Ahmedabad: CG રોડ પર CCTV લગાવવાનો ખર્ચ એળે : હવે નવા લગાવાશે

શહેરના પશ્ચિમ ઝોનમાં CG રોડને હાઇટેક બનાવવાના બહાને રૂ. 9 કરોડના ખર્ચે નાંખવામાં આવેલા 17 CCTV શોભાના ગાંઠિયા સમાન બની ગયા છે.CG રોડ પર CCTV ચીનની કંપની MAC address હોવાની અને જાસૂસી થઈ શકે તે અંગેની શાસકોને જાણકારી મળ્યા પછી તમામ CCTV ઉતારી લેવામાં આવ્યા છે અને હવે કરોડોનું આંધણ કરીને નવેસરથી CCTV લગાવવાની હિલચાલ હાથ ધરાઈ રહી હોવાનો વિપક્ષી નેતાએ આક્ષેપ કર્યો છે. આ હેતુસર નવેસરથી ટેન્ડર બહાર પાડવામાં આવ્યા છે અને ટેન્ડરમાં મેક એડ્રેસ ઇન્ડિયાનુ હોવુ જોઇએ તેવી શરત ઉમેરવામાં આવી છે. આમ, AMC દ્વારા CCTV પાછળ કરાયેલા ખર્ચ પાણીમાં ગયો છે અને નવા CCTV લાગવવા માટેનો ખર્ચ 'ખાતર પર દીવેલ' સમાન હોવાનું મ્યુનિ. ચર્ચાઈ રહ્યું છે. AMC વિપક્ષી નેતાએ જણાવ્યું હતુ કે, ભૂતકાળમાં CG રોડ ડેવલપ કરાયા પછી પૂર્વ કમિશનરે કોઇ અગમ્ય કારણોસર કરોડો રૂપિયા ખર્ચીને C G રોડ ફારીથી ડેવલપ કરાવ્યો હતો અને C G રોડને હાઇટેક રોડ બનાવવાનાં નામે સ્માર્ટ સ્ટ્રીટ પોલ ઉભા કરીને તેમાં wifi , વાહન ચાર્જીંગ, મોબાઇલ ચાર્જીંગ અને અદ્યતન CCTV કેમેરા લગાવવાના દાવા કરાયા હતા. 2020માં રૂ. 9 કરોડનાં ખર્ચે 17 CCTV કેમેરા લગાવાયા હતા. રૂ. 9 કરોડનું આંધણ કરાયાના લાંબા સમય પછી અચાનક જાણ થઇ કે આ કેમેરા તો મેઇડ ઇન ચાઇના છે. આડકતરી રીતે જાસૂસી થઇ શકે છે.

Ahmedabad: CG રોડ પર CCTV લગાવવાનો ખર્ચ એળે : હવે નવા લગાવાશે

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

શહેરના પશ્ચિમ ઝોનમાં CG રોડને હાઇટેક બનાવવાના બહાને રૂ. 9 કરોડના ખર્ચે નાંખવામાં આવેલા 17 CCTV શોભાના ગાંઠિયા સમાન બની ગયા છે.

CG રોડ પર CCTV ચીનની કંપની MAC address હોવાની અને જાસૂસી થઈ શકે તે અંગેની શાસકોને જાણકારી મળ્યા પછી તમામ CCTV ઉતારી લેવામાં આવ્યા છે અને હવે કરોડોનું આંધણ કરીને નવેસરથી CCTV લગાવવાની હિલચાલ હાથ ધરાઈ રહી હોવાનો વિપક્ષી નેતાએ આક્ષેપ કર્યો છે. આ હેતુસર નવેસરથી ટેન્ડર બહાર પાડવામાં આવ્યા છે અને ટેન્ડરમાં મેક એડ્રેસ ઇન્ડિયાનુ હોવુ જોઇએ તેવી શરત ઉમેરવામાં આવી છે. આમ, AMC દ્વારા CCTV પાછળ કરાયેલા ખર્ચ પાણીમાં ગયો છે અને નવા CCTV લાગવવા માટેનો ખર્ચ 'ખાતર પર દીવેલ' સમાન હોવાનું મ્યુનિ. ચર્ચાઈ રહ્યું છે.

AMC વિપક્ષી નેતાએ જણાવ્યું હતુ કે, ભૂતકાળમાં CG રોડ ડેવલપ કરાયા પછી પૂર્વ કમિશનરે કોઇ અગમ્ય કારણોસર કરોડો રૂપિયા ખર્ચીને C G રોડ ફારીથી ડેવલપ કરાવ્યો હતો અને C G રોડને હાઇટેક રોડ બનાવવાનાં નામે સ્માર્ટ સ્ટ્રીટ પોલ ઉભા કરીને તેમાં wifi , વાહન ચાર્જીંગ, મોબાઇલ ચાર્જીંગ અને અદ્યતન CCTV કેમેરા લગાવવાના દાવા કરાયા હતા. 2020માં રૂ. 9 કરોડનાં ખર્ચે 17 CCTV કેમેરા લગાવાયા હતા. રૂ. 9 કરોડનું આંધણ કરાયાના લાંબા સમય પછી અચાનક જાણ થઇ કે આ કેમેરા તો મેઇડ ઇન ચાઇના છે. આડકતરી રીતે જાસૂસી થઇ શકે છે.