Valsadની વાંકી નદીમાં પૂર આવતા કાર ચાલક તણાતા ગ્રામજનોએ માંડ-માંડ બચાવ્યો
વલસાડ જિલ્લામાં વરસાદથી વાંકી નદીમાં ઘોડાપૂર બોમાપારડીથી કાંજર રણછોડ ગામે જતા માર્ગ પરની ઘટના નીચાણવાળા પુલ પરથી પસાર થતા કાર તણાઈ વલસાડની વાંકી નદીમાં પૂર આવતા કાર ચાલક કાર સાથે તણાયો હતો પરંતુ ગ્રામજનોની મદદથી કાર ચાલકનો જીવ બચ્યો હતો,સ્થાનિકોએ ભેગા મળીને કાર ચાલકનું રેસ્કયૂ કર્યુ હતુ.વલસાડ જિલ્લામાં ભારે વરસાદથી વાંકી નદીમાં ઘોડાપૂર આવ્યું હતું અને આ ઘટના બની હતી.પુલ નીચો હોવાથી પુલ પર પાણી ફરી વળ્યા હતા. કાર ચાલકનો થયો બચાવ વલસાડ તાલુકાના ભોમાંપારડીથી કાંજણરણછોડ ગામે જતા માર્ગ પર પૂરના પાણી ફરી વળતા કાર ચાલક નદીમાં વચ્ચોવચ ફસાઈ ગયો હતો જેના કારણે તેણે બૂમાબૂમ કરતા સ્થાનિકોએ દોરડાની મદદથી રેસ્કયૂ કરીને બચાવ્યો હતો,કાર ચાલકનો તો બચાવ થયો પણ કાર નદીમાં તણાઈ ગઈ હતી.આસપાસના લોકોની મદદથી આ યુવકનો જીવ બચ્યો હતો,બ્રિજ પરથી પસાર થઈ રહ્યો હતો તે દરમિયાન આ ઘટના બની હતી,અચાનક પાણીનો પ્રવાહ કાર તરફ આવ્યો અને કાર ખેંચાઈ ગઈ હતી. નીચાણવાળા વિસ્તારોને કરાયા એલર્ટ વલસાડ જિલ્લામાં ભારે વરસાદ વરસતા નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાયા હતા અને નદીઓમાં ઘોડાપૂર આવ્યું હતુ.નીચાણવાળા વિસ્તારોમાં રહેતા લોકોને તંત્ર દ્રારા નદી પટમાં ન જવા માટે સૂચના આપવામાં આવી છે,તેમજ ફાયર વિભાગની એક ટીમને સ્ટેન્ડબાય રખાઈ છે,મામલતદાર દ્રારા પણ દર કલાકે રીપોર્ટ લેવામાં આવી રહ્યો છે. રાજ્યમાં ફરી એક વખત વરસાદી માહોલ જામ્યો છે રાજ્યમાં નાના-મોટા કુલ 206 જળાશયો છે. આ ચોમાસામાં અત્યાર સુધીમાં નવા પાણીની આવક થતા તમામ જળાશયમાં 64 ટકા જેટલું પાણી છે. જયારે 52 ડેમ પાણીથી 100 ટકા ભરાઈ ગયા છે. જ્યારે રાજ્યની જીવાદોરી સમાન સરદાર સરોવર ડેમમાં 88 ટકા જળ સંગ્રહ છે.ઉત્તરથી લઇ દક્ષિણ ગુજરાતમાં મેઘરાજા મહેરબાન થયા છે. અમદાવાદ, ગાંધીનગર, સુરત, વલસાડ, મહેસાણા, બનાસકાંઠા, સાબરકાંઠા અને પાટણ જિલ્લામાં મેઘ મહેર જોવા મળી છે. મહેસાણા જિલ્લા સહિત તાલુકામાં મેઘો મહેરબાન થયો છે. તેવામાં રાજ્યમાં વરસાદી માહોલ વચ્ચે જળાશયોમાં પાણીની આવક થઇ છે.
