Ahmedabad Rathyatra 2024 : સરસપુરમાં પોલીસે ડ્રોનથી કર્યુ સર્વેલન્સ,જુઓ Drone Video

ભગવાનના મોસાળમાં રસોડા ધમધમ્યા સરસપુર પહોંચ્યા ભગવાનના રથ સરસપુરમાં જયાં જુઓ ત્યાં માનવમહેરામણ ભગવાન જગન્નાથની 147મી રથયાત્રા નિકળી છે,ભગવાન આજે લોકોને સામેથી દર્શન આપવા માટે નિકળ્યાં છે,ગજરાજ આગળ અને રથમાં ભગવાન પાછળ પાછળ આવી રહ્યાં છે,રથયાત્રા મોસાળ સરસપુરમાં પહોંચી છે,જયાં તેમનું મામેરૂ કરવામાં આવી રહ્યું છે.આ બધાની વચ્ચે સરસપુરથી રથયાત્રાનો અદભુત નજારો ડ્રોન કેમેરામાં કેદ થયો છે. 3D મેપિંગ, AI સહિત અનેક ટેક્નોલોજીનો ઉપયોગ ભગવાન જગન્નાથની 147 મી રથયાત્રાને લઇ અમદાવાદમાં જમાલપુર જગન્નાથ મંદિર ટ્રસ્ટ અને વહીવટી તંત્ર દ્વારા પૂરજોશમાં તૈયારીઓ ચાલી રહી છે, જે હેઠળ રથયાત્રાના સંવેદનશીલ વિસ્તાર અને રૂટ પર ક્રાઇમ બ્રાન્ચે ફુટ પેટ્રોલિંગ, 3D મેપિંગ, AI સહિત અનેક ટેક્નોલોજીનો ઉપયોગ કરવામાં આવી રહ્યો છે રૂટની સાથે જ અલગ અલગ વિસ્તારોમાં 1500 થી વધુ CCTV કેમેરા, પોલીસ જવાનો પાસે પોકેટ કેમેરા, ડ્રોનનો પણ ઉપયોગ કરવામાં આવશે. માહિતી મુજબ, મંદિર, સરસપુર અને પોળોના થ્રીડી મેપ બનાવવામાં આવશે. મોડી રાત્રે 120 બાઈકો સાથે પણ પેટ્રોલિંગ કરવામાં આવ્યું હતુ. એરોસ્ટે બલૂન રથયાત્રામાં વપરાયું આ વખતે ભારત-પાકિસ્તાન બોર્ડર પર સર્વેલન્સ માટે ઉપયોગમાં લેવાતું ઈઝરાયેલી ટેક્નોલોજીનું હિલિયમ એરોસ્ટે બલૂન રથયાત્રામાં વપરાયું છે. આ બલૂનમાં 300 મીટરની ઊંચાઈથી હાઈ રિઝોલ્યુશન કેમેરા સાથે એક્ટિવ કરાશે, જે પાંચ કિલોમીટર વિસ્તારને કવર કરશે. જે તે વિસ્તારની તમામ ગતિવિધિને ઝીલી લેશે. જેથી સંવેદનશીલ વિસ્તારમાં શંકાસ્પદ પ્રવૃતિ પર નજર રહેશે અને સુપર સર્વેલન્સથી પોલીસ સુરક્ષા વ્યવસ્થામાં એક કદમ આગળ રાખશે. નો પાર્કિંગ ઝોન જાહેર કરાયેલ રસ્તાઓ અને વિસ્તાર જમાલપુર દરવાજા બહાર જગન્નાથ મંદિરથી જમાલપુર ચકલા, વૈશ્યસભા, ખમાસા, ગોળલીમડા, ઓસ્ટોડીયા ચકલા, (બી.આર.ટી.એસ.રૂટ સહીત) મદનગોપાલની હવેલી, રાયપુર ચકલા, ખાડીયા જુની ગેટ, ખાડીયા ચાર રસ્તા,પાંચકુવા, કાલુપુર સર્કલ, કાલુપુર ઓવરબ્રિજ, સરસપુર, પ્રેમદરવાજા, જોર્ડનરોડ, બેચર લશ્કરની હવેલી, દિલ્હી ચકલા, હલીમની ખડકી, શાહપુર દરવાજા, શાહપુર ચકલા, રંગીલા ચોકી, ઔત્તમ પોળ, આર.સી.હાઇસ્કુલ, દીલ્હી ચકલા, ઘી કાંટા રોડ, પાનકોર નાંકા, ફુવારા, ચાંદલા ઓળ, સાંકડી શેરીના નાકે થઇ માણેકચોક શાક માર્કેટ, દાણાપીઠ, ખમાસા થઇ જગન્નાથ મંદિર સુધીનો વિસ્તાર નો પાર્કિંગ ઝોન જાહેર કરવામાં આવ્યો છે. રથયાત્રા પૂર્ણ ના થાય ત્યા સુધી આ જાહેરનામુ અમલમાં રહેશે આ જાહેરનામાનો અમલ ગુજરાત પોલીસ અધિનિયમ 1951 ની કલમ-33ની જોગવાઇ હેઠળ મહત્તમ સમયમર્યાદાને આધિન રહીને તા. 6 જુલાઇ 2024ના રોજ રાતના 12 વાગ્યાથી થી તા. 7 જુલાઇ 2024ના રોજ નીકળનાર રથયાત્રા પુર્ણ ન થાય ત્યાં સુધી કરવાનો રહેશે. જાહેરનામાનો ભંગ કરનાર સામે નોંધાશે પોલીસ ફરિયાદ આ જાહેરનામાના આદેશોનું ઉલ્લઘંન કરનાર ઇસમ ભારતીય ન્યાય સંહીતા (BNS) 2023 ની કલમ-223 અને ગુજરાત પોલીસ અધિનિયમ કલમ 131 મુજબ શિક્ષાને પાત્ર થશે. આ હુકમ અન્વયે અમદાવાદ કમિશ્નરેટમાં ફરજ બજાવતાં ખાસ/સંયુક્ત/અધિક પોલીસ કમિશનરના દરજ્જાથી પોલીસ કોન્સ્ટેબલ સુધીનો હોદ્દો ધરાવનાર તમામ અધિકારી, કર્મચારીઓને આ જાહેરનામાનો ભંગ કરનાર ઇસમો સામે ભારતીય ન્યાય સંહીતા (BNS) 2023ની કલમ-223 તથા ગુજરાત પોલીસ અધિનિયમ કલમ-131 મુજબ ફરીયાદ માંડવા માટે અધિકૃત કરવામાં આવે છે.  

