Rajkotના જસદણમાં DAP ખાતરની સર્જાઈ અછત, ખેડૂતો શિયાળું પાકને લઈ મૂકાયા ચિંતામાં

રાજકોટ જસદણમાં શિયાળુ પાકના વાવેતરની ખેડૂતોએ શરૂઆત કરી દીધી છે,પણ મહત્વની વાતતો એ છે કે પાકની શરૂઆત કરાઈ તેની સામે ડીએપી ખાતરની અછત સર્જાઈ છે જેના કારણે ખેડૂતોને મુશ્કેલી સર્જાઈ રહી છે.છેલ્લા બે મહિનાથી ખેડૂતોને ડીએપી ખાતર મળ્યું ના હોવાનો આક્ષેપ કરવામાં આવી રહ્યો છે,ત્યારે ખેડૂતોની તકલીફ જલદીથી દૂર થાય તેવી આશા ખેડૂતો રાખીને બેઠા છે. ખાતર ના મળતા વધી મુશ્કેલી જસદણમાં DAP ખાતરની અછત ઊભી થઈ છે જેના કારણે ખેડૂતો ડીએપી પાકનું વાવેતર કરી શકતા નથી,છેલ્લા 2 મહિનાથી DAP ખાતરની અછત સર્જાઈ રહી છે તેવું ખેડૂતો માની રહ્યા છે હાલમાં ચણા, જીરુ,લસણ સહિતના પાકના પિયત માટે ખાતર જરૂરી છે,તો ખેડૂતોનું માનવું છે કે,દિવસમાં 2 હજાર DAP ખાતરની જરૂરિયાત છે જેની સામે જોઈએ એ રીતે ખાતર મળતું નથી જેના કારણે ખેડૂતોએ જસદણ સહકારી મંડળીમાં રજૂઆત કરી હતી અને સમસ્યાનું નિરાકરણ આવે તેને લઈ ચર્ચા કરી હતી. ખાતર ન મળતાં શિયાળુ રવિ પાક થવો મુશ્કેલ ચણા,જીરું,લસણ સહિતના પાકને શિયાળુ પિયત કરવા માટે DAPખાતરની જરૂર હોય છે પરંતુ બજારમાં ખાતર જ નહી હોવાથી પાક કરવો મુશ્કેલ છે,ખેડૂતોનું કહેવું છે કે પહેલા વરસાદનો માર સહન કર્યો અને હવે ખાતરને લઈ સમસ્યા ઉભી તઈ થઈ છે,જો સમયસર ખાતર નહી મળે તો પાક કરવો અઘરો પડશે અને જોઈએ એ રીતે પાક નહી થાય.જસદણના ખેડૂતો છેલ્લા બે મહિનાથી ખાતર માટે ધક્કા ખાઈ રહ્યા છે તેવો આક્ષેપ પણ ખેડૂતોએ જ કર્યો છે. શિયાળુ પાકને જરૂરી એવા DAP અને NPK ખાતર શિયાળુ પાક ઘઉં, ચણા, જીરુનું ઉત્પાદન પુષ્કળ પ્રમાણમાં થયું છે પરંતુ પાકને વિકસાવવા માટે જરૂરી ખાતરની અછત વર્તાઈ રહી છે. ખેડૂતો લાઈનમાં ઉભા રહે છે અને કલાકો સુધી લાઈનમાં ઉભા રહેતા માત્ર પાંચ થેલી હાથમાં આવે એવી સ્થિતિ બની રહી છે. જો પાકના વાવેતરના સમયે પૂરતુ ધ્યાન નહીં અપાય તો ખેડૂતને કેટલું નુકસાન જશે એ માત્ર ખેડૂત જ સમજી અને અનુભવી શકે.જૂનાગઢ અને આસપાસના વિસ્તારમાં પણ મગફળી અને તુવેરના પાક માટે DAP અને NPK ખાતરની અછત ઉભી થઈ હતી. 

