Junagadh: લીલી પરિક્રમાના રૂટ પર ગુટખા, માવા, બીડી-સિગારેટનું ખુલ્લેઆમ વેચાણ
ગિરનારની લીલી પરિક્રમામાં લાખોની સંખ્યામાં ભાવિક ભક્તો આવી પહોંચતાં હોય છે. તેવામાં પરિક્રમા રૂટ પર ગુટખા, માવા, સીગારેટનું ખુલ્લેઆમ વેચાણ થતું હોવાનું સામે આવ્યું છે. ત્યારે વહિવટી તંત્રના પ્રતિબંધિત પ્લાસ્ટિકના દાવા પોકળ સાબિત થયા છે.વહિવટી તંત્રના સઘન ચેકીંગના દાવા પોકળ સાબિત થયા તાજેતરમાં જ ઈકો સેન્સેટીવ ઝોન લાગુ પડતા જંગલ તથા આસપાસના વિસ્તારોમાં પ્રતિબંધિત પ્લાસ્ટિકના ઉપયોગ કે પેકેઝીંગમાં આવતી ચીજ-વસ્તુઓના વેચાણ પર પ્રતિબંધ લાદવામાં આવ્યો છે. ત્યારે પરિક્રમના રૂટ ઉપર સ્ટોલ કરી જાણે તંત્રએ ખુલ્લો દોર આપ્યો હોય તેવી રીતે ગુટખા, માવા, બીડી અને સીગારેટનું ખુલ્લેઆમ વેચાણ થયું હોવાનો વીડિયો અને ફોટો સામે આવ્યા છે. નિયમોના લીરે લીરા ઉડ્યા આ ફોટો વીડિયોમાં જોઈ શકાય છે કે જાણે તંત્રએ આ પ્રકારની વસ્તુઓનું વેચાણ કરવા માટે લાઈન્સન્સ આપ્યું હોય તેવી રીતે ટેબલ ઉપર ખુલ્લેઆમ ચીજ-વસ્તુઓનું વેચાણ કરવામાં આવી રહ્યું છે. ત્યારે ભાવ અને ભક્તિ કરવા આવતા પરિક્રમાર્થીઓની આસ્થાને ઠેસ પહોંચી રહી છે. બે દિવસમાં જ રૂટ પર ગંદકીના ગંજ જોવા મળ્યા, લોકોના આરોગ્ય પર ખતરો બીજી તરફ અત્યાર સુધી 5 લાખથી વધુ યાત્રિકોએ પરિક્રમાપૂર્ણ કરી લેતાં રૂટ પર ગંદકીના દ્રશ્યો પણ સર્જાયા છે તો ઠેર ઠેર કાગળો અને માવાના પ્લાસ્ટિકો પરિક્રમાર્થીઓ ફેંકીને જતાં રહેલા હતા. આમ, ગંદકીના લીધે અન્ય લોકોના આરોગ્ય પર પણ ખતરો તોળાઈ રહ્યો છે. ત્યારે વહિવટી તંત્રના સઘન ચેકીંગ કરવાના દાવા પોકળ સાબિત થતાં જોવા મળી રહ્યા છે અને તંત્ર દ્વારા આ મામલે વેચાણકર્તાઓ પર કડકમાં કડક કાર્યવાહી કરવામાં આવે અને ગંદકીના ઢગલાઓનો પણ યોગ્ય નિકાલ કરવામાં આવે તેવી લોકો માગ કરી રહ્યા છે.
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
ગિરનારની લીલી પરિક્રમામાં લાખોની સંખ્યામાં ભાવિક ભક્તો આવી પહોંચતાં હોય છે. તેવામાં પરિક્રમા રૂટ પર ગુટખા, માવા, સીગારેટનું ખુલ્લેઆમ વેચાણ થતું હોવાનું સામે આવ્યું છે. ત્યારે વહિવટી તંત્રના પ્રતિબંધિત પ્લાસ્ટિકના દાવા પોકળ સાબિત થયા છે.
વહિવટી તંત્રના સઘન ચેકીંગના દાવા પોકળ સાબિત થયા
તાજેતરમાં જ ઈકો સેન્સેટીવ ઝોન લાગુ પડતા જંગલ તથા આસપાસના વિસ્તારોમાં પ્રતિબંધિત પ્લાસ્ટિકના ઉપયોગ કે પેકેઝીંગમાં આવતી ચીજ-વસ્તુઓના વેચાણ પર પ્રતિબંધ લાદવામાં આવ્યો છે. ત્યારે પરિક્રમના રૂટ ઉપર સ્ટોલ કરી જાણે તંત્રએ ખુલ્લો દોર આપ્યો હોય તેવી રીતે ગુટખા, માવા, બીડી અને સીગારેટનું ખુલ્લેઆમ વેચાણ થયું હોવાનો વીડિયો અને ફોટો સામે આવ્યા છે.
નિયમોના લીરે લીરા ઉડ્યા
આ ફોટો વીડિયોમાં જોઈ શકાય છે કે જાણે તંત્રએ આ પ્રકારની વસ્તુઓનું વેચાણ કરવા માટે લાઈન્સન્સ આપ્યું હોય તેવી રીતે ટેબલ ઉપર ખુલ્લેઆમ ચીજ-વસ્તુઓનું વેચાણ કરવામાં આવી રહ્યું છે. ત્યારે ભાવ અને ભક્તિ કરવા આવતા પરિક્રમાર્થીઓની આસ્થાને ઠેસ પહોંચી રહી છે.
બે દિવસમાં જ રૂટ પર ગંદકીના ગંજ જોવા મળ્યા, લોકોના આરોગ્ય પર ખતરો
બીજી તરફ અત્યાર સુધી 5 લાખથી વધુ યાત્રિકોએ પરિક્રમાપૂર્ણ કરી લેતાં રૂટ પર ગંદકીના દ્રશ્યો પણ સર્જાયા છે તો ઠેર ઠેર કાગળો અને માવાના પ્લાસ્ટિકો પરિક્રમાર્થીઓ ફેંકીને જતાં રહેલા હતા. આમ, ગંદકીના લીધે અન્ય લોકોના આરોગ્ય પર પણ ખતરો તોળાઈ રહ્યો છે. ત્યારે વહિવટી તંત્રના સઘન ચેકીંગ કરવાના દાવા પોકળ સાબિત થતાં જોવા મળી રહ્યા છે અને તંત્ર દ્વારા આ મામલે વેચાણકર્તાઓ પર કડકમાં કડક કાર્યવાહી કરવામાં આવે અને ગંદકીના ઢગલાઓનો પણ યોગ્ય નિકાલ કરવામાં આવે તેવી લોકો માગ કરી રહ્યા છે.