Valsadમા અતુલ ગામના સ્થાનિકો રોંગ સાઈડ વાહન ચલાવવા મજબૂર, વાંચો Special Story

વલસાડ તાલુકાના અતુલ ગામથી વાડી ફળિયાનો દોઢ કિલોમીટરનો સર્વિસ રોડ અધૂરો મૂકી દેવાતા ચારથી પાંચ ગામના લોકોને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે સ્થાનિક લોકોએ કલેકટરને આવેદનપત્ર આપી સર્વિસ રોડ પૂરો થાય અને ફરી ચાલુ થાય તેવી માંગ કરી છે.જીવના જોખમે સ્થાનિકો હાઇવે પરથી રોંગ સાઈડ અતુલ ગામ આવવા મજબૂર બન્યા છે. રોંગ સાઈડ વાહન ચલાવવા મજબૂર વલસાડ તાલુકાના અતુલ બિલવાળા વાડી ફળિયા જેવા ત્રણથી ચાર જેટલા ગામોના લોકો અતુલ તેમજ વલસાડ આવવા માટે રોંગ સાઈડ આવવા મજબૂર બન્યા છે.સ્થાનિકોનો આક્ષેપ છે કે હાઇવે ઓથોરિટી દ્વારા કોઈના દબાણથી આજે સર્વિસ રોડ છે એ અધૂરો મૂકી તેને આગળ વધાર્યો નથી જેના કારણે ત્રણ વર્ષથી બીનવાળા વાડી ફરિયા તેમજ અતુલ ગામના લોકોને આ રોંગ સાઈડ હાઇવે પર આવવાની ફરજ પડી છે.છેલ્લા ત્રણ વર્ષમાં 10 થી વધુ અકસ્માતો થયા છે. સ્થાનિકોએ વિરોધની ઉચ્ચારી ચિમકી શાળાએ જતા બાળકો નોકરિયાત જતા લોકો તેમજ વલસાડ શહેર તરફ આવતા લોકોએ સર્વિસ રોડના અભાવે રોંગ સાઈડ હાઇવે ઉપર જીવના જોખમે આવવું પડે છે.જેથી સ્થાનિકોએ માંગ કરી છે કે અધુરો સર્વિસ રોડ બને અને લોકોને પડતી સમસ્યા દૂર થાય તે બાબતે તેઓએ કલેક્ટરને પણ આવેદનપત્ર આપ્યું છે.આવનારા દિવસોમાં જો સર્વિસ રોડ ન બને તો મોટી માત્રામાં લોકો સાથે વિરોધ કરવાની પણ સ્થાનિકોએ ચીમકી આપી છે. પાલિકા વિસ્તારના રોડ પણ ખરાબ વલસાડમાં પાલિકા હદ વિસ્તારના રસ્તાઓનું ભારે નુકસાન થતાં શહેરીજનો મુશ્કેલી વેઠી રહ્યા છે ત્યાં હવે હાઇવેથી અબ્રામા-મોગરાવાડીને જોડતો લિન્ક રોડ પર રાઇઝિંગ લાઇન લિકેજ અને વરસાદના માર વચ્ચે ઠેર ઠેર ખાડાઓ પડી જતાં રોજબરોજ આવજા કરનારા કાર,રિક્ષા,ટુ વ્હીલર વાહનચાલકો ત્રાહિમામ પોકારી ઉઠ્યાં છે. અબ્રામા મોગરાવાડીના 20 હજારથી વધુ નાગરિકોને ઉપયોગી છતાં પાલિકા આજદિન સુધી લીપાપોતી કરીને જ ગાડું ગડબડાવી રહી છે.  

Valsadમા અતુલ ગામના સ્થાનિકો રોંગ સાઈડ વાહન ચલાવવા મજબૂર, વાંચો Special Story

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

વલસાડ તાલુકાના અતુલ ગામથી વાડી ફળિયાનો દોઢ કિલોમીટરનો સર્વિસ રોડ અધૂરો મૂકી દેવાતા ચારથી પાંચ ગામના લોકોને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે સ્થાનિક લોકોએ કલેકટરને આવેદનપત્ર આપી સર્વિસ રોડ પૂરો થાય અને ફરી ચાલુ થાય તેવી માંગ કરી છે.જીવના જોખમે સ્થાનિકો હાઇવે પરથી રોંગ સાઈડ અતુલ ગામ આવવા મજબૂર બન્યા છે.

રોંગ સાઈડ વાહન ચલાવવા મજબૂર

વલસાડ તાલુકાના અતુલ બિલવાળા વાડી ફળિયા જેવા ત્રણથી ચાર જેટલા ગામોના લોકો અતુલ તેમજ વલસાડ આવવા માટે રોંગ સાઈડ આવવા મજબૂર બન્યા છે.સ્થાનિકોનો આક્ષેપ છે કે હાઇવે ઓથોરિટી દ્વારા કોઈના દબાણથી આજે સર્વિસ રોડ છે એ અધૂરો મૂકી તેને આગળ વધાર્યો નથી જેના કારણે ત્રણ વર્ષથી બીનવાળા વાડી ફરિયા તેમજ અતુલ ગામના લોકોને આ રોંગ સાઈડ હાઇવે પર આવવાની ફરજ પડી છે.છેલ્લા ત્રણ વર્ષમાં 10 થી વધુ અકસ્માતો થયા છે.


સ્થાનિકોએ વિરોધની ઉચ્ચારી ચિમકી

શાળાએ જતા બાળકો નોકરિયાત જતા લોકો તેમજ વલસાડ શહેર તરફ આવતા લોકોએ સર્વિસ રોડના અભાવે રોંગ સાઈડ હાઇવે ઉપર જીવના જોખમે આવવું પડે છે.જેથી સ્થાનિકોએ માંગ કરી છે કે અધુરો સર્વિસ રોડ બને અને લોકોને પડતી સમસ્યા દૂર થાય તે બાબતે તેઓએ કલેક્ટરને પણ આવેદનપત્ર આપ્યું છે.આવનારા દિવસોમાં જો સર્વિસ રોડ ન બને તો મોટી માત્રામાં લોકો સાથે વિરોધ કરવાની પણ સ્થાનિકોએ ચીમકી આપી છે.

પાલિકા વિસ્તારના રોડ પણ ખરાબ

વલસાડમાં પાલિકા હદ વિસ્તારના રસ્તાઓનું ભારે નુકસાન થતાં શહેરીજનો મુશ્કેલી વેઠી રહ્યા છે ત્યાં હવે હાઇવેથી અબ્રામા-મોગરાવાડીને જોડતો લિન્ક રોડ પર રાઇઝિંગ લાઇન લિકેજ અને વરસાદના માર વચ્ચે ઠેર ઠેર ખાડાઓ પડી જતાં રોજબરોજ આવજા કરનારા કાર,રિક્ષા,ટુ વ્હીલર વાહનચાલકો ત્રાહિમામ પોકારી ઉઠ્યાં છે. અબ્રામા મોગરાવાડીના 20 હજારથી વધુ નાગરિકોને ઉપયોગી છતાં પાલિકા આજદિન સુધી લીપાપોતી કરીને જ ગાડું ગડબડાવી રહી છે.