TRP ગેમઝોન અગ્નિકાંડ મુદ્દે આજથી સુનાવણી શરૂ થશે, દસ્તાવેજી પુરાવા કોર્ટમાં અપાયા
TRP અગ્નિકાંડને લઈ આજથી કોર્ટમાં સુનાવણી શરૂ થશે જેમાં અગ્નિકાંડના 15 આરોપીઓ હાલ રાજકોટ જેલમાં બંધ છે,તો SIT દ્વારા કોર્ટમાં તમામ પુરાવા રજૂ કરી દેવાયા છે તેમજ 400થી વધુ પાનાનાં પુરાવા કોર્ટમાં રજૂ કરાયા છે.અમુક આરોપીઓ દ્વારા અત્યારે વકીલ રોકવામાં ન આવતા કોર્ટ કાર્યવાહી થી થતો હતો વિલંબ તો કોર્ટે આરોપીની કાઢી હતી ઝાટકણી. પુરાવા કોર્ટમાં રજૂ કરાયા સ્પે.પીપીએ 5000 પાનાના દસ્તાવેજી પુરાવા કોર્ટમાં રજૂ કર્યા છે જેમાં કેસ ઝડપથી ચલાવવા સરકાર પક્ષે મજબૂત પ્રયાસ હાથ ધરવામાં આવ્યા છે આ કેસમાં કોઈને પણ છોડવામાં આવશે નહી તેને લઈ સરકાર પણ મક્કમ છે સાથે સાથે 11 નવેમ્બર સુધીમાં આરોપીઓને વકીલ રોકી ચાર્જ બાબતે રજૂઆત કરી લેવા કોર્ટે ટકોર કરી છે,467 દસ્તાવેજી પુરાવાઓ કોર્ટ સમક્ષ રજૂ કરવામાં આવ્યા છે.સત્તાધીશો અને ટીઆરપી ગેમ ઝોનના માલિકોની મિલીભગતથી રાજકોટમાં ઈતિહાસનો સૌથી દર્દનાક અગ્નિકાંડ સર્જાયો હતો. જેમાં 27 નિર્દોષ લોકોના મૃત્યુ નીપજ્યા હતા. TRP ગેમઝોનમાં અગ્નિકાંડનો મુખ્ય આરોપી સાગઠીયાને હવે જેલ હવાલે રાજકોટ TRP ગેમઝોનમાં અગ્નિકાંડનો મુખ્ય આરોપી સાગઠીયાને હવે જેલ હવાલે કરાયો છે. જેલમાં સાગઠીયા ટીપીઓ નહીં પરંતુ કેદી નંબર 2096 તરીકે ઓળખાઇ રહ્યો છે. સાગઠીયા પાસેથી પૈસા પડાવવા મામલે જેલની અંદરના કેદી અંગે પણ તપાસ કરાશે. જેલની અંદર સાગઠીયા અને કેદી વચ્ચેની વાતચીતના સીસીટીવીની ચકાસણી કરાશે. ગયા મહિને જ રાજકોટ અગ્નિકાંડમાં RMCના 4 અધિકારીને સસ્પેન્ડ કરવામાં આવ્યા હતા. સાથે જ કરોડોની બેનામી સંપત્તિના માલિક મનસુખ સાગઠિયાને પણ ફરજ મુક્ત કરી દેવામાં આવ્યો હતો. હાઈકોર્ટે વિભાગની ઝાટકણી કાઢી હતી રાજકોટના અગ્નિકાંડ બાદ સમગ્ર મુદ્દે હાઇકોર્ટની વિશેષ બેન્ચ સમક્ષ સુનાવણી હાથ ધરાઇ હતી, ત્યારે, આ ઘટના માનવસર્જિત હોવાનું કોર્ટે નોંધ્યું છે. આ ગેમ ઝોનમાં નિર્દોષ બાળકોના જીવ ગયા હોવાની કોર્ટે નોંધ લીધી હતી. તેમજ, ગેમિંગ ઝોન ચલાવવા અને બનાવવા માટેની પરવાની ન લીધી હોવાનું પણ કોર્ટના ધ્યાને મૂકાયું છે, ત્યારે અમદાવાદ, વડોદરા, સુરત, રાજકોટ સહિતના કોર્પોરેશન પાસે હાઇકોર્ટે ખુલાસો માગ્યો છે અને આ ખુલાસો એક જ દિવસમાં આપી દેવા કડક નિર્દેશ પણ કર્યા છે.
