Rajkot નાગરિક સહકારી બેંક, સંસ્કાર પેનલના 3 ઉમેદવારો HCમાં દાખલ કરશે પિટિશન

રાજકોટ નાગરિક સહકારી બેન્કની ચૂંટણીને લઈ મોટા સમાચાર સામે આવી રહ્યાં છે જેમાં સંસ્કાર પેનલના 3 ઉમેદવારો ગુજરાત HCમાં દાખલ કરશે પિટિશન,કલ્પક મણીયાર સહિતના 3 ઉમેદવારો હાઇકોર્ટમાં જશે કારણકે સંસ્કાર પેનલના 15 ઉમેદવારો પૈકી 4ના ફોર્મ રદ કરવામાં આવ્યા છે જેને લઈ ચૂંટણી અધિકારીના નિર્ણયને HCમાં પડકારવામાં આવશે. ઉમેદવારી ફોર્મ રદ મુદ્દે સંસ્કાર પેનલનો દાવો આ સમગ્ર કેસને લઈ સંસ્કાર પેનલનો દાવો છે કે,ડ્યુઅલ મેમ્બરશિપનો નિર્ણય લાગુ પડી શકે તેમ નથી સાથે સાથે ડ્યુઅલ મેમ્બરશિપના નિયમ હેઠળ ફોર્મ રદ કરવામાં આવ્યા છે,કૌભાંડના આક્ષેપ વચ્ચે સહકારી ક્ષેત્રમાં રાજકારણ ગરમાયું છે.ત્યારે આ મામલે ગુજરાત હાઈકોર્ટ શું સ્ટેન્ડ લેશે તે જોવાનું રહ્યું ત્યારે સંસ્કાર પેનલના 3 ઉમેદવારોને લઈ કોર્ટ શું નિર્ણય કરશે તે જોવાનું રહેશે. રાજકોટ નાગરિક બેંકના 21 ડિરેક્ટર માટે ચૂંટણી રાજકોટ નાગરિક બેંકની ચૂંટણીમાં મામા ભાણિયાની લડાઈ ચરસસીમાએ પહોંચી છે.બેંકની ચૂંટણીમાં કોણ મેદાન મારે છે એતો આવનારો સમય બતાવશે,બેંકમાં 21 ડિરેક્ટરની ચૂંટણી માં બે મહિલા અનામત છે જેમાં એક અનુસૂચિત જાતિ બેઠક જાહેર કરવામાં આવી છે,બેંક ચૂંટણી અધિકારી તરીકે જિલ્લા કલેકટરની નિમણૂંક કરવામાં આવી છે,મદદનીશ અધિકારી તરીકે રજીસ્ટારની નિમણૂંક કરવામાં આવી છે. કૌંભાડને લઈ વિવાદ વધ્યો દેશની અગ્રણી અને સીતેર વર્ષ જૂની રાજકોટ નાગરિક સહકારી બેંકના તમામ 21 ડિરેક્ટરોની ચૂંટણીમાં ઉમેદવારી ફોર્મ 4 નવેમ્બરથી ભરવાના છે. બેંકના ત્રણ લાખ સાડત્રીસ હજાર સભાસદોના પ્રતિનિધિઓ તરીકે 337 ડેલિકેટ્સ એટલે કે મતદારોની યાદી ગયા સપ્તાહે જાહેર થયેલ જેની સામે વાંધા અરજીઓ આવતા ઉપરોક્ત ડેલિગેટ ગેરકાયદેસર ઠરાવવામાં આવ્યા હતા. બેંકની મુંબઈની કાલબાદેવી બ્રાન્ચ તેમજ જૂનાગઢ બ્રાન્ચમાં શ્રેણીબદ્ધ લોન ખાતાઓના કૌભાંડો બહાર આવ્યા છે. અન્ય બ્રાન્ચોમાં પણ કરોડોની લોનો અંગે ભારે કુશંકાઓ છે. નાગરિક બેંકમાં 4-5 લોકોની ટોળકીએ કબજો જમાવી દીધેલ છે રિઝર્વ બેન્ક ઓફ ઇન્ડિયાએ નાગરિક બેંકને ચોક્કસ અલ્ટીમેટમ આપી દીધેલ છે. થાપણદારો સભાસદો, ગ્રાહકો, કર્મચારીઓ તેમજ શુભચિંતકો વિગેરેનો મળીને દસ લાખ ઉપરનો પરિવાર ધરાવતી તેમજ દશ હજાર કરોડથી વધુનો બિઝનેસ ધરાવતી રાજકોટ નાગરિક બેંક છેલ્લા કેટલાક સમયથી કાયદાઓ અને નિયમોનો ભંગ કરતી હોવાથી સહકારી ક્ષેત્ર તેમજ બેન્કિંગ જગત હત-પ્રજ્ઞ છે. વિના સંસ્કાર નહીં સહકાર બૌદ્ધિક ઉપદેશો આપનારા ચહેરાઓના નકાબ એક પછી એક ઉતરી રહેલ છે અને કુ-સંસ્કારો જગજાહેર થતા જાય છે. જે વિચારધારા સાથે આ બેંકનું નામ સંકળાયેલ છે.

Rajkot નાગરિક સહકારી બેંક, સંસ્કાર પેનલના 3 ઉમેદવારો HCમાં દાખલ કરશે પિટિશન

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

રાજકોટ નાગરિક સહકારી બેન્કની ચૂંટણીને લઈ મોટા સમાચાર સામે આવી રહ્યાં છે જેમાં સંસ્કાર પેનલના 3 ઉમેદવારો ગુજરાત HCમાં દાખલ કરશે પિટિશન,કલ્પક મણીયાર સહિતના 3 ઉમેદવારો હાઇકોર્ટમાં જશે કારણકે સંસ્કાર પેનલના 15 ઉમેદવારો પૈકી 4ના ફોર્મ રદ કરવામાં આવ્યા છે જેને લઈ ચૂંટણી અધિકારીના નિર્ણયને HCમાં પડકારવામાં આવશે.

ઉમેદવારી ફોર્મ રદ મુદ્દે સંસ્કાર પેનલનો દાવો

આ સમગ્ર કેસને લઈ સંસ્કાર પેનલનો દાવો છે કે,ડ્યુઅલ મેમ્બરશિપનો નિર્ણય લાગુ પડી શકે તેમ નથી સાથે સાથે ડ્યુઅલ મેમ્બરશિપના નિયમ હેઠળ ફોર્મ રદ કરવામાં આવ્યા છે,કૌભાંડના આક્ષેપ વચ્ચે સહકારી ક્ષેત્રમાં રાજકારણ ગરમાયું છે.ત્યારે આ મામલે ગુજરાત હાઈકોર્ટ શું સ્ટેન્ડ લેશે તે જોવાનું રહ્યું ત્યારે સંસ્કાર પેનલના 3 ઉમેદવારોને લઈ કોર્ટ શું નિર્ણય કરશે તે જોવાનું રહેશે.

રાજકોટ નાગરિક બેંકના 21 ડિરેક્ટર માટે ચૂંટણી

રાજકોટ નાગરિક બેંકની ચૂંટણીમાં મામા ભાણિયાની લડાઈ ચરસસીમાએ પહોંચી છે.બેંકની ચૂંટણીમાં કોણ મેદાન મારે છે એતો આવનારો સમય બતાવશે,બેંકમાં 21 ડિરેક્ટરની ચૂંટણી માં બે મહિલા અનામત છે જેમાં એક અનુસૂચિત જાતિ બેઠક જાહેર કરવામાં આવી છે,બેંક ચૂંટણી અધિકારી તરીકે જિલ્લા કલેકટરની નિમણૂંક કરવામાં આવી છે,મદદનીશ અધિકારી તરીકે રજીસ્ટારની નિમણૂંક કરવામાં આવી છે.

કૌંભાડને લઈ વિવાદ વધ્યો

દેશની અગ્રણી અને સીતેર વર્ષ જૂની રાજકોટ નાગરિક સહકારી બેંકના તમામ 21 ડિરેક્ટરોની ચૂંટણીમાં ઉમેદવારી ફોર્મ 4 નવેમ્બરથી ભરવાના છે. બેંકના ત્રણ લાખ સાડત્રીસ હજાર સભાસદોના પ્રતિનિધિઓ તરીકે 337 ડેલિકેટ્સ એટલે કે મતદારોની યાદી ગયા સપ્તાહે જાહેર થયેલ જેની સામે વાંધા અરજીઓ આવતા ઉપરોક્ત ડેલિગેટ ગેરકાયદેસર ઠરાવવામાં આવ્યા હતા. બેંકની મુંબઈની કાલબાદેવી બ્રાન્ચ તેમજ જૂનાગઢ બ્રાન્ચમાં શ્રેણીબદ્ધ લોન ખાતાઓના કૌભાંડો બહાર આવ્યા છે. અન્ય બ્રાન્ચોમાં પણ કરોડોની લોનો અંગે ભારે કુશંકાઓ છે.

નાગરિક બેંકમાં 4-5 લોકોની ટોળકીએ કબજો જમાવી દીધેલ છે

રિઝર્વ બેન્ક ઓફ ઇન્ડિયાએ નાગરિક બેંકને ચોક્કસ અલ્ટીમેટમ આપી દીધેલ છે. થાપણદારો સભાસદો, ગ્રાહકો, કર્મચારીઓ તેમજ શુભચિંતકો વિગેરેનો મળીને દસ લાખ ઉપરનો પરિવાર ધરાવતી તેમજ દશ હજાર કરોડથી વધુનો બિઝનેસ ધરાવતી રાજકોટ નાગરિક બેંક છેલ્લા કેટલાક સમયથી કાયદાઓ અને નિયમોનો ભંગ કરતી હોવાથી સહકારી ક્ષેત્ર તેમજ બેન્કિંગ જગત હત-પ્રજ્ઞ છે. વિના સંસ્કાર નહીં સહકાર બૌદ્ધિક ઉપદેશો આપનારા ચહેરાઓના નકાબ એક પછી એક ઉતરી રહેલ છે અને કુ-સંસ્કારો જગજાહેર થતા જાય છે. જે વિચારધારા સાથે આ બેંકનું નામ સંકળાયેલ છે.