Mahakumbh: કુંભમેળામા 'બાપા સીતારામના નાદ સાથે હરિહરની પડતી હાંકલ!

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
ઉત્તર પ્રદેશ સ્થિત પ્રયાગરાજમા ગંગા,યમુના અને સરસ્વતીનું ત્રિવેણી સંગમ સ્થળે મહાકુંભ મેળો ભરાયો છે. તેવા પવિત્ર સ્થળે માત્ર ભાવનગર જિલ્લો નહીં સમગ્ર ગુજરાત ગૌરવ લઈ શકે તેવું પ્રસાદ સ્વરૂપે લાખ્ખો કુંભ યાત્રિકોને ભોજન પીરસવાનું ભગીરથ કાર્ય ભાવનગર જિલ્લાની સંતભુમિ બગદાણા સ્થિત સંત બજરંગદાસ બાપા આશ્રામ અને તેના સેવક સમુદાય તરફ્થી ચાલી રહ્યું છે. પ્રારંભિક તબક્કે દરોજ સરેરાશ દસેક હજાર શ્રાદ્ધાળુઓ ભરપેટ ભોજન લઈ રહ્યા છે. તળાજા, મહુવા, પાલીતાણા, બગદાણા સહિત સૌરાષ્ટ્ર સુરત સહિત સમગ્ર ગુજરાતના ૨૦૦થી વધુ ભાઈઓ બહેનો સેવા આપી રહ્યા છે.
વીરપુર, બગદાણા ,સતાધાર અને પરબવાવ સહિતના સંતધામો ના કારણે ક્કસૌરાષ્ટ્ર નો રોટલો મોટોક્ર કહેવત પડી હશે. આ કહેવત હવે માત્ર સૌરાષ્ટ્ર પૂરતી સીમિત રહી નથી. સીમાડાઓ વટાવીને પ્રયાગરાજ સ્થિત મહાકુંભ મેળામા ક્કબાપા સિતારામક્રના નાદ સાથે હરિહરની હાંકલ પડી રહી છે. સેક્ટર-૧૮ અન્નપૂર્ણાં ચોક,હરીશચંદ્ર માર્ગ,નારાયણ સેવા ટ્રસ્ટની પાસે વિશાલ ડોમ મા બગદાણા ગુરુઆશ્રામની માફ્ક સાથે રસોડું અને અન્નક્ષેત્ર ધમધમી રહ્યું છે. બજરંગદાસ બાપાના વિશાળ કટાઆઉટ સાથે ક્કબાપા સીતારામક્રઅન્નક્ષેત્ર ચાલી રહ્યું છે.
અહીંની રૂબરૂ મુલાકાત દરમિયાન બાપાનો પ્રસાદ લીધા વગર તો જવાય જ નહીં. ચા તો પીવી જ પડે. સૌરાષ્ટ્ર જેવી મહેમાન ગતિનો અહીં અહેસાસ થયો. ધન કરતાંય તન અને મન સેવા વધ .મહત્વની ગણાય છે. દિવસ રાત સેવા કરતા ભાઈઓ બહેનોને મળવાનું થયું. સ્થાનિક બગદાણા ઉપરાંત તળાજા પાલીતાણા મહુવા ભાવનગર ગીર ગઢડાના દ્રોણ અને કોદીયા, સુરત સહિત સૌરાષ્ટ્રના બસોથી વધુ સેવકગણ અહીં રસોયાને મદદ સહિતની વિવિધ સેવાઓ કરતા જોવા મળ્યા હતા.
બગદાણા નજીકના મોણપરના મૂળ રહેવાસી અને સુરત સ્થાયી થયેલા અરવિંદભાઈ સોંડાગર અને ભાવનગરના કિશોરભાઈએ જણાવ્યું હતુ કે ગુજરાતીઓને અહીં ગુજરાતનો જ સ્વાદ ભોજનમા મળી રહે તે માટે તેલથી લઈ રસોઈમા જોઈતા તમામ મસાલા મોટાભાગનું કાચું સીધુ ગુજરાતમાંથી જ લાવવામા આવ્યું છે. અહીં બે ટાઈમ ભોજન પીરસવામાં આવે છે. સવારે ૧૦ થી ૪ અને સાંજે ૭ થી મોડી રાત સુધી શ્રાદ્ધાળુઓ આવે ત્યાં સુધી પ્રસાદ પીરસવામાં આવે છે. હાલ સરેરાશ દસેક હજાર કુંભયાત્રીઓ પ્રસાદ લઈ રહ્યા છે. શાહી સ્નાન વખતે યાત્રીઓની સંખ્યા બમણી હતી. આવતા દિવસોમાં આ સંખ્યા વધશે તેવા અંદાઝ સાથે રસોઈ બનાવવાની તૈયારી રાખવામાં આવી રહી છે.
રસોઈમા સૌરાષ્ટ્રના ટેસ્ટ માટે ખાસ રસોયા
વ્યવસાય અને ઘરને થોડો સમય માટે છોડીને મહાકુંભ ના મેળામા દરરોજ હજારો યાત્રિકો માટે ભોજન પ્રસાદની વ્યવસ્થા સંભળાતા અરવિંદભાઈ સોંડાગરે જણાવ્યું હતુ કે અહીં ગુજરાતી શ્રાદ્ધાળુઓની સંખ્યા ઘણી વધુ છે. કુંભમેળામા સ્નાન,દર્શન દરમિયાન અનેક ગુજરાતી જોવા મળ્યા હતા. ગુજરાતી રસોઈનો ઓરિજન સ્વાદ માટે ખાસ ઇડરના રસોયા છે. નોંધનોય છેકે માત્ર ગુજરાતી જ નહીં દેશ અને વિદેશથી અહિયાત્રા એ આવેલ કુંભયાત્રીઓને પ્રેમભાવ થી ભોજન પ્રસાદ આરોગે છે.
મહાકુંભમાં 15 લાખ શ્રાદ્ધાળુઓ બાપાનો પ્રસાદ લેશે
જેમજેમ કુંભ મેળો આગળ વધતો જાય છે તેમ તેમ યાત્રિકો ની સંખ્યામાં વધારો થતો જાય છે. હજુ શાહી સ્નાન ચાર બાકી છે. આ સમય દરમિયાન યાત્રિકો ઉમટશે. ૪૫ દિવસના મહાકુંભ મેળા દરમિયાન ક્કબાપા સીતારામક્ર અન્નક્ષેત્ર ખાતે ૧૫ લાખ જેટલા શ્રાધ્ધાળુઓ ક્કબાપા નો પ્રસાદક્ર લે તેવી ગણતરી છે.
સ્ટેજ પર માત્ર બજરંગદાસ બાપા અને હનુમાનજીનો વિશાળ ફેટો
મહાકુંભ યાત્રિકોને બે ટાઇમ ભોજન માટે વિશાળ ડોમ ઉભો કરવામાં આવ્યો છે. લાખ્ખો યાત્રિકોને ભોજન પીરસી શકાય તે માટે ની દિવસો અગાઉ તૈયારી શરૂ કરવામાં આવી હતી. બગદાણા ગુરુઆશ્રામના સેવકગણમા એક બચ્ચાંશિંગ પ્રયાગરાજના છે. અહીં જે વિશાલ ડોમ ઉભો કરવામા આવ્યો છે. તેમા એકમાત્ર સ્ટેજ ઉભું કરવામાં આવ્યું છે. તેમાં બજરંગદાસ બાપાનો વિશાળ ફેટો મુકવામાં આવ્યો છે.
What's Your Reaction?






