandhi Gujarat Visit: સદનમાં રાહુલ ગાંધીના નિવેદન બાદ ભારે હોબાળો મચ્યો હતો. જેના પગલે ભાજપના કાર્યકરો દ્વારા કોંગ્રેસ કાર્યાલય દેખાવો કર્યો હતો. ત્યારે ભાજપ-કોંગ્રેસના કાર્યકરો આમને સામને આવી ગયા અને પથ્થરમારાની ઘટના સર્જાઇ હતી. જેમાં પોલીસ દ્વારા કોંગ્રેસના કાર્યકર્તાઓની અટકાયત પણ કરવામાં આવી છે. ત્યારે કોંગ્રેસના પોલીસને વિડીયો ફૂટેજ બતાવી ભાજપના કાર્યકર્તાઓ વિરૂદ્ધ નામજોગ ફરિયાદમાં કરવામાં આવી હતી પરંતુ પોલીસે ફરિયાદ ન નોંધતા સ્થાનિક નેતાઓએ રાહુલ ગાંધીને અપીલ કરી છે. 

ત્યારે લોકસભામાં વિપક્ષના નેતા રાહુલ ગાંધી 6 જુલાઇને શનિવારે ગુજરાતની મુલાકાતે આવી શકે છે. કોંગ્રેસ નેતા રાહુલ ગાંધી ટૂંક સમયમાં ગુજરતના મોરચે સક્રિય થશે. તેમણે સદનમાં ભાજપને ગુજરાતમાં હરાવવાનો ખુલ્લો પડકાર ફેંક્યો હતો. 

પ્રદેશ અધ્યક્ષ શક્તિસિંહ ગોહિલે કહ્યું હતું કે ભાજપના કાર્યકર્તાઓ દ્વારા કરવામાં આવેલા હુમલાનો બબ્બર શેરની માફક સામનો કરનાર કોંગ્રેસ કાર્યકર્તાઓ સાથે મુલાકાત કરવા રાહુલ ગાંધી જલદી જ ગુજરાતની મુલાકાતે આવશે. કોંગ્રેસ કાર્યાલય બહાર થયેલીની ઘટનામાં પોલીસે એકતરફી કાર્યવાહી કરી છે. 6 જુલાઇએ રાજ્યના તમામ કાર્યકર્તાઓને અમદાવાદ આવવા માટે અપીલ કરવામાં આવી છે. જો અમદાવાદ પોલીસ ભાજપના કાર્યકર્તાઓ વિરૂદ્ધ કાર્યવાહી નહી કરે તો રાહુલ ગાંધી 6 જુલાઇએ અમદાવાદ પહોંચી શકે છે. 7 જુલાઇએ અમદાવાદમાં 18 કિલોમીટર લાંબી ભગવાન જગન્નાથની રથયાત્રા નિકળવાની છે.