પોલીસે ત્રણ દિવસની ડ્રાઇવમાં નવ હજાર કેસ કરી ૫૩ લાખનો દંડ વસુલ્યો

અમદાવાદ,શનિવારઅમદાવાદમાં વધતી જતી ટ્રાફિકની સમસ્યા અને અકસ્માતોના અનુસંધાનમાં ગુજરાત હાઇકોર્ટ હેલ્મેટના કાયદાનું ફરજિયાત અમલ કરાવવાનો નિર્દેશ કર્યા બાદ અમદાવાદ ટ્રાફિક પોલીસ હવે કામે લાગી છે. સમગ્ર શહેરમાં ત્રણ દિવસની ડઇવ દરમિયાન નવ હજાર જેટલા કેસ નોંધીને ૫૩ લાખનો દડ વસુલ્યો છે.  જેમાં ૬૫૦૦ જેટલા કેસ માત્ર હેલ્મેટ નહી પહેરનારાઓ સામે નોંધાયા છે.  જ્યારે સમગ્ર શહેરના સૌથી વધુ કેસ ૨૧૦૦ કેસ એસ જી હાઇવે પર નોંધાયા છે. કોર્ટની ટકોર બાદ હવે પોલીસ આ ડઇવ આગામી દિવસોમાં પણ ચાલુ રાખશે. ગુજરાત હાઇકોર્ટે ફરજિયાત હેલ્મેટના કાયદાનો યોગ્ય અમલ થતો હોવાથી રાજ્ય સરકારને ટકોર કર્યા બાદ અમદાવાદ ટફિક પોલીસે હેલ્મેટ નહી પહેરનારાઓ તેમજ ટ્રાફિકના નિયમોનો ભંગ કરનારાઓ સામે સમગ્ર શહેરમાં વિશેષ ડ્રાઇવ શરૂ કરી છે. જેમાં  તારીખ ૨ ઓક્ટોબરથી ૪ ઓક્ટોબરની ડ્રાઇવ દરમિયાન પોલીસે ડઇવ દરમિયાન ૯૦૯૪ કેસ નોંધીને ૫૩.૧૦ લાખનો દંડ વસુલ્યો છે. જેમાં ૩૨.૭૭ લાખ રૂપિયાનો દંડ  હેલ્મેટ નહી  પહેરનારા ૬૬૫૪ વાહનચાલકો  પાસેથી વસુલાયો છે. આ ઉપરાંત, રોંગ સાઇડમાં વાહન ચલાવવાના  ૪૪૯ કેસ નોંધીને ૮.૫૨ લાખ,  વાહન ટોઇંગ કરવા પેટે  ૯.૧૯ લાખ, ફેન્સી નંબર પ્લેટના ૧૨૧ કેસમાં ૬૦ હજાર કેસ નોંધ્યા છે. પોલીસે  સૌથી વધુ કેસ ૨૧૦૨ કેસ એસ જી હાઇવે પર નોંધ્યા છે. જેમાં એસ જી હાઇવે-૧ અને એસ જી હાઇવે-૨ ટ્રાફિક પોલીસ સ્ટેશનનો સમાવેશ થાય છે. પોલીસ અધિકારીઓએ આગામી દિવસોમાં પણ આ ડ્રાઇવ યથાવત રાખવા માટે સુચના આપી છે. જેમાં હેલ્મેટ વિના ટુ વ્હીલર ચલાવતા વાહનચાલકો સામે ડ્રાઇવનો વધુ અમલ કરવાનો આદેશ અપાયો છે.

પોલીસે ત્રણ દિવસની ડ્રાઇવમાં નવ હજાર કેસ કરી ૫૩ લાખનો દંડ વસુલ્યો

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

અમદાવાદ,શનિવાર

અમદાવાદમાં વધતી જતી ટ્રાફિકની સમસ્યા અને અકસ્માતોના અનુસંધાનમાં ગુજરાત હાઇકોર્ટ હેલ્મેટના કાયદાનું ફરજિયાત અમલ કરાવવાનો નિર્દેશ કર્યા બાદ અમદાવાદ ટ્રાફિક પોલીસ હવે કામે લાગી છે. સમગ્ર શહેરમાં ત્રણ દિવસની ડઇવ દરમિયાન નવ હજાર જેટલા કેસ નોંધીને ૫૩ લાખનો દડ વસુલ્યો છે.  જેમાં ૬૫૦૦ જેટલા કેસ માત્ર હેલ્મેટ નહી પહેરનારાઓ સામે નોંધાયા છે.  જ્યારે સમગ્ર શહેરના સૌથી વધુ કેસ ૨૧૦૦ કેસ એસ જી હાઇવે પર નોંધાયા છે. કોર્ટની ટકોર બાદ હવે પોલીસ આ ડઇવ આગામી દિવસોમાં પણ ચાલુ રાખશે. ગુજરાત હાઇકોર્ટે ફરજિયાત હેલ્મેટના કાયદાનો યોગ્ય અમલ થતો હોવાથી રાજ્ય સરકારને ટકોર કર્યા બાદ અમદાવાદ ટફિક પોલીસે હેલ્મેટ નહી પહેરનારાઓ તેમજ ટ્રાફિકના નિયમોનો ભંગ કરનારાઓ સામે સમગ્ર શહેરમાં વિશેષ ડ્રાઇવ શરૂ કરી છે. જેમાં  તારીખ ૨ ઓક્ટોબરથી ૪ ઓક્ટોબરની ડ્રાઇવ દરમિયાન પોલીસે ડઇવ દરમિયાન ૯૦૯૪ કેસ નોંધીને ૫૩.૧૦ લાખનો દંડ વસુલ્યો છે. જેમાં ૩૨.૭૭ લાખ રૂપિયાનો દંડ  હેલ્મેટ નહી  પહેરનારા ૬૬૫૪ વાહનચાલકો  પાસેથી વસુલાયો છે.

આ ઉપરાંત, રોંગ સાઇડમાં વાહન ચલાવવાના  ૪૪૯ કેસ નોંધીને ૮.૫૨ લાખ,  વાહન ટોઇંગ કરવા પેટે  ૯.૧૯ લાખ, ફેન્સી નંબર પ્લેટના ૧૨૧ કેસમાં ૬૦ હજાર કેસ નોંધ્યા છે. પોલીસે  સૌથી વધુ કેસ ૨૧૦૨ કેસ એસ જી હાઇવે પર નોંધ્યા છે. જેમાં એસ જી હાઇવે-૧ અને એસ જી હાઇવે-૨ ટ્રાફિક પોલીસ સ્ટેશનનો સમાવેશ થાય છે. પોલીસ અધિકારીઓએ આગામી દિવસોમાં પણ આ ડ્રાઇવ યથાવત રાખવા માટે સુચના આપી છે. જેમાં હેલ્મેટ વિના ટુ વ્હીલર ચલાવતા વાહનચાલકો સામે ડ્રાઇવનો વધુ અમલ કરવાનો આદેશ અપાયો છે.