Ahmedabad : ફોજદારોના 'ફાંકા', કમિશનર કચેરી સામેજ દારૂબંધીની ઐસીકી તૈસી !

ગુજરાત શહેરમાં દારૂબંધી પર પ્રતિબંધ છે તેમ છત્તા ગુજરાતમાં દારૂ મળી રહ્યો છે,અને હા દારૂમાં પણ પોલીસ દારૂની મહેફિલ માણતી ધોળા દિવસે નજરે આવી છે,સંદેશ ન્યૂઝના કેમેરામા જાહેરમાં દારૂ પીતી પોલીસ ઝડપાઈ છે,નવી પોલીસ કમિશનર કચેરીના સામેના રોડ પર બાઈક પાર્ક કરીને બે-થી ત્રણ પોલીસ કર્મીઓ બિંદાસ રીતે દારૂની મહેફિલ માણતા નજરે પડયા છે. પોલીસ પી રહી છે જાહેરમાં દારૂ પોલીસ જાહેરમાં દારૂ પી રહી છે તેવો વીડિયો સંદેશના કેમેરામાં કેદ થયો છે,આજે સવારે શસ્ત્રપૂજન હતુ અને ત્યારબાદ સામેના રોડ પર બાઈક પર દારૂનો ગ્લાસ ભરીને બાઈટીંગ હાથમાં રાખીને પોલીસ દારૂની મજા માણી રહી છે.પોલીસ કમિશનર કચેરી રોડ પર જ દારૂની મહેફિલ માણી રહ્યાં છે પોલીસકર્મીઓ ત્યારે શાહીબાગ પોલીસ આવા પોલીસ કર્મીઓ સામે શું પગલા ભરે છે તે જોવાનું રહ્યું,શું સામાન્ય ગુનાની કલમ લગાવીને જામીન તો નહી આપી દેવાય ને ? પોલીસ કમિશનરે આપ્યા તપાસના આદેશ આ સમગ્ર ઘટનાને લઈ પોલીસ કમિશનર જી.એસ.મલિકે તપાસના આદેશ આપ્યા છે.આ જોઈને તો એમ લાગે કે જાણે ગુજરાતમાં દારૂ પીવો કોઈ ગુનો જ નથી,ત્યારે એક ખાખી વર્ધીનું સિમ્બોલ લઈને ફરતા પોલીસને આ શરમ નથી આવતી,પોલીસનો લોગો પહેરેલી ટી-શર્ટ પહેરીને આ પોલીસ દારૂ પી રહી છે.આસપાસ તપાસ કરી તો તે જ જગ્યા પર દારૂની ખાલી બોટલો તેમજ બિયરના ખાલી ટીન પણ મળી આવ્યા હતા.અમદાવાદ પોલીસના આ પોલીસકર્મીઓ કે જેણે દારૂની મહેફિલ માણી છે તે લોકોને શરમ આવી જોઈએ શરમ.અમદાવાદ પોલીસ અને ગૃહરાજયમંત્રી હર્ષ સંઘવી પણ ગંભીર નોંધ તે જરૂરી બન્યું છે. બીજા કોઈ દારૂ પીવે તો પોલીસ ગુનો નોંધે છે ગુજરાતમાં કોઈ દારૂ સાથે પકડાયું હોય તો તોડ કરીને પોલીસ છોડી દે છે આવી ઘટનાઓ ઘણી પ્રકાશમાં આવી છે.ત્યારે પોલીસકર્મી કયાંથી દારૂ લાવ્યા હશે અને જો બુટલેગર પાસેથી દારૂ લાવ્યા હશે તો તેની સામે કેમ ગુનો નોંધ્યો નથી,શું પોલીસ પણ બુટલેગરો સાથે મળી ગઈ છે કે શું ? આ ગાંધીના ગુજરાતમાં દારૂ પીવો છો અને પોલીસનું સિમ્બોલ લઈને ફરો છો તો શરમ નથી આવતી તમને આવી રીતે જાહેરમાં દારૂ પીતા.બીજો કોઈ સામાન્ય નાગરિક પીતો હોય તો તમે કાર્યાવાહી કરો છો.શાહીબાગ પોલીસ કાર્યવાહી કરો. 24 ફેબ્રુઆરી 2024ના રોજ ખેડામાં દારૂની મહેફિલનો વિડીયો વાયરલ થયો હતો સોશિયલ મીડિયામાં વાયરલ થયેલા એક વિડીયોમાં ખેડા જિલ્લા પોલીસના ત્રણ પોલીસ ઈન્સ્પેક્ટર સહિત કુલ 6 જણા દેખાય છે. જ્યારે એક વ્યક્તિ અન્ય ઘટના સ્થળે હાજર છે. ડાઈનીંગ ટેબલ પર ચાલી રહેલી કથિત દારૂની મહેફિલ દરમિયાન બે જણા કોઈ વાતને લઈને ઝગડી પડે છે અને ગાળો સાથે મારામારી પર ઉતરી આવે છે. પ્રાપ્ત માહિતી અનુસાર ઝગડો કરનારા બંને શખ્સો આણંદ ખાતે રહે છે અને એન્જિનીયર છે. વિડીયોમાં ટેબલ પર દારૂની બોટલ અને ગ્લાસ પડેલા હોય તેવું પણ દેખાઈ રહ્યું છે. ખેડા પોલીસમાં ફરજ બજાવતા PI ની હાજરીમાં થયેલી મારામારી-ગાળાગાળીનો વિડીયો વાયરલ થતાં ચકચાર મચી ગઈ હતી. 14 જાન્યુઆરી 2024ના રોજ વડોદરામાં એક પોલીસકર્મી સરકારી ગાડીમાં પીતો હતો દારૂ ઉત્તરાયણના દિવસે લોકો અગાશી પર મજાના મૂડમાં હતા. ત્યારે જેપી રોડ પોલીસ સ્ટેશનની શી-ટીમને ફાળવેલી સત્તાવાર વાહન કારમાં દારૂ પીવાતો હતો. હેડ કોન્સ્ટેબલ તેના મિત્રો સાથે દારૂ ઢીંચી રહેલી હાલતમાં ઝડપાઇ ગયા હતા. હેડ કોન્સ્ટેબલ ઉત્તરાયણની બપોરે મુજમહુડા હનુમાનજી મંદિર પાસે દારૂ પીતા ઝડપાયા હતા. હેડ કોન્સ્ટેબલ નવદીપસિંહ સરવૈયા મુંજમહુડા પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવતા હતા. પીસીઆર ગાડીમાં હેડ કોન્સ્ટેબલ અને તેના મિત્રો માલ કહાર અને સાકીર મણિયાર પણ દારૂની મહેફિલમાં જોડાયા હતા.જાહેરમાં PCR વાનમાં દારૂની મહેફીલ માણતા હતા, જેથી એક જાગૃત નાગરિકની નજર તેમના પર પડી હતી. તેમણે પોલીસ કન્ટ્રોલ રૂમમાં ફોન કરીને આ અંગે જાણ કરી હતી. 