Rajkotના જસદણમાં DAP ખાતરની સર્જાઈ અછત, ખેડૂતો શિયાળું પાકને લઈ મૂકાયા ચિંતામાં

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

રાજકોટ જસદણમાં શિયાળુ પાકના વાવેતરની ખેડૂતોએ શરૂઆત કરી દીધી છે,પણ મહત્વની વાતતો એ છે કે પાકની શરૂઆત કરાઈ તેની સામે ડીએપી ખાતરની અછત સર્જાઈ છે જેના કારણે ખેડૂતોને મુશ્કેલી સર્જાઈ રહી છે.છેલ્લા બે મહિનાથી ખેડૂતોને ડીએપી ખાતર મળ્યું ના હોવાનો આક્ષેપ કરવામાં આવી રહ્યો છે,ત્યારે ખેડૂતોની તકલીફ જલદીથી દૂર થાય તેવી આશા ખેડૂતો રાખીને બેઠા છે.

ખાતર ના મળતા વધી મુશ્કેલી

જસદણમાં DAP ખાતરની અછત ઊભી થઈ છે જેના કારણે ખેડૂતો ડીએપી પાકનું વાવેતર કરી શકતા નથી,છેલ્લા 2 મહિનાથી DAP ખાતરની અછત સર્જાઈ રહી છે તેવું ખેડૂતો માની રહ્યા છે હાલમાં ચણા, જીરુ,લસણ સહિતના પાકના પિયત માટે ખાતર જરૂરી છે,તો ખેડૂતોનું માનવું છે કે,દિવસમાં 2 હજાર DAP ખાતરની જરૂરિયાત છે જેની સામે જોઈએ એ રીતે ખાતર મળતું નથી જેના કારણે ખેડૂતોએ જસદણ સહકારી મંડળીમાં રજૂઆત કરી હતી અને સમસ્યાનું નિરાકરણ આવે તેને લઈ ચર્ચા કરી હતી.


ખાતર ન મળતાં શિયાળુ રવિ પાક થવો મુશ્કેલ

ચણા,જીરું,લસણ સહિતના પાકને શિયાળુ પિયત કરવા માટે DAPખાતરની જરૂર હોય છે પરંતુ બજારમાં ખાતર જ નહી હોવાથી પાક કરવો મુશ્કેલ છે,ખેડૂતોનું કહેવું છે કે પહેલા વરસાદનો માર સહન કર્યો અને હવે ખાતરને લઈ સમસ્યા ઉભી તઈ થઈ છે,જો સમયસર ખાતર નહી મળે તો પાક કરવો અઘરો પડશે અને જોઈએ એ રીતે પાક નહી થાય.જસદણના ખેડૂતો છેલ્લા બે મહિનાથી ખાતર માટે ધક્કા ખાઈ રહ્યા છે તેવો આક્ષેપ પણ ખેડૂતોએ જ કર્યો છે.

શિયાળુ પાકને જરૂરી એવા DAP અને NPK ખાતર

શિયાળુ પાક ઘઉં, ચણા, જીરુનું ઉત્પાદન પુષ્કળ પ્રમાણમાં થયું છે પરંતુ પાકને વિકસાવવા માટે જરૂરી ખાતરની અછત વર્તાઈ રહી છે. ખેડૂતો લાઈનમાં ઉભા રહે છે અને કલાકો સુધી લાઈનમાં ઉભા રહેતા માત્ર પાંચ થેલી હાથમાં આવે એવી સ્થિતિ બની રહી છે. જો પાકના વાવેતરના સમયે પૂરતુ ધ્યાન નહીં અપાય તો ખેડૂતને કેટલું નુકસાન જશે એ માત્ર ખેડૂત જ સમજી અને અનુભવી શકે.જૂનાગઢ અને આસપાસના વિસ્તારમાં પણ મગફળી અને તુવેરના પાક માટે DAP અને NPK ખાતરની અછત ઉભી થઈ હતી.