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
- વલસાડ જિલ્લામાં વરસાદથી વાંકી નદીમાં ઘોડાપૂર
- બોમાપારડીથી કાંજર રણછોડ ગામે જતા માર્ગ પરની ઘટના
- નીચાણવાળા પુલ પરથી પસાર થતા કાર તણાઈ
વલસાડની વાંકી નદીમાં પૂર આવતા કાર ચાલક કાર સાથે તણાયો હતો પરંતુ ગ્રામજનોની મદદથી કાર ચાલકનો જીવ બચ્યો હતો,સ્થાનિકોએ ભેગા મળીને કાર ચાલકનું રેસ્કયૂ કર્યુ હતુ.વલસાડ જિલ્લામાં ભારે વરસાદથી વાંકી નદીમાં ઘોડાપૂર આવ્યું હતું અને આ ઘટના બની હતી.પુલ નીચો હોવાથી પુલ પર પાણી ફરી વળ્યા હતા.
કાર ચાલકનો થયો બચાવ
વલસાડ તાલુકાના ભોમાંપારડીથી કાંજણરણછોડ ગામે જતા માર્ગ પર પૂરના પાણી ફરી વળતા કાર ચાલક નદીમાં વચ્ચોવચ ફસાઈ ગયો હતો જેના કારણે તેણે બૂમાબૂમ કરતા સ્થાનિકોએ દોરડાની મદદથી રેસ્કયૂ કરીને બચાવ્યો હતો,કાર ચાલકનો તો બચાવ થયો પણ કાર નદીમાં તણાઈ ગઈ હતી.આસપાસના લોકોની મદદથી આ યુવકનો જીવ બચ્યો હતો,બ્રિજ પરથી પસાર થઈ રહ્યો હતો તે દરમિયાન આ ઘટના બની હતી,અચાનક પાણીનો પ્રવાહ કાર તરફ આવ્યો અને કાર ખેંચાઈ ગઈ હતી.
નીચાણવાળા વિસ્તારોને કરાયા એલર્ટ
વલસાડ જિલ્લામાં ભારે વરસાદ વરસતા નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાયા હતા અને નદીઓમાં ઘોડાપૂર આવ્યું હતુ.નીચાણવાળા વિસ્તારોમાં રહેતા લોકોને તંત્ર દ્રારા નદી પટમાં ન જવા માટે સૂચના આપવામાં આવી છે,તેમજ ફાયર વિભાગની એક ટીમને સ્ટેન્ડબાય રખાઈ છે,મામલતદાર દ્રારા પણ દર કલાકે રીપોર્ટ લેવામાં આવી રહ્યો છે.
રાજ્યમાં ફરી એક વખત વરસાદી માહોલ જામ્યો છે
રાજ્યમાં નાના-મોટા કુલ 206 જળાશયો છે. આ ચોમાસામાં અત્યાર સુધીમાં નવા પાણીની આવક થતા તમામ જળાશયમાં 64 ટકા જેટલું પાણી છે. જયારે 52 ડેમ પાણીથી 100 ટકા ભરાઈ ગયા છે. જ્યારે રાજ્યની જીવાદોરી સમાન સરદાર સરોવર ડેમમાં 88 ટકા જળ સંગ્રહ છે.ઉત્તરથી લઇ દક્ષિણ ગુજરાતમાં મેઘરાજા મહેરબાન થયા છે. અમદાવાદ, ગાંધીનગર, સુરત, વલસાડ, મહેસાણા, બનાસકાંઠા, સાબરકાંઠા અને પાટણ જિલ્લામાં મેઘ મહેર જોવા મળી છે. મહેસાણા જિલ્લા સહિત તાલુકામાં મેઘો મહેરબાન થયો છે. તેવામાં રાજ્યમાં વરસાદી માહોલ વચ્ચે જળાશયોમાં પાણીની આવક થઇ છે.