Rajkotમાં બાંધકામ અને સુવિધાની મનમાની મુદ્દે 40 બિલ્ડર વિરુદ્ધ રેરામાં ફરિયાદ નોંધાઈ
રાજકોટમાં એક વર્ષમાં 40 બિલ્ડર ઉપર રેરામાં ફરિયાદ કરવામાં આવી છે જેમા10 જેટલા ટોચના બિલ્ડરોને 30 હજારથી લઈને 4 લાખ સુધીનો દંડ ફટકારવામાં આવ્યો છે,બિલ્ડરો દ્વારા બાંધકામ અને સુવિધા આપવામાં મનમાની સહિતના મુદ્દે રેરા હેઠળ ગ્રાહકોએ ફરિયાદ કરી છે.આજ સુધીમાં 300થી વધુ ફરિયાદો થઈ છે અને ચાલુ વર્ષે પણ બિલ્ડરો ન સુધરતાં ફરિયાદો ઉઠવા પામી છે,કરોડોના ફ્લેટ બનાવી ગ્રાહકો ને આપવાની થતી સુવિધા ન આપવામાં આવતા ફરિયાદ નોંધાઈ છે. રેરામાં નોંધાઈ ફરિયાદ મોટા-મોટા ફલેટો બનાવી અને મોટા રૂપિયા લઈ બિલ્ડરો ફલેટોના સોદા કરતા છે,પેમ્પલેટસમાં પણ સારી સુવિધાઓ બતાવવામાં આવતી હોય છે તેમ છત્તા સુવિધાઓના નામે રૂપિયા લઈ જયારે સ્થાનિકોને સુવિધા આપવામાં આવતી ના હોય તેને લઈ સ્થાનિકોએ રેરામાં ફરિયાદ નોંધાવી છે,સમગ્ર ગુજરાતમાં રેરા બિલ્ડરોને લઈ કામકાજ કરે છે જેમાં તમને અમુક વર્ષો સુધી બિલ્ડરો કહેલું હોય અને સુવિધા ના આપતા હોય તો ફલેટના સ્થાનિકો રેરામાં ફરિયાદ કરતા હોય છે,તો રેરાની કમિટી પણ બિલ્ડરોને દંડ અને જેલ સુધીની કાર્યવાહી કરતી હોય છે. રેરામાં વળતર ચૂકવવાનો પણ છે આદેશ ઘર – મકાન ખરીદવું દરેક વ્યક્તિનું સપનું હોય છે. ઘણી વખત રિયલ એસ્ટેટ કંપની અને બિલ્ડરોના કારણે ફ્લેટનું પઝેશન મળવામાં મોડું થાય છે. બહુ ઓછા વ્યક્તિઓ હશે જેમને સમયસર ફ્લેટનું પઝેશન મળી જાય છે. જો ફ્લેટ પઝેશન આપવામાં વિલંબ કરે તો બિલ્ડરે વળતર આપવું પડશે. રિયલ એસ્ટેટ રેગ્યુલેટરી ઓથોરિટી (RERA)ના નિયમમાં આ વાતનો સ્પષ્ટ ઉલ્લેખ છે કે, જો કસ્ટમરને સમયસર પેમેન્ટ ચૂકવણી કર્યા બાદ રિયલ એસ્ટેટ કંપની કે બિલ્ડર ફ્લેટનું પઝેશન આપવામાં મોડું કરે તો તેણે વળતર ચૂકવવો પડશે.
![Rajkotમાં બાંધકામ અને સુવિધાની મનમાની મુદ્દે 40 બિલ્ડર વિરુદ્ધ રેરામાં ફરિયાદ નોંધાઈ](https://epapercdn.sandesh.com/images/2025/02/12/jSkWDwGfxuLCNb5nhLaCoX5jobYCVPLvdnVZpFqu.jpg?#)
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
રાજકોટમાં એક વર્ષમાં 40 બિલ્ડર ઉપર રેરામાં ફરિયાદ કરવામાં આવી છે જેમા10 જેટલા ટોચના બિલ્ડરોને 30 હજારથી લઈને 4 લાખ સુધીનો દંડ ફટકારવામાં આવ્યો છે,બિલ્ડરો દ્વારા બાંધકામ અને સુવિધા આપવામાં મનમાની સહિતના મુદ્દે રેરા હેઠળ ગ્રાહકોએ ફરિયાદ કરી છે.આજ સુધીમાં 300થી વધુ ફરિયાદો થઈ છે અને ચાલુ વર્ષે પણ બિલ્ડરો ન સુધરતાં ફરિયાદો ઉઠવા પામી છે,કરોડોના ફ્લેટ બનાવી ગ્રાહકો ને આપવાની થતી સુવિધા ન આપવામાં આવતા ફરિયાદ નોંધાઈ છે.
રેરામાં નોંધાઈ ફરિયાદ
મોટા-મોટા ફલેટો બનાવી અને મોટા રૂપિયા લઈ બિલ્ડરો ફલેટોના સોદા કરતા છે,પેમ્પલેટસમાં પણ સારી સુવિધાઓ બતાવવામાં આવતી હોય છે તેમ છત્તા સુવિધાઓના નામે રૂપિયા લઈ જયારે સ્થાનિકોને સુવિધા આપવામાં આવતી ના હોય તેને લઈ સ્થાનિકોએ રેરામાં ફરિયાદ નોંધાવી છે,સમગ્ર ગુજરાતમાં રેરા બિલ્ડરોને લઈ કામકાજ કરે છે જેમાં તમને અમુક વર્ષો સુધી બિલ્ડરો કહેલું હોય અને સુવિધા ના આપતા હોય તો ફલેટના સ્થાનિકો રેરામાં ફરિયાદ કરતા હોય છે,તો રેરાની કમિટી પણ બિલ્ડરોને દંડ અને જેલ સુધીની કાર્યવાહી કરતી હોય છે.
રેરામાં વળતર ચૂકવવાનો પણ છે આદેશ
ઘર – મકાન ખરીદવું દરેક વ્યક્તિનું સપનું હોય છે. ઘણી વખત રિયલ એસ્ટેટ કંપની અને બિલ્ડરોના કારણે ફ્લેટનું પઝેશન મળવામાં મોડું થાય છે. બહુ ઓછા વ્યક્તિઓ હશે જેમને સમયસર ફ્લેટનું પઝેશન મળી જાય છે. જો ફ્લેટ પઝેશન આપવામાં વિલંબ કરે તો બિલ્ડરે વળતર આપવું પડશે. રિયલ એસ્ટેટ રેગ્યુલેટરી ઓથોરિટી (RERA)ના નિયમમાં આ વાતનો સ્પષ્ટ ઉલ્લેખ છે કે, જો કસ્ટમરને સમયસર પેમેન્ટ ચૂકવણી કર્યા બાદ રિયલ એસ્ટેટ કંપની કે બિલ્ડર ફ્લેટનું પઝેશન આપવામાં મોડું કરે તો તેણે વળતર ચૂકવવો પડશે.