Rajkotમાં રાષ્ટ્રીય ખેલ સ્પર્ધા પહેલા વિવાદ, ખેલાડીઓને બંધ આવાસના મકાનોમાં આપ્યા ઉતારા
રાજકોટમાં રાષ્ટ્રીય ખેલ સ્પર્ધા પહેલા વિવાદ નવો વિવાદ છેડાયો છે,ખેલાડીઓને 4 વર્ષથી બંધ આવાસના મકાનોમાં ઉતારો આપ્યો છે આ આવસના મકાનો એવા છે કે જેમા પાણીની પણ વ્યવસ્થા કરવામા આવી નથી,ગુજરાત સ્પોર્ટસ ઓથોરિટીની બેદરકારી સામે આવી છે.શૌચાલયમાં પણ પાણી ન આવતું હોવાનો આક્ષેપ ખેલાડીઓએ કર્યો છે.રમતના આયોજન માટે કરોડોના બજેટની ફાળવણી રમતના આયોજન માટે કરોડો રૂપિયાની ફાળવણી કરવામાં આવે છે પરંતુ તેની સામે કોઈ સુવિધા આપવામાં આવતી નહી હોવાની વાત સામે આવી છે.અધિકારીઓની બેદરકારીથી ખેલાડીઓને હાલાકી પડી રહી છે,રાષ્ટ્રીય કક્ષાની 3 સ્પર્ધાઓનું રાજકોટમાં આયોજન કરવામાં આવ્યું છે,અને ખેલાડીઓ રાજકોટ પણ પહોંચી ગયા છે.કોઠારીયા રોડ સ્નાનાગાર ખાતે 45 યુનિટના 3,500 તરવૈયાઓ અલગ અલગ તરણ સ્પર્ધામાં ભાગ લેશે અને અંડર 14,17,19 કેટેગરીનું સ્વિમિંગ યોજાશે. ડાઈવિંગ સ્પર્ધાનું આયોજન રાષ્ટ્રીય કક્ષાની અખિલ ભારતીય શાળાકીય સ્વીમીંગ તેમજ ડાઈવિંગ સ્પર્ધાનું આયોજન છે.ભારત ભરમાંથી વિવિધ રાજ્યોના તેમજ સીબીએસસી બોર્ડ,સ્ટેટ બોર્ડ અને સ્કૂલ ગેમ્સ કેન્દ્રીય વિભાગના વિદ્યાર્થીઓ રાજકોટ પહોંચ્યા છે.ખેલાડીઓને થ્રી સ્ટાર હોટલનું કહી આવાસમાં ઉતારો આપવામાં આવ્યો છે જેને લઈ ખેલાડીઓમાં રોશની લાગણી જોવા મળી છે.ભોજન,પીવાનું પાણી નહીં, શૌચાલયમાં પણ પાણી નહીં,જમીન પર ગાદલા પાથરી દેવામાં આવ્યા છે.રાજકોટના ભગવતી પરામાં ચાર વર્ષથી બંધ શહીદ રાજગુરુ ટાઉનશીપમાં કોઈપણ જાતની સુવિધાઓ નહીં જ્યાં વિદ્યાર્થીઓને ઉતારો આપ્યો છે. બહારના રાજયમાંથી આવ્યા છે ખેલાડીઓ આ સ્પર્ધા માટે ખાસ ગુજરાત ઉપરાંત દેશભરનાં વિવિધ રાજ્યોમાંથી કોચ સાથે સ્વિમરો આવી રહ્યા હોય તેમના રહેવા-જમવા અને ઉતારા માટે સરકારનાં માર્ગદર્શન હેઠળ જિલ્લા રમત ગમત અધિકારી વી.પી. જાડેજા અને સ્પર્ધા માટે નિયુક્ત અધિકારી રમાબેનનાં માર્ગદર્શન હેઠળ તૈયારીઓ ચાલી રહી છે. સ્પર્ધામાં ઓલ ઇન્ડિયા, સ્વિમિંગ ફેડરેશન ઓફ ઇન્ડિયાનાં પ્રેસીડેન્ટ, હોદેદારો, રાજકોટ જિલ્લા સ્વિમિંગ એસો.નાં પ્રમુખ ઉમેશભાઇ રાજ્યગુરુ સહિતનાં હાજર રહેશે. અને આ સ્પર્ધાને નિહાળવા ઇચ્છુકો માટે પ્રેક્ષક ગેલેરી ખુલ્લી રહેશે.