Ahmedabad Rathyatra 2024 : સરસપુરમાં પોલીસે ડ્રોનથી કર્યુ સર્વેલન્સ,જુઓ Drone Video

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

  • ભગવાનના મોસાળમાં રસોડા ધમધમ્યા
  • સરસપુર પહોંચ્યા ભગવાનના રથ
  • સરસપુરમાં જયાં જુઓ ત્યાં માનવમહેરામણ

ભગવાન જગન્નાથની 147મી રથયાત્રા નિકળી છે,ભગવાન આજે લોકોને સામેથી દર્શન આપવા માટે નિકળ્યાં છે,ગજરાજ આગળ અને રથમાં ભગવાન પાછળ પાછળ આવી રહ્યાં છે,રથયાત્રા મોસાળ સરસપુરમાં પહોંચી છે,જયાં તેમનું મામેરૂ કરવામાં આવી રહ્યું છે.આ બધાની વચ્ચે સરસપુરથી રથયાત્રાનો અદભુત નજારો ડ્રોન કેમેરામાં કેદ થયો છે.

3D મેપિંગ, AI સહિત અનેક ટેક્નોલોજીનો ઉપયોગ

ભગવાન જગન્નાથની 147 મી રથયાત્રાને લઇ અમદાવાદમાં જમાલપુર જગન્નાથ મંદિર ટ્રસ્ટ અને વહીવટી તંત્ર દ્વારા પૂરજોશમાં તૈયારીઓ ચાલી રહી છે, જે હેઠળ રથયાત્રાના સંવેદનશીલ વિસ્તાર અને રૂટ પર ક્રાઇમ બ્રાન્ચે ફુટ પેટ્રોલિંગ, 3D મેપિંગ, AI સહિત અનેક ટેક્નોલોજીનો ઉપયોગ કરવામાં આવી રહ્યો છે રૂટની સાથે જ અલગ અલગ વિસ્તારોમાં 1500 થી વધુ CCTV કેમેરા, પોલીસ જવાનો પાસે પોકેટ કેમેરા, ડ્રોનનો પણ ઉપયોગ કરવામાં આવશે. માહિતી મુજબ, મંદિર, સરસપુર અને પોળોના થ્રીડી મેપ બનાવવામાં આવશે. મોડી રાત્રે 120 બાઈકો સાથે પણ પેટ્રોલિંગ કરવામાં આવ્યું હતુ.


