Gujaratમાં આરોપીઓના વરઘોડા નીકળવાનું થયું શરૂ, કાયદાના ડંડાથી બદલાઈ ચાલવાની ચાલ
ગૃહમંત્રી હર્ષ સંઘવીએ બે દિવસ પહેલા નિવેદન આપ્યું હતુ કે કાયદો આરોપીઓએ હાથમાં લેવો નહી અને જો લેશો તો પોલીસ તે જ વિસ્તારમાં આરોપીઓનું સરઘસ નીકાળશે અને આ જ વાતને લઈ પોલીસે અમદાવાદ,રાજકોટ,વડોદરામાં જાહેર રોડ પર આરોપીનું સરઘસ કાઢયું હતુ તેમજ બે હાથ જોડાવીને માફી પણ મંગાવી હતી.રાજકોટમાં રીક્ષાચાલકનો નીકળ્યો વરઘોડો રાજકોટમાં રીક્ષાચાલકનો વરઘોડો નીકળ્યો હતો,મારામારીના આરોપી સાકીરખાન પઠાણનો પોલીસે જાહેરમાં વરઘોડો કાઢયો હતો અને આરોપી ગુનાહિત ઈતિહાસ ધરાવે છે અને કોઈની પણ સાથે દાદાગીરી ભર્યુ વર્તન કરતો હોવાની વાત પણ સામે આવી છે.મારામારીના આરોપી સાકીરખાન પઠાણનો વરઘોડો નીકળતા અન્ય લોકોમાં પણ ખુશી જોવા મળી હતી,સાકીરે ખત્રીવાડમાં યુવક પર છરીથી કર્યો હતો હુમલો અને રસ્તા પરથી પસાર થવા મુદ્દે કરી હતી દાદાગીરી.રાજકોટ એ ડિવિઝન પોલીસે આ મામલે વરઘોડો નીકાળ્યો હતો.વડોદરામાં પોલીસે આરોપીનો કાઢ્યો વરઘોડો વડોદરામાં પોલીસે રિકન્સ્ટ્રક્શનની સાથે આરોપીનો વરઘોડો કાઢયો હતો જેમાં નિસામુદ્દીન સૈયદ હત્યાના પ્રયાસનો આરોપી છે અને જાહેરમાં પોલીસે તેનો વરઘોડો નીકાળ્યો હતો,યાકુતપુરા વિસ્તારમાં આરોપીનો વરઘોડો નીકાળતા લોકોમાં પણ ખુશીનો માહોલ જોવા મળ્યો હતો,20 નવેમ્બરે આરોપીએ હુમલો કર્યો હતો અને એક વ્યકિતને ઈજાગ્રસ્ત કર્યો હતો,વડોદરા સીટી પોલીસ મથકે આરોપીનો વરઘોડો કાઢયો હતો અને સાથે સાથે રિ-કન્ટ્રકશન ઘટના સ્થળે કરાવ્યું હતુ. જાણો શું કહ્યું હતુ હર્ષ સંઘવીએ કાયદામાં રહેશો તો ફાયદામાં રહેશો બાદ હર્ષ સંઘવીએ અસામાજિક તત્વોને વધુ એક ચેતવણી આપી છે. સીધા રહેજો, જો સીધા ન રહ્યા તો વરઘોડો તો નીકળશે જ, આ સાથે જ જામનગરમાં ડ્રગ્સના આરોપીના ઉભા કરવામાં આવેલા દબાણ તોડી પાડવા બદલ જામનગર પોલીસને અભિનંદન પાઠવ્યા હતા.ગાંઘીનગર ટાઉન હોલ ખાતે કાર્યક્રમ યોજાયો હતો. તેરા તુજકો અર્પણ જેમાં છેલ્લા એક મહિનામાં ગાંધીનગર આસપાસ આવેલા દહેગામ કલોલ કડી જેવા વિસ્તારોમાંથી ચોરીની ફરિયાદો બાદ રિકવર થયેલા મુદ્દા માલને પોતાના મૂળ માલિકો સુધી પરત આપવામાં આવ્યો હતો.
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -