Viramgam: વિરમગામમાં ચાઇનીઝ દોરીના જથ્થા સાથે યુવાન ઝડપાયો

પતંગ ચગાવવા ઉપયોગમાં લેવાતી પ્રતિબંધિત ચાઇનીઝ દોરીના વેચાણ માટે ઐતિહાસિક મુનસર તળાવ પાસે ઇદગાહ નજીક દોરી જથ્થા સાથે યુવાન ઊભો હોવાની બાતમી પોલીસને રવીવારે મળતા પોલીસ સ્થળ પર પહોંચી હતી.જ્યાં તપાસ કરતા એક યુવાન પાસેથી પ્લાસ્ટિક થેલી માંથી દસ ચાઇનીઝ દોરીના રીલનો જથ્થો મળી આવ્યો હતો.તેની ધરપકડ કરી પુછ પરછ કરતા યુવાને રાજુ મેલાભાઈ ઠાકોર રહેવાસી થોરી વડગાસનો હોવાની ઓળખ આપી હતી.તેમજ પોલીસે લાલ આંખ કરતા બીજો જથ્થો થોરી તેના ઘરના વાળા માં રાખ્યાની અને આ જથ્થો પાટડી ના દર્શન ઘનશ્યામભાઈ ઠક્કર પાસેથી મેળવ્યાનુ જણાવ્યુ હતુ.પોલીસે થોરી વડગાસ રાજુના ઘરના વાળા માંથી વધુ ત્રણ ખોખા ચાઇના દોરી રિલ કબજે કર્યા હતા.પોલીસે દસ હજાર વારના કુલ 77000કિંમતના કુલ 154 રિલનો મુદ્દામાલ કબજે કરી રાજુ ઠાકોર અને દર્શન ઠક્કર વિરુદ્ધમાં ગુનો નોંધી પાટડીના દર્શન ઠક્કર ની ધરપકડ માટે ચક્રો ગતીમાન કર્યા હતા.

Viramgam: વિરમગામમાં ચાઇનીઝ દોરીના જથ્થા સાથે યુવાન ઝડપાયો

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

પતંગ ચગાવવા ઉપયોગમાં લેવાતી પ્રતિબંધિત ચાઇનીઝ દોરીના વેચાણ માટે ઐતિહાસિક મુનસર તળાવ પાસે ઇદગાહ નજીક દોરી જથ્થા સાથે યુવાન ઊભો હોવાની બાતમી પોલીસને રવીવારે મળતા પોલીસ સ્થળ પર પહોંચી હતી.

જ્યાં તપાસ કરતા એક યુવાન પાસેથી પ્લાસ્ટિક થેલી માંથી દસ ચાઇનીઝ દોરીના રીલનો જથ્થો મળી આવ્યો હતો.તેની ધરપકડ કરી પુછ પરછ કરતા યુવાને રાજુ મેલાભાઈ ઠાકોર રહેવાસી થોરી વડગાસનો હોવાની ઓળખ આપી હતી.તેમજ પોલીસે લાલ આંખ કરતા બીજો જથ્થો થોરી તેના ઘરના વાળા માં રાખ્યાની અને આ જથ્થો પાટડી ના દર્શન ઘનશ્યામભાઈ ઠક્કર પાસેથી મેળવ્યાનુ જણાવ્યુ હતુ.પોલીસે થોરી વડગાસ રાજુના ઘરના વાળા માંથી વધુ ત્રણ ખોખા ચાઇના દોરી રિલ કબજે કર્યા હતા.પોલીસે દસ હજાર વારના કુલ 77000કિંમતના કુલ 154 રિલનો મુદ્દામાલ કબજે કરી રાજુ ઠાકોર અને દર્શન ઠક્કર વિરુદ્ધમાં ગુનો નોંધી પાટડીના દર્શન ઠક્કર ની ધરપકડ માટે ચક્રો ગતીમાન કર્યા હતા.