Rajkotના 8 સહિત સૌરાષ્ટ્રના PGVCLના 50 કોન્ટ્રાક્ટરને નોટિસ, જાણો કેમ?
PGVCL કોન્ટ્રાકટર હડતાળ પર ઉતરતા PGVCL કોન્ટ્રાક્ટરોને નોટિસ ફટકરાઈ છે. PGVCL હડતાળને લઇ રાજકોટના 8 સહિત સૌરાષ્ટ્રના 50 કોન્ટ્રાકટરને નોટિસ ફટકારવામાં આવી છે. હડતાળ પૂર્ણ નહી કરે તો વર્ક ઓર્ડરની શરતો ભંગ સબબ કાર્યવાહી કરવા આવશે.ગુજરાત સરકારની માલિકીની પશ્વિમ ગુજરાત વીજ કંપની યાને પીજીવીસીએલના ખાનગી કોન્ટ્રાક્ટરોએ ભાવ વધારાના મુદ્દે હડતાળ પાડતા કામો અટકી પડ્યા હતા. ખાનગી કોન્ટ્રાક્ટરોએ વિવિધ પ્રકારના કોન્ટ્રાક્ટમાં ભાવવધારાની માંગ સાથે તંત્રનું નાક દબાવ્યું છે. માંગ સ્વીકારવામાં ન આવતા કોન્ટ્રાક્ટર બેમુદતી હડતાળ પર ઉતરી ગયા છે. હડતાળ પર ઉતરતા PGVCLના કોન્ટ્રાક્ટરોને નોટિસરાજકોટના 8 સહિત સૌરાષ્ટ્રના 50 કોન્ટ્રાક્ટરને નોટિસ હડતાળ પૂર્ણ નહીં કરે તો થશે કાર્યવાહી વર્કઓર્ડરની શરતોભંગ સબબ થશે કાર્યવાહી કોન્ટ્રાક્ટરો દ્વારા કૃષિમંત્રી સાથે કરાઈ હતી બેઠક સોમવારે ઊર્જામંત્રી સાથે કોન્ટ્રાક્ટરો કરશે બેઠક 40 ટકા ભાવ વધારાની માંગ સાથે છે હડતાળ પર મળતી માહિતી મુજબ, PGVCLના કોન્ટ્રાક્ટરો દ્વારા 40 ટકા ભાવ વધારાની માંગ સાથે હડતાળ પર ઉતર્યા છે. PGVCLના કોન્ટ્રાક્ટરોએ સમગ્ર મામલે કૃષિ મંત્રી સાથે બેઠક કરવામાં આવી હતી, જોકે માગણી નહીં સંતોષતા મામલો વધુ ઉગ્ર બન્યો હતો અને PGVCLના કોન્ટ્રાક્ટરોએ હડતાળ યથાવત રાખી હતી. PGVCL કોન્ટ્રાકટર હડતાળ પર ઉતરતા નોટિસ ફટકરાઈ છે. આગામી સોમવારે ઊર્જા મંત્રી સાથે બેઠક યોજવામાં આવશે.
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
PGVCL કોન્ટ્રાકટર હડતાળ પર ઉતરતા PGVCL કોન્ટ્રાક્ટરોને નોટિસ ફટકરાઈ છે. PGVCL હડતાળને લઇ રાજકોટના 8 સહિત સૌરાષ્ટ્રના 50 કોન્ટ્રાકટરને નોટિસ ફટકારવામાં આવી છે. હડતાળ પૂર્ણ નહી કરે તો વર્ક ઓર્ડરની શરતો ભંગ સબબ કાર્યવાહી કરવા આવશે.
ગુજરાત સરકારની માલિકીની પશ્વિમ ગુજરાત વીજ કંપની યાને પીજીવીસીએલના ખાનગી કોન્ટ્રાક્ટરોએ ભાવ વધારાના મુદ્દે હડતાળ પાડતા કામો અટકી પડ્યા હતા. ખાનગી કોન્ટ્રાક્ટરોએ વિવિધ પ્રકારના કોન્ટ્રાક્ટમાં ભાવવધારાની માંગ સાથે તંત્રનું નાક દબાવ્યું છે. માંગ સ્વીકારવામાં ન આવતા કોન્ટ્રાક્ટર બેમુદતી હડતાળ પર ઉતરી ગયા છે.
હડતાળ પર ઉતરતા PGVCLના કોન્ટ્રાક્ટરોને નોટિસ
- રાજકોટના 8 સહિત સૌરાષ્ટ્રના 50 કોન્ટ્રાક્ટરને નોટિસ
- હડતાળ પૂર્ણ નહીં કરે તો થશે કાર્યવાહી
- વર્કઓર્ડરની શરતોભંગ સબબ થશે કાર્યવાહી
- કોન્ટ્રાક્ટરો દ્વારા કૃષિમંત્રી સાથે કરાઈ હતી બેઠક
- સોમવારે ઊર્જામંત્રી સાથે કોન્ટ્રાક્ટરો કરશે બેઠક
- 40 ટકા ભાવ વધારાની માંગ સાથે છે હડતાળ પર
મળતી માહિતી મુજબ, PGVCLના કોન્ટ્રાક્ટરો દ્વારા 40 ટકા ભાવ વધારાની માંગ સાથે હડતાળ પર ઉતર્યા છે. PGVCLના કોન્ટ્રાક્ટરોએ સમગ્ર મામલે કૃષિ મંત્રી સાથે બેઠક કરવામાં આવી હતી, જોકે માગણી નહીં સંતોષતા મામલો વધુ ઉગ્ર બન્યો હતો અને PGVCLના કોન્ટ્રાક્ટરોએ હડતાળ યથાવત રાખી હતી. PGVCL કોન્ટ્રાકટર હડતાળ પર ઉતરતા નોટિસ ફટકરાઈ છે. આગામી સોમવારે ઊર્જા મંત્રી સાથે બેઠક યોજવામાં આવશે.