Ahmedabad : ફોજદારોના 'ફાંકા', કમિશનર કચેરી સામેજ દારૂબંધીની ઐસીકી તૈસી !

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

ગુજરાત શહેરમાં દારૂબંધી પર પ્રતિબંધ છે તેમ છત્તા ગુજરાતમાં દારૂ મળી રહ્યો છે,અને હા દારૂમાં પણ પોલીસ દારૂની મહેફિલ માણતી ધોળા દિવસે નજરે આવી છે,સંદેશ ન્યૂઝના કેમેરામા જાહેરમાં દારૂ પીતી પોલીસ ઝડપાઈ છે,નવી પોલીસ કમિશનર કચેરીના સામેના રોડ પર બાઈક પાર્ક કરીને બે-થી ત્રણ પોલીસ કર્મીઓ બિંદાસ રીતે દારૂની મહેફિલ માણતા નજરે પડયા છે.

પોલીસ પી રહી છે જાહેરમાં દારૂ

પોલીસ જાહેરમાં દારૂ પી રહી છે તેવો વીડિયો સંદેશના કેમેરામાં કેદ થયો છે,આજે સવારે શસ્ત્રપૂજન હતુ અને ત્યારબાદ સામેના રોડ પર બાઈક પર દારૂનો ગ્લાસ ભરીને બાઈટીંગ હાથમાં રાખીને પોલીસ દારૂની મજા માણી રહી છે.પોલીસ કમિશનર કચેરી રોડ પર જ દારૂની મહેફિલ માણી રહ્યાં છે પોલીસકર્મીઓ ત્યારે શાહીબાગ પોલીસ આવા પોલીસ કર્મીઓ સામે શું પગલા ભરે છે તે જોવાનું રહ્યું,શું સામાન્ય ગુનાની કલમ લગાવીને જામીન તો નહી આપી દેવાય ને ?


