Ahmedabad: એરપોર્ટના વોશરૂમના ડસ્ટબિનમાંથી 50 લાખનું સોનું મળ્યું
અમદાવાદ એરપોર્ટ ઉપરથી વોશરૂમના ડસ્ટબિનમાંથી 750 ગ્રામ શુદ્ધ સોનાની પેસ્ટ ગત તા. 7 સપ્ટેમ્બરને ગણેશ ચતુર્થીના દિવસે એક સફાઇકર્મીને મળી હતી. હાલની બજાર કિંમત જોતા આ કચરાપેટીમાંથી મળેલુ સોનું 50 લાખથી પણ વધુની કિંમતનું છે. સમગ્ર મામલે હાલ કસ્ટમ વિભાગના ઉચ્ચ અધિકારીઓએ સોનું જપ્ત કરીને વધુ તપાસ આદરી છે.સરદાર વલ્લભભાઈ પટેલ ઇન્ટરનેશનલ એરપોર્ટ ઉપર ગણેશ ચતુર્થીના દિવસે સવારે દિનેશ ગર્વા નામનો સફાઇ કર્મચારી સફાઇકામ કરી રહ્યો હતો ત્યારે વોશરૂમની ડસ્ટબિન સામાન્ય કરતાં વધુ વજનવાળી લાગતા તેને શંકા ગઈ હતી. કચરો ઠાલવીને તેણે તપાસ કરી તો તેમાંથી સોનાની પેસ્ટ નીકળી હતી. સમગ્ર મામલાની ગંભીરતાને જોતા ઉચ્ચ અધિકારીઓ દોડી આવ્યા હતા. તપાસ દરમિયાન મળેલી વસ્તુ 24 કેરેટનું 750 ગ્રામ વજનનું શુદ્ધ સોનું હોવાનું બહાર આવ્યુ હતું. સોનું કચરાપેટીમાં ક્યાંથી આવ્યું, કોણ તેને મુકી ગયું, કોણ તેને લેવા અવવાનું હતું. આ તમામ પ્રશ્નોના ઉત્તર માટે કસ્ટમ વિભાગે એરપોર્ટના સીસીટીવી કેમેરા ચેક કરીને શંકાસ્પદ વ્યક્તિઓની જાણકારી મેળવવાની તજવીજ હાથ ધરી છે.
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
અમદાવાદ એરપોર્ટ ઉપરથી વોશરૂમના ડસ્ટબિનમાંથી 750 ગ્રામ શુદ્ધ સોનાની પેસ્ટ ગત તા. 7 સપ્ટેમ્બરને ગણેશ ચતુર્થીના દિવસે એક સફાઇકર્મીને મળી હતી. હાલની બજાર કિંમત જોતા આ કચરાપેટીમાંથી મળેલુ સોનું 50 લાખથી પણ વધુની કિંમતનું છે. સમગ્ર મામલે હાલ કસ્ટમ વિભાગના ઉચ્ચ અધિકારીઓએ સોનું જપ્ત કરીને વધુ તપાસ આદરી છે.
સરદાર વલ્લભભાઈ પટેલ ઇન્ટરનેશનલ એરપોર્ટ ઉપર ગણેશ ચતુર્થીના દિવસે સવારે દિનેશ ગર્વા નામનો સફાઇ કર્મચારી સફાઇકામ કરી રહ્યો હતો ત્યારે વોશરૂમની ડસ્ટબિન સામાન્ય કરતાં વધુ વજનવાળી લાગતા તેને શંકા ગઈ હતી. કચરો ઠાલવીને તેણે તપાસ કરી તો તેમાંથી સોનાની પેસ્ટ નીકળી હતી. સમગ્ર મામલાની ગંભીરતાને જોતા ઉચ્ચ અધિકારીઓ દોડી આવ્યા હતા. તપાસ દરમિયાન મળેલી વસ્તુ 24 કેરેટનું 750 ગ્રામ વજનનું શુદ્ધ સોનું હોવાનું બહાર આવ્યુ હતું. સોનું કચરાપેટીમાં ક્યાંથી આવ્યું, કોણ તેને મુકી ગયું, કોણ તેને લેવા અવવાનું હતું. આ તમામ પ્રશ્નોના ઉત્તર માટે કસ્ટમ વિભાગે એરપોર્ટના સીસીટીવી કેમેરા ચેક કરીને શંકાસ્પદ વ્યક્તિઓની જાણકારી મેળવવાની તજવીજ હાથ ધરી છે.