Nagarpalika Election: સ્થાનિક કક્ષાએ ઉમેદવારની પસંદગી કરવા કોંગ્રેસનો નિર્ણય
72 ન.પા.ની ચૂંટણી માટે સંકલન સમિતિની રચના કોંગ્રેસના 3 નેતાઓનો સમિતિમાં કરાયો સમાવેશ બળદેવ લુણી, રાજુ બ્રહ્મભટ્ટની કરાઈ નિમણૂક રાજ્યમાં આગામી દિવસોમાં યોજાનાર નગરપાલિકાની ચૂંટણીને લઈને કોંગ્રેસે મહત્ત્વના નિર્ણય લીધા છે. 72 નગરપાલિકાની ચૂંટણી માટે સંકલન સમિતિની રચના કરવામાં આવી છે. કોંગ્રેસના 3 નેતાઓનો સંકલન સમિતિમાં સમાવેશ કરાયો કોંગ્રેસની સંકલન સમિતિમાં લેવાયેલ નિર્ણય બાબતે કોંગ્રેસના પ્રવક્તા મનીષ દોશીએ માહિતી આપતા જણાવ્યું હતું કે, કોંગ્રેસના ત્રણ જેટલા નેતાઓનો સંકલન સમિતિમાં સમાવેશ કરવામાં આવ્યા છે. બળદેવ લુણી, રાજુ બ્રહ્મભટ્ટ અને ઇન્દ્રવિજયસિંહ ગોહિલની નિમણૂક કરવામાં આવી છે. નગરપાલિકાની ચૂંટણીમાં સ્થાનિક નેતાઓ તેમજ ઉમેદવારો સાથે સંકલન સાંધવાની જવાબદારી સોંપાઈ છે. કોંગ્રેસના મેન્ડેટ પર જ તમામ નગરપાલિકામાં ચૂંટણી લડાશે. સ્થાનિક કક્ષાએ સ્વતંત્ર ઉમેદવારના બદલે સિમ્બોલ પર જ ચુંટણી લડવા સૂચના આપવામાં આવી છે. નગરપાલિકાની ચૂંટણીઓમાં ઉમેદવારની પસંદગી સ્થાનિક કક્ષાએ કરવા સૂચના આપવામાં આવી છે. 72 નગરપાલિકામાં નિરીક્ષક તરીકે સિનિયર નેતાઓને જવાબદારી સોંપાઈ છે. સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી પૂર્વે પ્રભારી-પ્રમુખ તમામ જિલ્લાઓની મુલાકાત લેશે. તેમજ નગરપાલિકાની ચુંટણી માટે 1 સપ્ટેમ્બથી પ્રમુખ-પ્રભારીના જિલ્લા પ્રવાસોની શરૂઆત થશે.
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
- 72 ન.પા.ની ચૂંટણી માટે સંકલન સમિતિની રચના
- કોંગ્રેસના 3 નેતાઓનો સમિતિમાં કરાયો સમાવેશ
- બળદેવ લુણી, રાજુ બ્રહ્મભટ્ટની કરાઈ નિમણૂક
રાજ્યમાં આગામી દિવસોમાં યોજાનાર નગરપાલિકાની ચૂંટણીને લઈને કોંગ્રેસે મહત્ત્વના નિર્ણય લીધા છે. 72 નગરપાલિકાની ચૂંટણી માટે સંકલન સમિતિની રચના કરવામાં આવી છે.
કોંગ્રેસના 3 નેતાઓનો સંકલન સમિતિમાં સમાવેશ કરાયો
કોંગ્રેસની સંકલન સમિતિમાં લેવાયેલ નિર્ણય બાબતે કોંગ્રેસના પ્રવક્તા મનીષ દોશીએ માહિતી આપતા જણાવ્યું હતું કે, કોંગ્રેસના ત્રણ જેટલા નેતાઓનો સંકલન સમિતિમાં સમાવેશ કરવામાં આવ્યા છે. બળદેવ લુણી, રાજુ બ્રહ્મભટ્ટ અને ઇન્દ્રવિજયસિંહ ગોહિલની નિમણૂક કરવામાં આવી છે. નગરપાલિકાની ચૂંટણીમાં સ્થાનિક નેતાઓ તેમજ ઉમેદવારો સાથે સંકલન સાંધવાની જવાબદારી સોંપાઈ છે. કોંગ્રેસના મેન્ડેટ પર જ તમામ નગરપાલિકામાં ચૂંટણી લડાશે. સ્થાનિક કક્ષાએ સ્વતંત્ર ઉમેદવારના બદલે સિમ્બોલ પર જ ચુંટણી લડવા સૂચના આપવામાં આવી છે. નગરપાલિકાની ચૂંટણીઓમાં ઉમેદવારની પસંદગી સ્થાનિક કક્ષાએ કરવા સૂચના આપવામાં આવી છે. 72 નગરપાલિકામાં નિરીક્ષક તરીકે સિનિયર નેતાઓને જવાબદારી સોંપાઈ છે. સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી પૂર્વે પ્રભારી-પ્રમુખ તમામ જિલ્લાઓની મુલાકાત લેશે. તેમજ નગરપાલિકાની ચુંટણી માટે 1 સપ્ટેમ્બથી પ્રમુખ-પ્રભારીના જિલ્લા પ્રવાસોની શરૂઆત થશે.