આટકોટ રેપ કેસમાં ભાજપ આગેવાન ટાઢાણીના રિમાન્ડ પૂરા, જેલહવાલે

પોલીસે આરોપીનો ડીએનએ ટેસ્ટ કરાવ્યો ભાજપના બીજા  આગેવાનને પકડવા પોલીસની 4  ટીમો કામે લગાડાઇ : અન્ય ટ્રસ્ટીઓની સંડોવણી અંગે તપાસજસદણ, :  આટકોટની માતુશ્રી ડી.બી. પટેલ કન્યા છાત્રાલયની છાત્રા પર દુષ્કર્મ ગુજારવાના કેસમાં પકડાયેલા ભાજપના આગેવાન અને જસદણના પાચવડા ગામના પૂર્વ સરપંચ મધુ ટાઢાણીને આજે જસદણ કોર્ટે જેલ હવાલે કરવાનો હુકમ કર્યો હતો. આરોપીના બે દિવસના રિમાન્ડ પોલીસે મેળવ્યા હતા. જે પૂરા થતાં વધુ 10 દિવસના રિમાન્ડની માગણી સાથે કોર્ટમાં રજૂ કર્યો હતો. પરંતુ કોર્ટે પોલીસના વધુ રિમાન્ડની માગણી નામંજૂર કરી હતી.રાજકોટમાં ગોંડલના ડીવાયએસપી ઝાલાએ જણાવ્યું કે આરોપીનો ડીએનએ ટેસ્ટ કરાવવામાં આવ્યો છે. આ ઉપરાંત બીજા પૂરાવા મેળવવાની કાર્યવાહી હાલ ચાલુ છે. ડી.બી. પટેલ કન્યા છાત્રાલયનું જડતી-પંચનામુ કરવામાં આવ્યું છે. આરોપી મધુ ટાઢાણીએ ધરપકડ પહેલાં એક વીડિયો સોશિયલ મીડિયામાંથી વાયરલ કર્યો હતો. જે વીડિયો ક્યાંથી અને કેવી રીતે વાયરલ કર્યો હતો તે અંગે પણ પોલીસ તપાસ કરી રહી છે.આ કેસમાં સંડોવાયેલા ભાજપના બીજા આગેવાન અને વીરનગર ગામના પૂર્વ સરપંચ પરેશ રાદડીયાને આજ સુધી પોલીસ પકડી નહીં શકતા અનેક સવાલો ઉપસ્થિત થયા છે. જે અંગે પોલીસ સૂત્રોએ જણાવ્યું કે આરોપી પરેશને પકડવા માટે પોલીસની ચારથી વધુ ટીમો કામે લગાડવામાં આવી છે. 

આટકોટ રેપ કેસમાં ભાજપ આગેવાન ટાઢાણીના રિમાન્ડ પૂરા, જેલહવાલે

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -


પોલીસે આરોપીનો ડીએનએ ટેસ્ટ કરાવ્યો ભાજપના બીજા  આગેવાનને પકડવા પોલીસની 4  ટીમો કામે લગાડાઇ : અન્ય ટ્રસ્ટીઓની સંડોવણી અંગે તપાસ

જસદણ, :  આટકોટની માતુશ્રી ડી.બી. પટેલ કન્યા છાત્રાલયની છાત્રા પર દુષ્કર્મ ગુજારવાના કેસમાં પકડાયેલા ભાજપના આગેવાન અને જસદણના પાચવડા ગામના પૂર્વ સરપંચ મધુ ટાઢાણીને આજે જસદણ કોર્ટે જેલ હવાલે કરવાનો હુકમ કર્યો હતો. આરોપીના બે દિવસના રિમાન્ડ પોલીસે મેળવ્યા હતા. જે પૂરા થતાં વધુ 10 દિવસના રિમાન્ડની માગણી સાથે કોર્ટમાં રજૂ કર્યો હતો. પરંતુ કોર્ટે પોલીસના વધુ રિમાન્ડની માગણી નામંજૂર કરી હતી.

રાજકોટમાં ગોંડલના ડીવાયએસપી ઝાલાએ જણાવ્યું કે આરોપીનો ડીએનએ ટેસ્ટ કરાવવામાં આવ્યો છે. આ ઉપરાંત બીજા પૂરાવા મેળવવાની કાર્યવાહી હાલ ચાલુ છે. ડી.બી. પટેલ કન્યા છાત્રાલયનું જડતી-પંચનામુ કરવામાં આવ્યું છે. આરોપી મધુ ટાઢાણીએ ધરપકડ પહેલાં એક વીડિયો સોશિયલ મીડિયામાંથી વાયરલ કર્યો હતો. જે વીડિયો ક્યાંથી અને કેવી રીતે વાયરલ કર્યો હતો તે અંગે પણ પોલીસ તપાસ કરી રહી છે.

આ કેસમાં સંડોવાયેલા ભાજપના બીજા આગેવાન અને વીરનગર ગામના પૂર્વ સરપંચ પરેશ રાદડીયાને આજ સુધી પોલીસ પકડી નહીં શકતા અનેક સવાલો ઉપસ્થિત થયા છે. જે અંગે પોલીસ સૂત્રોએ જણાવ્યું કે આરોપી પરેશને પકડવા માટે પોલીસની ચારથી વધુ ટીમો કામે લગાડવામાં આવી છે.