Ahmedabad: ડ્રગ્સ-નશાની ગંભીરતા બતાવતા પત્રો પર યુવાનોની સહી લાવો તે શરતે જામીન

કિશોરો અને યુવાનો માટે ડ્રગ્સ હાનિકારક છે. પોલીસ ડ્રગ્સનાં સપ્લાયર કે ડીલર સુધી પહોંચી શકતી નથી, પરંતુ પેડલર પકડી શકે છે. આરોપી ઉપર નશાના બંધાણી અને યુવાનોને ડ્રગ્સના નશાના નુકસાન વિશે સંદેશો આપવાના સ્વેચ્છા પૂર્વકના કાર્યમાં જોડવો જોઈએ એમ એનડીપીએસ કોર્ટના ખાસ જજ ભરત એલ. ચોઈથાણીએ નોંધીને 3.6 મિલીગ્રામ એમડી ડ્રગ્સ સાથે પકડાયેલા આરોપી વસીમ ઉર્ફે વસીયો વકીલએહમદ શેખને જામીન પર મુકત કર્યો છે.આરોપીને કોર્ટે 25 હજારના શરતી જામીન આપતા હુકમ કર્યો હતો કે, તેના તમામ ઓળખપત્રોની ખરી નકલ તેને કોર્ટમાં જમા કરાવી પડશે. ડ્રગ્સના નશાની ગંભીરતા બાબતે તથા NDPS કેસમાં 20 વર્ષની સજા અને 2 લાખના દંડ સુધીની જોગવાઈ અંગે આરોપી યુવાનો અને લોકોમાં જાગૃતતા લાવશે. તે યુવાનો અને કિશોરોની સહી મેળવીને કોર્ટમાં 60 દિવસમાં લિસ્ટ રજૂ કરશે. આરોપી વસીમ ઉર્ફે વસીયો શેખના એડવોકેટ ઈલીયાસખાન પઠાણ કોર્ટને જણાવ્યુ હતુ કે, આરોપી એસઓજી અને ક્રાઈમ બ્રાન્ચનો બાતમીદાર હોય ડીસીપી ઝોન-6ને બાતમી નહીં આપતા એમડી ડ્રગ્સનો ખોટો કેસ કરીને ધરપકડ કરી હતી. મેટેપોલિટન કોર્ટે આરોપી પોલીસનો બાતમીદાર હોવાથી અલગ બેરેકમાં રાખવા હુકમ કર્યો હતો. આમ છતા આરોપીને અલગ બેરેકમાં નહીં રાખી અન્ય ગુનાના આરોપીઓ દ્વારા ખુબજ માર મારીને જાનથી મારી નાંખવાની ધમકી આપી હતી. જે અંગે આરોપીના ભાઈએ પોલીસમાં ફરિયાદ કરી હતી.

Ahmedabad: ડ્રગ્સ-નશાની ગંભીરતા બતાવતા પત્રો પર યુવાનોની સહી લાવો તે શરતે જામીન

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

કિશોરો અને યુવાનો માટે ડ્રગ્સ હાનિકારક છે. પોલીસ ડ્રગ્સનાં સપ્લાયર કે ડીલર સુધી પહોંચી શકતી નથી, પરંતુ પેડલર પકડી શકે છે. આરોપી ઉપર નશાના બંધાણી અને યુવાનોને ડ્રગ્સના નશાના નુકસાન વિશે સંદેશો આપવાના સ્વેચ્છા પૂર્વકના કાર્યમાં જોડવો જોઈએ એમ એનડીપીએસ કોર્ટના ખાસ જજ ભરત એલ. ચોઈથાણીએ નોંધીને 3.6 મિલીગ્રામ એમડી ડ્રગ્સ સાથે પકડાયેલા આરોપી વસીમ ઉર્ફે વસીયો વકીલએહમદ શેખને જામીન પર મુકત કર્યો છે.

આરોપીને કોર્ટે 25 હજારના શરતી જામીન આપતા હુકમ કર્યો હતો કે, તેના તમામ ઓળખપત્રોની ખરી નકલ તેને કોર્ટમાં જમા કરાવી પડશે. ડ્રગ્સના નશાની ગંભીરતા બાબતે તથા NDPS કેસમાં 20 વર્ષની સજા અને 2 લાખના દંડ સુધીની જોગવાઈ અંગે આરોપી યુવાનો અને લોકોમાં જાગૃતતા લાવશે. તે યુવાનો અને કિશોરોની સહી મેળવીને કોર્ટમાં 60 દિવસમાં લિસ્ટ રજૂ કરશે. આરોપી વસીમ ઉર્ફે વસીયો શેખના એડવોકેટ ઈલીયાસખાન પઠાણ કોર્ટને જણાવ્યુ હતુ કે, આરોપી એસઓજી અને ક્રાઈમ બ્રાન્ચનો બાતમીદાર હોય ડીસીપી ઝોન-6ને બાતમી નહીં આપતા એમડી ડ્રગ્સનો ખોટો કેસ કરીને ધરપકડ કરી હતી. મેટેપોલિટન કોર્ટે આરોપી પોલીસનો બાતમીદાર હોવાથી અલગ બેરેકમાં રાખવા હુકમ કર્યો હતો. આમ છતા આરોપીને અલગ બેરેકમાં નહીં રાખી અન્ય ગુનાના આરોપીઓ દ્વારા ખુબજ માર મારીને જાનથી મારી નાંખવાની ધમકી આપી હતી. જે અંગે આરોપીના ભાઈએ પોલીસમાં ફરિયાદ કરી હતી.