એરોસ્ટે બલૂન રથયાત્રામાં વપરાયું

આ વખતે ભારત-પાકિસ્તાન બોર્ડર પર સર્વેલન્સ માટે ઉપયોગમાં લેવાતું ઈઝરાયેલી ટેક્નોલોજીનું હિલિયમ એરોસ્ટે બલૂન રથયાત્રામાં વપરાયું છે. આ બલૂનમાં 300 મીટરની ઊંચાઈથી હાઈ રિઝોલ્યુશન કેમેરા સાથે એક્ટિવ કરાશે, જે પાંચ કિલોમીટર વિસ્તારને કવર કરશે. જે તે વિસ્તારની તમામ ગતિવિધિને ઝીલી લેશે. જેથી સંવેદનશીલ વિસ્તારમાં શંકાસ્પદ પ્રવૃતિ પર નજર રહેશે અને સુપર સર્વેલન્સથી પોલીસ સુરક્ષા વ્યવસ્થામાં એક કદમ આગળ રાખશે.

નો પાર્કિંગ ઝોન જાહેર કરાયેલ રસ્તાઓ અને વિસ્તાર

જમાલપુર દરવાજા બહાર જગન્નાથ મંદિરથી જમાલપુર ચકલા, વૈશ્યસભા, ખમાસા, ગોળલીમડા, ઓસ્ટોડીયા ચકલા, (બી.આર.ટી.એસ.રૂટ સહીત) મદનગોપાલની હવેલી, રાયપુર ચકલા, ખાડીયા જુની ગેટ, ખાડીયા ચાર રસ્તા,પાંચકુવા, કાલુપુર સર્કલ, કાલુપુર ઓવરબ્રિજ, સરસપુર, પ્રેમદરવાજા, જોર્ડનરોડ, બેચર લશ્કરની હવેલી, દિલ્હી ચકલા, હલીમની ખડકી, શાહપુર દરવાજા, શાહપુર ચકલા, રંગીલા ચોકી, ઔત્તમ પોળ, આર.સી.હાઇસ્કુલ, દીલ્હી ચકલા, ઘી કાંટા રોડ, પાનકોર નાંકા, ફુવારા, ચાંદલા ઓળ, સાંકડી શેરીના નાકે થઇ માણેકચોક શાક માર્કેટ, દાણાપીઠ, ખમાસા થઇ જગન્નાથ મંદિર સુધીનો વિસ્તાર નો પાર્કિંગ ઝોન જાહેર કરવામાં આવ્યો છે.


રથયાત્રા પૂર્ણ ના થાય ત્યા સુધી આ જાહેરનામુ અમલમાં રહેશે

આ જાહેરનામાનો અમલ ગુજરાત પોલીસ અધિનિયમ 1951 ની કલમ-33ની જોગવાઇ હેઠળ મહત્તમ સમયમર્યાદાને આધિન રહીને તા. 6 જુલાઇ 2024ના રોજ રાતના 12 વાગ્યાથી થી તા. 7 જુલાઇ 2024ના રોજ નીકળનાર રથયાત્રા પુર્ણ ન થાય ત્યાં સુધી કરવાનો રહેશે.

જાહેરનામાનો ભંગ કરનાર સામે નોંધાશે પોલીસ ફરિયાદ

આ જાહેરનામાના આદેશોનું ઉલ્લઘંન કરનાર ઇસમ ભારતીય ન્યાય સંહીતા (BNS) 2023 ની કલમ-223 અને ગુજરાત પોલીસ અધિનિયમ કલમ 131 મુજબ શિક્ષાને પાત્ર થશે. આ હુકમ અન્વયે અમદાવાદ કમિશ્નરેટમાં ફરજ બજાવતાં ખાસ/સંયુક્ત/અધિક પોલીસ કમિશનરના દરજ્જાથી પોલીસ કોન્સ્ટેબલ સુધીનો હોદ્દો ધરાવનાર તમામ અધિકારી, કર્મચારીઓને આ જાહેરનામાનો ભંગ કરનાર ઇસમો સામે ભારતીય ન્યાય સંહીતા (BNS) 2023ની કલમ-223 તથા ગુજરાત પોલીસ અધિનિયમ કલમ-131 મુજબ ફરીયાદ માંડવા માટે અધિકૃત કરવામાં આવે છે.