Surat: સુરતમાં બોગસ બિલિંગ કૌભાંડનો ખેલ, 8 પેઢી શંકાના દાયરામાં, જાણો કેમ
છેલ્લા કેટલાક સમયથી ખોટી વેરા શાખ ભોગવીને કરોડો રૂપિયાની કરચોરી કરતા વેપારીઓ સામે જીએસટી વિભાગે લાલ આંખ કરી છે. અલગ અલગ જિલ્લાઓમાં જઈ તપાસ કરવામાં આવી રહી છે ત્યારે હવે સુરતમાં બોગસ બિલિંગ કૌભાંડમાં 8 પેઢી શંકાના દાયરામાં છે.મળતી માહિતી મુજબ, કોપરના ધંધા સાથે સંકળાયેલા 14 પેઢીઓ પર સ્ટેટ જીએસટી વિભાગે કાર્યવાહી કરી છે. તપાસ દરમિયાન જીએસટી વિભાગે 19.46 કરોડની કરચોરી પકડી પાડી છે. તેવામાં સુરતમાં બોગસ બિલિંગ કૌભાંડમાં 8 પેઢી, ફોર્ચ્યુન કોપર ઈન્ડસ્ટ્રી, સહિત સંદીપ વિરાણીની કંપની શંકાના દાયરામાં છે. ફોર્ચ્યુન કોપર ઈન્ડસ્ટ્રી શંકાના દાયરામાં છે. આરોપીના રિમાન્ડ દરમિયાન થયા ખુલાસા થયા છે. આરોપી સંદીપ વિરાણી પાસેથી 19 GB કરતાં વધુ માત્રામાં ડેટા મળ્યા હતા. સંદીપ વિરાણીએ 5 પેઢી મારફતે ખોટી રીતે ITC લીધા હોવાનો આરોપ છે. 19 કરોડથી શરૂ થયેલો ખેલ 200 કરોડ સુધી પહોંચ્યો છે. રાજ્યના કોપરના ધંધા સાથે સંકળાયેલા 14 પેઢીઓ પર સ્ટેટ જીએસટી વિભાગે કાર્યવાહી કરી છે. તપાસ દરમિયાન જીએસટી વિભાગે 19.46 કરોડની કરચોરી પકડી પાડી છે. તેમજ ફોર્ચ્યુન કોપર ઇન્ડસ્ટ્રીઝમાં પેઢીના ભાગીદાર સંદીપ અનવર વિરાણીની ધરપકડ કરી છે. સ્ટેટ જીએસટી વિભાગને મળેલી બાતમીના આધારે વિભાગના અધિકારીઓએ કાર્યવાહી કરતા કોપરના ધંધા સાથે સંકળાયેલી સુરત, રાજકોટ, ભરુચ, વાપી, જુનાગઢ અને ભાવનગરમાં 14 કોપરની પેઢીઓને ત્યાં 11 નવેમ્બરના રોજ સ્થળ તપાસની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી.
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
છેલ્લા કેટલાક સમયથી ખોટી વેરા શાખ ભોગવીને કરોડો રૂપિયાની કરચોરી કરતા વેપારીઓ સામે જીએસટી વિભાગે લાલ આંખ કરી છે. અલગ અલગ જિલ્લાઓમાં જઈ તપાસ કરવામાં આવી રહી છે ત્યારે હવે સુરતમાં બોગસ બિલિંગ કૌભાંડમાં 8 પેઢી શંકાના દાયરામાં છે.
મળતી માહિતી મુજબ, કોપરના ધંધા સાથે સંકળાયેલા 14 પેઢીઓ પર સ્ટેટ જીએસટી વિભાગે કાર્યવાહી કરી છે. તપાસ દરમિયાન જીએસટી વિભાગે 19.46 કરોડની કરચોરી પકડી પાડી છે. તેવામાં સુરતમાં બોગસ બિલિંગ કૌભાંડમાં 8 પેઢી, ફોર્ચ્યુન કોપર ઈન્ડસ્ટ્રી, સહિત સંદીપ વિરાણીની કંપની શંકાના દાયરામાં છે. ફોર્ચ્યુન કોપર ઈન્ડસ્ટ્રી શંકાના દાયરામાં છે. આરોપીના રિમાન્ડ દરમિયાન થયા ખુલાસા થયા છે. આરોપી સંદીપ વિરાણી પાસેથી 19 GB કરતાં વધુ માત્રામાં ડેટા મળ્યા હતા. સંદીપ વિરાણીએ 5 પેઢી મારફતે ખોટી રીતે ITC લીધા હોવાનો આરોપ છે. 19 કરોડથી શરૂ થયેલો ખેલ 200 કરોડ સુધી પહોંચ્યો છે.
રાજ્યના કોપરના ધંધા સાથે સંકળાયેલા 14 પેઢીઓ પર સ્ટેટ જીએસટી વિભાગે કાર્યવાહી કરી છે. તપાસ દરમિયાન જીએસટી વિભાગે 19.46 કરોડની કરચોરી પકડી પાડી છે. તેમજ ફોર્ચ્યુન કોપર ઇન્ડસ્ટ્રીઝમાં પેઢીના ભાગીદાર સંદીપ અનવર વિરાણીની ધરપકડ કરી છે. સ્ટેટ જીએસટી વિભાગને મળેલી બાતમીના આધારે વિભાગના અધિકારીઓએ કાર્યવાહી કરતા કોપરના ધંધા સાથે સંકળાયેલી સુરત, રાજકોટ, ભરુચ, વાપી, જુનાગઢ અને ભાવનગરમાં 14 કોપરની પેઢીઓને ત્યાં 11 નવેમ્બરના રોજ સ્થળ તપાસની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી.