Jamnagarમાં ભગવાન શ્રીકૃષ્ણની ધામધૂમથી નિકળી શોભાયાત્રા, અનેક ભકતો જોડાયા યાત્રામાં

છોટીકાશી તરીકે ઓળખાય છે જામનગર આજે 18માં વર્ષે શહેરમાં નિકળી શોભાયાત્રા વરસાદની સિઝન વચ્ચે પણ શહેરીજનો જોડાયા શોભાયાત્રામાં છોટીકાશી ગણાતા જામનગરમાં ભગવાન શ્રીકૃષ્ણના જન્મના વધામણા કરવા માટે સૌ કોઈ અધીરા બન્યા છે અને ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે. છેલ્લા ૧૭ વર્ષથી નિકળતી શ્રીકૃષ્ણ જન્માષ્ટમીની સાર્વજનિક શોભાયાત્રા પ્રતિવર્ષની માફક આ વખતે ૧૮માં વર્ષે પણ વરસતા વરસાદમાં નિકળી છે. જેમાં મોટી સંખ્યામાં વિવિધ સંસ્થાઓના અગ્રણીઓ, ભાઈઓ અને બહેનો પણ ઉપસ્થિત રહેશે સાથે ૨૫ જેટલા ફ્લોટ્સો સાર્વજનિક શોભાયાત્રામાં જોડાયા હતા. દર વર્ષે નિકળે છે શોભાયાત્રા દેશ-વિદેશની આસ્થામાં ભગવાન શ્રીકૃષ્ણનો જન્મોત્સવ માણવો એ ધાર્મિક દૃષ્ટિએ મહત્વનું ગણવામાં આવે છે. ત્યારે ભગવાન શ્રીકૃષ્ણના જન્મ દિવસ નિમિત્તે આજે જામનગરમાં કૃષ્ણ પ્રણામી સંપ્રદાય ખીજડા મંદિર દ્વારા દર વર્ષની માફક જન્માષ્ટમીની શોભા યાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું,જન્માષ્ટમી પહેલા જ જામનગરમાં સાર્વજનિક શોભાયાત્રા માટે ભારે ઉત્સાહ અને ઉમંગ જોવા મળી રહ્યો છે. શ્રી કૃષ્ણ જન્માષ્ટમીની સાર્વજનિક શોભાયાત્રામાં આ વર્ષે શોભાયાત્રા તેમજ મટકી ફોડ કાર્યક્રમ યોજાયો હતો. ખાસ રથ તૈયાર કરવામાં આવ્યો ખીજડા મંદિરથી નિકળનાર શ્રીકૃષ્ણ જન્માષ્ટમીની સાર્વજનિક શોભાયાત્રા માટે આ વર્ષે ભગવાન શ્રીકૃષ્ણનો ખાસ રથ તૈયાર કરવામાં આવ્યો હતો તેની સાથે જુદા જુદા 24 ધાર્મિક ફ્લોટ્સો પણ જોડાયા હતા. આ શોભાયાત્રા શહેરના હવાઈ ચોક વિસ્તારમાંથી શરૂ થઇ અને શહેરના મુખ્ય માર્ગો ઉપર ફરી હતી. આ શોભાયાત્રામાં વિવિધ આકર્ષક ફલોટ્સ જોડાયા હતા, ઢોલના તાલે કૃષ્ણ ભક્તો નાચતા ગાતા શોભા યાત્રામાં આનંદભેર જોડાયા હતા. આજે ભગવાન શ્રીકૃષ્ણનો જન્મોત્સવ મનાવવા દર વર્ષની ખીજડા મંદિરની આ જન્માષ્ટમીની શોભાયાત્રામાં વરસતા વરસાદમાં મોટી સંખ્યામાં શ્રધ્ધાળુઓ ઉપસ્થિત રહ્યા હતા. ખીજડા મંદિરથી શરૂ થઈ શોભાયાત્રા ખીજડા મંદિરથી શરુ થયેલી આ શોભાયાત્રામાં મંદિરની રાસ મંડળીમાં અને ભગવાન શ્રી કૃષ્ણના ભજનના તાલે રાસ રમ્યા હતા. શોભાયાત્રામાં ભાઈઓ-બહેનો દ્વારા "નંદઘેર આનંદ ભયો જય કનૈયા લાલ કી" ના જયઘોષ સાથે આ ઉત્સવ ભાવ, ભક્તિ, શ્રધ્ધા અને આસ્થાના સમુદ્ર સમાન બની ગયા હતા. આ શોભાયાત્રાના પ્રારંભથી જ જામનગર શહેરની ધર્મપ્રેમી વિવિધ સંસ્થાા અગ્રણીઓ, ભાઈઓ અને બહેનો પણ ઉપસ્થિત રહ્યા હતા સાથે ૨૫ જેટલા ફ્લોટ્સો સાર્વજનિક શોભાયાત્રામાં જોડાયા હતા.

