Jamnagar હાપા માર્કેટીંગ યાર્ડમાં મગફળીની બમ્પર આવક, 700થી વધુ વાહનોની લાંબી લાઈનો

સમગ્ર હાલારમાં મગફળીના પાકનું વિપુલ ઉત્પાદન થયું છે. ત્યારે યાર્ડના ઈતિહાસમાં ક્યારેય ન લાગી હોય એવી લાઈન આજે જોવા મલી છે. યાર્ડના મુખ્ય દરવાજાથી માંડી છેક ઠેબા ચોકડીને ક્રોસ કરી લાઈન જ લાઈન જોવા મળી હતી. ત્યારે ફરી યાર્ડ આગામી 2-3 દિવસ મગફળીની આવક બંધ કરશે એવા દ્રશ્યો હાલ આ મગફળીની આવક જોઈને દેખાઈ રહ્યા છે. જામનગર હાપા માર્કેટિંગ યાર્ડમાં તામિલનાડુના વેપારીઓ મગફળીની ખરીદી અર્થે આવતા હોવાથી મગફળીના પૂરતા ભાવ મળી રહ્યા છે. આથી જામનગર જિલ્લાના ખેડૂતો ઉપરાંત દેવભૂમિ દ્વારકા, હળવદ, મોરબી સહિતના આજુબાજુના પંથકના ખેડૂતો મગફળી વેચવા માટે યાર્ડમાં આવી રહ્યા છે લાભ પાંચમથી યાર્ડ શરૂ થયું હતું પરંતુ મગફળીની આવક વધુ હોવાથી મગફળીની હરાજી બંધ રાખવામાં આવી હતી જે ફરી શરૂ કરવામાં આવતા આજે જામનગર યાર્ડ ની બહાર 5 થી 7 કિલોમીટર સુધી મગફળી ભરેલા 700થી વધુ વાહનોની લાંબી લાઈનો જોવા મળી હતી. હાલ જામનગર માર્કેટિંગ યાર્ડ હાપા ખાતે મગફળીની ઐતિહાસિક વાહનોની લાઈન લાગી છે અને 60 હજાર કરતા વધારે ગુણીની આવક યાર્ડમાં થશે ત્યારે ખેડૂતોને અગવડતા ના પડે તે માટેની યાર્ડ તરફથી સંપૂણ વ્યવસ્થા રાખવામાં આવી છે. બીજી તરફ મગફળીના પૂરતા ભાવ મળતા હોવાથી ખેડૂતો વહેલી સવારથી વાહનોની લાઈન લગાવી ઉભા છે. જામનગર યાર્ડમાં તામિલનાડુના વેપારીઓ ખરીદી કરતા હોવાથી મગફળીના પુરા ભાવ ખેડૂતોને મળી રહ્યા છે જેથી લાઈન હોવા છતાં પણ ખેડૂતો અહીં મગફળીના વેચાણ અર્થે આવ્યા છે અને સારા ભાવની આશા છે. જામનગર જિલ્લાના અન્ય યાર્ડ ની સરખામણી હાપા માર્કેટિંગ યાર્ડમાં મગફળીના પૂરતા ભાવ મળે છે. 66 નંબરની મગફળી વેચવા માટે અમે આવ્યા છીએ. સવારે 10:00 વાગ્યાથી યાર્ડની બહાર લાઈનો લગાવી છે અને રાત્રે 8 વાગ્યાના સમયગાળા દરમિયાન મગફળીની આવક શરૂ કરવામાં આવી. છતાં પણ અમે સારા ભાવની આશાએ અહીં દિવસ ભર લાઇનમાં ઊભા છીએ.

Jamnagar હાપા માર્કેટીંગ યાર્ડમાં મગફળીની બમ્પર આવક, 700થી વધુ વાહનોની લાંબી લાઈનો

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

સમગ્ર હાલારમાં મગફળીના પાકનું વિપુલ ઉત્પાદન થયું છે. ત્યારે યાર્ડના ઈતિહાસમાં ક્યારેય ન લાગી હોય એવી લાઈન આજે જોવા મલી છે. યાર્ડના મુખ્ય દરવાજાથી માંડી છેક ઠેબા ચોકડીને ક્રોસ કરી લાઈન જ લાઈન જોવા મળી હતી. ત્યારે ફરી યાર્ડ આગામી 2-3 દિવસ મગફળીની આવક બંધ કરશે એવા દ્રશ્યો હાલ આ મગફળીની આવક જોઈને દેખાઈ રહ્યા છે.

જામનગર હાપા માર્કેટિંગ યાર્ડમાં તામિલનાડુના વેપારીઓ મગફળીની ખરીદી અર્થે આવતા હોવાથી મગફળીના પૂરતા ભાવ મળી રહ્યા છે. આથી જામનગર જિલ્લાના ખેડૂતો ઉપરાંત દેવભૂમિ દ્વારકા, હળવદ, મોરબી સહિતના આજુબાજુના પંથકના ખેડૂતો મગફળી વેચવા માટે યાર્ડમાં આવી રહ્યા છે લાભ પાંચમથી યાર્ડ શરૂ થયું હતું પરંતુ મગફળીની આવક વધુ હોવાથી મગફળીની હરાજી બંધ રાખવામાં આવી હતી જે ફરી શરૂ કરવામાં આવતા આજે જામનગર યાર્ડ ની બહાર 5 થી 7 કિલોમીટર સુધી મગફળી ભરેલા 700થી વધુ વાહનોની લાંબી લાઈનો જોવા મળી હતી.

હાલ જામનગર માર્કેટિંગ યાર્ડ હાપા ખાતે મગફળીની ઐતિહાસિક વાહનોની લાઈન લાગી છે અને 60 હજાર કરતા વધારે ગુણીની આવક યાર્ડમાં થશે ત્યારે ખેડૂતોને અગવડતા ના પડે તે માટેની યાર્ડ તરફથી સંપૂણ વ્યવસ્થા રાખવામાં આવી છે. બીજી તરફ મગફળીના પૂરતા ભાવ મળતા હોવાથી ખેડૂતો વહેલી સવારથી વાહનોની લાઈન લગાવી ઉભા છે. જામનગર યાર્ડમાં તામિલનાડુના વેપારીઓ ખરીદી કરતા હોવાથી મગફળીના પુરા ભાવ ખેડૂતોને મળી રહ્યા છે જેથી લાઈન હોવા છતાં પણ ખેડૂતો અહીં મગફળીના વેચાણ અર્થે આવ્યા છે અને સારા ભાવની આશા છે.

જામનગર જિલ્લાના અન્ય યાર્ડ ની સરખામણી હાપા માર્કેટિંગ યાર્ડમાં મગફળીના પૂરતા ભાવ મળે છે. 66 નંબરની મગફળી વેચવા માટે અમે આવ્યા છીએ. સવારે 10:00 વાગ્યાથી યાર્ડની બહાર લાઈનો લગાવી છે અને રાત્રે 8 વાગ્યાના સમયગાળા દરમિયાન મગફળીની આવક શરૂ કરવામાં આવી. છતાં પણ અમે સારા ભાવની આશાએ અહીં દિવસ ભર લાઇનમાં ઊભા છીએ.