પોલીસ કમિશનરે આપ્યા તપાસના આદેશ

આ સમગ્ર ઘટનાને લઈ પોલીસ કમિશનર જી.એસ.મલિકે તપાસના આદેશ આપ્યા છે.આ જોઈને તો એમ લાગે કે જાણે ગુજરાતમાં દારૂ પીવો કોઈ ગુનો જ નથી,ત્યારે એક ખાખી વર્ધીનું સિમ્બોલ લઈને ફરતા પોલીસને આ શરમ નથી આવતી,પોલીસનો લોગો પહેરેલી ટી-શર્ટ પહેરીને આ પોલીસ દારૂ પી રહી છે.આસપાસ તપાસ કરી તો તે જ જગ્યા પર દારૂની ખાલી બોટલો તેમજ બિયરના ખાલી ટીન પણ મળી આવ્યા હતા.અમદાવાદ પોલીસના આ પોલીસકર્મીઓ કે જેણે દારૂની મહેફિલ માણી છે તે લોકોને શરમ આવી જોઈએ શરમ.અમદાવાદ પોલીસ અને ગૃહરાજયમંત્રી હર્ષ સંઘવી પણ ગંભીર નોંધ તે જરૂરી બન્યું છે.

બીજા કોઈ દારૂ પીવે તો પોલીસ ગુનો નોંધે છે

ગુજરાતમાં કોઈ દારૂ સાથે પકડાયું હોય તો તોડ કરીને પોલીસ છોડી દે છે આવી ઘટનાઓ ઘણી પ્રકાશમાં આવી છે.ત્યારે પોલીસકર્મી કયાંથી દારૂ લાવ્યા હશે અને જો બુટલેગર પાસેથી દારૂ લાવ્યા હશે તો તેની સામે કેમ ગુનો નોંધ્યો નથી,શું પોલીસ પણ બુટલેગરો સાથે મળી ગઈ છે કે શું ? આ ગાંધીના ગુજરાતમાં દારૂ પીવો છો અને પોલીસનું સિમ્બોલ લઈને ફરો છો તો શરમ નથી આવતી તમને આવી રીતે જાહેરમાં દારૂ પીતા.બીજો કોઈ સામાન્ય નાગરિક પીતો હોય તો તમે કાર્યાવાહી કરો છો.શાહીબાગ પોલીસ કાર્યવાહી કરો.

24 ફેબ્રુઆરી 2024ના રોજ ખેડામાં દારૂની મહેફિલનો વિડીયો વાયરલ થયો હતો

સોશિયલ મીડિયામાં વાયરલ થયેલા એક વિડીયોમાં ખેડા જિલ્લા પોલીસના ત્રણ પોલીસ ઈન્સ્પેક્ટર સહિત કુલ 6 જણા દેખાય છે. જ્યારે એક વ્યક્તિ અન્ય ઘટના સ્થળે હાજર છે. ડાઈનીંગ ટેબલ પર ચાલી રહેલી કથિત દારૂની મહેફિલ દરમિયાન બે જણા કોઈ વાતને લઈને ઝગડી પડે છે અને ગાળો સાથે મારામારી પર ઉતરી આવે છે. પ્રાપ્ત માહિતી અનુસાર ઝગડો કરનારા બંને શખ્સો આણંદ ખાતે રહે છે અને એન્જિનીયર છે. વિડીયોમાં ટેબલ પર દારૂની બોટલ અને ગ્લાસ પડેલા હોય તેવું પણ દેખાઈ રહ્યું છે. ખેડા પોલીસમાં ફરજ બજાવતા PI ની હાજરીમાં થયેલી મારામારી-ગાળાગાળીનો વિડીયો વાયરલ થતાં ચકચાર મચી ગઈ હતી.

14 જાન્યુઆરી 2024ના રોજ વડોદરામાં એક પોલીસકર્મી સરકારી ગાડીમાં પીતો હતો દારૂ

ઉત્તરાયણના દિવસે લોકો અગાશી પર મજાના મૂડમાં હતા. ત્યારે જેપી રોડ પોલીસ સ્ટેશનની શી-ટીમને ફાળવેલી સત્તાવાર વાહન કારમાં દારૂ પીવાતો હતો. હેડ કોન્સ્ટેબલ તેના મિત્રો સાથે દારૂ ઢીંચી રહેલી હાલતમાં ઝડપાઇ ગયા હતા. હેડ કોન્સ્ટેબલ ઉત્તરાયણની બપોરે મુજમહુડા હનુમાનજી મંદિર પાસે દારૂ પીતા ઝડપાયા હતા. હેડ કોન્સ્ટેબલ નવદીપસિંહ સરવૈયા મુંજમહુડા પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવતા હતા. પીસીઆર ગાડીમાં હેડ કોન્સ્ટેબલ અને તેના મિત્રો માલ કહાર અને સાકીર મણિયાર પણ દારૂની મહેફિલમાં જોડાયા હતા.જાહેરમાં PCR વાનમાં દારૂની મહેફીલ માણતા હતા, જેથી એક જાગૃત નાગરિકની નજર તેમના પર પડી હતી. તેમણે પોલીસ કન્ટ્રોલ રૂમમાં ફોન કરીને આ અંગે જાણ કરી હતી.