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
રાજકોટમાં રાષ્ટ્રીય ખેલ સ્પર્ધા પહેલા વિવાદ નવો વિવાદ છેડાયો છે,ખેલાડીઓને 4 વર્ષથી બંધ આવાસના મકાનોમાં ઉતારો આપ્યો છે આ આવસના મકાનો એવા છે કે જેમા પાણીની પણ વ્યવસ્થા કરવામા આવી નથી,ગુજરાત સ્પોર્ટસ ઓથોરિટીની બેદરકારી સામે આવી છે.શૌચાલયમાં પણ પાણી ન આવતું હોવાનો આક્ષેપ ખેલાડીઓએ કર્યો છે.
રમતના આયોજન માટે કરોડોના બજેટની ફાળવણી
રમતના આયોજન માટે કરોડો રૂપિયાની ફાળવણી કરવામાં આવે છે પરંતુ તેની સામે કોઈ સુવિધા આપવામાં આવતી નહી હોવાની વાત સામે આવી છે.અધિકારીઓની બેદરકારીથી ખેલાડીઓને હાલાકી પડી રહી છે,રાષ્ટ્રીય કક્ષાની 3 સ્પર્ધાઓનું રાજકોટમાં આયોજન કરવામાં આવ્યું છે,અને ખેલાડીઓ રાજકોટ પણ પહોંચી ગયા છે.કોઠારીયા રોડ સ્નાનાગાર ખાતે 45 યુનિટના 3,500 તરવૈયાઓ અલગ અલગ તરણ સ્પર્ધામાં ભાગ લેશે અને અંડર 14,17,19 કેટેગરીનું સ્વિમિંગ યોજાશે.
ડાઈવિંગ સ્પર્ધાનું આયોજન
રાષ્ટ્રીય કક્ષાની અખિલ ભારતીય શાળાકીય સ્વીમીંગ તેમજ ડાઈવિંગ સ્પર્ધાનું આયોજન છે.ભારત ભરમાંથી વિવિધ રાજ્યોના તેમજ સીબીએસસી બોર્ડ,સ્ટેટ બોર્ડ અને સ્કૂલ ગેમ્સ કેન્દ્રીય વિભાગના વિદ્યાર્થીઓ રાજકોટ પહોંચ્યા છે.ખેલાડીઓને થ્રી સ્ટાર હોટલનું કહી આવાસમાં ઉતારો આપવામાં આવ્યો છે જેને લઈ ખેલાડીઓમાં રોશની લાગણી જોવા મળી છે.ભોજન,પીવાનું પાણી નહીં, શૌચાલયમાં પણ પાણી નહીં,જમીન પર ગાદલા પાથરી દેવામાં આવ્યા છે.રાજકોટના ભગવતી પરામાં ચાર વર્ષથી બંધ શહીદ રાજગુરુ ટાઉનશીપમાં કોઈપણ જાતની સુવિધાઓ નહીં જ્યાં વિદ્યાર્થીઓને ઉતારો આપ્યો છે.
બહારના રાજયમાંથી આવ્યા છે ખેલાડીઓ
આ સ્પર્ધા માટે ખાસ ગુજરાત ઉપરાંત દેશભરનાં વિવિધ રાજ્યોમાંથી કોચ સાથે સ્વિમરો આવી રહ્યા હોય તેમના રહેવા-જમવા અને ઉતારા માટે સરકારનાં માર્ગદર્શન હેઠળ જિલ્લા રમત ગમત અધિકારી વી.પી. જાડેજા અને સ્પર્ધા માટે નિયુક્ત અધિકારી રમાબેનનાં માર્ગદર્શન હેઠળ તૈયારીઓ ચાલી રહી છે. સ્પર્ધામાં ઓલ ઇન્ડિયા, સ્વિમિંગ ફેડરેશન ઓફ ઇન્ડિયાનાં પ્રેસીડેન્ટ, હોદેદારો, રાજકોટ જિલ્લા સ્વિમિંગ એસો.નાં પ્રમુખ ઉમેશભાઇ રાજ્યગુરુ સહિતનાં હાજર રહેશે. અને આ સ્પર્ધાને નિહાળવા ઇચ્છુકો માટે પ્રેક્ષક ગેલેરી ખુલ્લી રહેશે.