Jamnagarમાં ભગવાન શ્રીકૃષ્ણની ધામધૂમથી નિકળી શોભાયાત્રા, અનેક ભકતો જોડાયા યાત્રામાં

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

  • છોટીકાશી તરીકે ઓળખાય છે જામનગર
  • આજે 18માં વર્ષે શહેરમાં નિકળી શોભાયાત્રા
  • વરસાદની સિઝન વચ્ચે પણ શહેરીજનો જોડાયા શોભાયાત્રામાં

છોટીકાશી ગણાતા જામનગરમાં ભગવાન શ્રીકૃષ્ણના જન્મના વધામણા કરવા માટે સૌ કોઈ અધીરા બન્યા છે અને ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે. છેલ્લા ૧૭ વર્ષથી નિકળતી શ્રીકૃષ્ણ જન્માષ્ટમીની સાર્વજનિક શોભાયાત્રા પ્રતિવર્ષની માફક આ વખતે ૧૮માં વર્ષે પણ વરસતા વરસાદમાં નિકળી છે. જેમાં મોટી સંખ્યામાં વિવિધ સંસ્થાઓના અગ્રણીઓ, ભાઈઓ અને બહેનો પણ ઉપસ્થિત રહેશે સાથે ૨૫ જેટલા ફ્લોટ્સો સાર્વજનિક શોભાયાત્રામાં જોડાયા હતા.

દર વર્ષે નિકળે છે શોભાયાત્રા

દેશ-વિદેશની આસ્થામાં ભગવાન શ્રીકૃષ્ણનો જન્મોત્સવ માણવો એ ધાર્મિક દૃષ્ટિએ મહત્વનું ગણવામાં આવે છે. ત્યારે ભગવાન શ્રીકૃષ્ણના જન્મ દિવસ નિમિત્તે આજે જામનગરમાં કૃષ્ણ પ્રણામી સંપ્રદાય ખીજડા મંદિર દ્વારા દર વર્ષની માફક જન્માષ્ટમીની શોભા યાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું,જન્માષ્ટમી પહેલા જ જામનગરમાં સાર્વજનિક શોભાયાત્રા માટે ભારે ઉત્સાહ અને ઉમંગ જોવા મળી રહ્યો છે. શ્રી કૃષ્ણ જન્માષ્ટમીની સાર્વજનિક શોભાયાત્રામાં આ વર્ષે શોભાયાત્રા તેમજ મટકી ફોડ કાર્યક્રમ યોજાયો હતો.


ખાસ રથ તૈયાર કરવામાં આવ્યો

ખીજડા મંદિરથી નિકળનાર શ્રીકૃષ્ણ જન્માષ્ટમીની સાર્વજનિક શોભાયાત્રા માટે આ વર્ષે ભગવાન શ્રીકૃષ્ણનો ખાસ રથ તૈયાર કરવામાં આવ્યો હતો તેની સાથે જુદા જુદા 24 ધાર્મિક ફ્લોટ્સો પણ જોડાયા હતા. આ શોભાયાત્રા શહેરના હવાઈ ચોક વિસ્તારમાંથી શરૂ થઇ અને શહેરના મુખ્ય માર્ગો ઉપર ફરી હતી. આ શોભાયાત્રામાં વિવિધ આકર્ષક ફલોટ્સ જોડાયા હતા, ઢોલના તાલે કૃષ્ણ ભક્તો નાચતા ગાતા શોભા યાત્રામાં આનંદભેર જોડાયા હતા. આજે ભગવાન શ્રીકૃષ્ણનો જન્મોત્સવ મનાવવા દર વર્ષની ખીજડા મંદિરની આ જન્માષ્ટમીની શોભાયાત્રામાં વરસતા વરસાદમાં મોટી સંખ્યામાં શ્રધ્ધાળુઓ ઉપસ્થિત રહ્યા હતા.


ખીજડા મંદિરથી શરૂ થઈ શોભાયાત્રા

ખીજડા મંદિરથી શરુ થયેલી આ શોભાયાત્રામાં મંદિરની રાસ મંડળીમાં અને ભગવાન શ્રી કૃષ્ણના ભજનના તાલે રાસ રમ્યા હતા. શોભાયાત્રામાં ભાઈઓ-બહેનો દ્વારા "નંદઘેર આનંદ ભયો જય કનૈયા લાલ કી" ના જયઘોષ સાથે આ ઉત્સવ ભાવ, ભક્તિ, શ્રધ્ધા અને આસ્થાના સમુદ્ર સમાન બની ગયા હતા. આ શોભાયાત્રાના પ્રારંભથી જ જામનગર શહેરની ધર્મપ્રેમી વિવિધ સંસ્થાા અગ્રણીઓ, ભાઈઓ અને બહેનો પણ ઉપસ્થિત રહ્યા હતા સાથે ૨૫ જેટલા ફ્લોટ્સો સાર્વજનિક શોભાયાત્રામાં જોડાયા હતા.