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
TRP અગ્નિકાંડને લઈ આજથી કોર્ટમાં સુનાવણી શરૂ થશે જેમાં અગ્નિકાંડના 15 આરોપીઓ હાલ રાજકોટ જેલમાં બંધ છે,તો SIT દ્વારા કોર્ટમાં તમામ પુરાવા રજૂ કરી દેવાયા છે તેમજ 400થી વધુ પાનાનાં પુરાવા કોર્ટમાં રજૂ કરાયા છે.અમુક આરોપીઓ દ્વારા અત્યારે વકીલ રોકવામાં ન આવતા કોર્ટ કાર્યવાહી થી થતો હતો વિલંબ તો કોર્ટે આરોપીની કાઢી હતી ઝાટકણી.
પુરાવા કોર્ટમાં રજૂ કરાયા
સ્પે.પીપીએ 5000 પાનાના દસ્તાવેજી પુરાવા કોર્ટમાં રજૂ કર્યા છે જેમાં કેસ ઝડપથી ચલાવવા સરકાર પક્ષે મજબૂત પ્રયાસ હાથ ધરવામાં આવ્યા છે આ કેસમાં કોઈને પણ છોડવામાં આવશે નહી તેને લઈ સરકાર પણ મક્કમ છે સાથે સાથે 11 નવેમ્બર સુધીમાં આરોપીઓને વકીલ રોકી ચાર્જ બાબતે રજૂઆત કરી લેવા કોર્ટે ટકોર કરી છે,467 દસ્તાવેજી પુરાવાઓ કોર્ટ સમક્ષ રજૂ કરવામાં આવ્યા છે.સત્તાધીશો અને ટીઆરપી ગેમ ઝોનના માલિકોની મિલીભગતથી રાજકોટમાં ઈતિહાસનો સૌથી દર્દનાક અગ્નિકાંડ સર્જાયો હતો. જેમાં 27 નિર્દોષ લોકોના મૃત્યુ નીપજ્યા હતા.
TRP ગેમઝોનમાં અગ્નિકાંડનો મુખ્ય આરોપી સાગઠીયાને હવે જેલ હવાલે
રાજકોટ TRP ગેમઝોનમાં અગ્નિકાંડનો મુખ્ય આરોપી સાગઠીયાને હવે જેલ હવાલે કરાયો છે. જેલમાં સાગઠીયા ટીપીઓ નહીં પરંતુ કેદી નંબર 2096 તરીકે ઓળખાઇ રહ્યો છે. સાગઠીયા પાસેથી પૈસા પડાવવા મામલે જેલની અંદરના કેદી અંગે પણ તપાસ કરાશે. જેલની અંદર સાગઠીયા અને કેદી વચ્ચેની વાતચીતના સીસીટીવીની ચકાસણી કરાશે. ગયા મહિને જ રાજકોટ અગ્નિકાંડમાં RMCના 4 અધિકારીને સસ્પેન્ડ કરવામાં આવ્યા હતા. સાથે જ કરોડોની બેનામી સંપત્તિના માલિક મનસુખ સાગઠિયાને પણ ફરજ મુક્ત કરી દેવામાં આવ્યો હતો.
હાઈકોર્ટે વિભાગની ઝાટકણી કાઢી હતી
રાજકોટના અગ્નિકાંડ બાદ સમગ્ર મુદ્દે હાઇકોર્ટની વિશેષ બેન્ચ સમક્ષ સુનાવણી હાથ ધરાઇ હતી, ત્યારે, આ ઘટના માનવસર્જિત હોવાનું કોર્ટે નોંધ્યું છે. આ ગેમ ઝોનમાં નિર્દોષ બાળકોના જીવ ગયા હોવાની કોર્ટે નોંધ લીધી હતી. તેમજ, ગેમિંગ ઝોન ચલાવવા અને બનાવવા માટેની પરવાની ન લીધી હોવાનું પણ કોર્ટના ધ્યાને મૂકાયું છે, ત્યારે અમદાવાદ, વડોદરા, સુરત, રાજકોટ સહિતના કોર્પોરેશન પાસે હાઇકોર્ટે ખુલાસો માગ્યો છે અને આ ખુલાસો એક જ દિવસમાં આપી દેવા કડક નિર્દેશ પણ કર્યા છે.