Banaskanthaના પશુપાલકો માટે મોટા સમાચાર, બનાસ ડેરીએ ઐતિહાસિક ભાવફેર આપવાની કરી જાહેરાત

બનાસ ડેરીના ચેરમેન શંકર ચૌધરીએ કરી જાહેરાત2022 - 23માં કિલો ફેટે 948 અપાયો હતો ભાવ બટાટા માટે 10 ટકા ભાવફેર બનાસ ડેરી આપશે આજે બનાસકાંઠામાં આવેલી બનાસ ડેરીની 56મી વાર્ષિક સાધારણ સભા યોજાઈ હતી, જેમાં પશુપાલકો માટે ઘણા મહત્વના નિર્ણયો લેવામાં આવ્યા છે. દિયોદરના સણાદરમાં વાર્ષિક સાધારણ સભા યોજાઈ હતી. વાર્ષિક સાધારણ સભા બનાસ ડેરીના ચેરમેન શંકર ચૌધરીની અધ્યક્ષતામાં યોજાઈ આ વાર્ષિક સાધારણ સભા બનાસ ડેરીના ચેરમેન શંકર ચૌધરીની અધ્યક્ષતામાં યોજાઈ હતી. જેમાં પશુપાલકો માટે મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે. સાધારણ સભામાં પશુપાલકો માટે દૂધના ભાવવધારાની જાહેરાત કરવામાં આવી છે. જેના કારણે રાજ્યના 5 લાખથી વધુ પશુપાલકોને ફાયદો થશે. બનાસ ડેરીએ ઐતિહાસિક ભાવફેર આપવાની જાહેરાત કરી બનાસકાંઠાના પશુપાલકો માટે બનાસ ડેરીએ રૂપિયા 1,973 કરોડના ભાવફેરની જાહેરાત કરી છે. બનાસ ડેરીએ ઐતિહાસિક ભાવફેર આપવાની જાહેરાત કરી છે. બનાસ ડેરીના ચેરમેન શંકર ચૌધરીએ વાર્ષિક સાધારણ સભામાં આ મોટી જાહેરાત કરી છે. જેના કારણે પશુપાલકોને મોટો ફાયદો થશે. બનાસ ડેરીએ કિલો ફેટે દૂધમાં ભાવવધારો કર્યો છે. કિલો ફેટે બનાસ ડેરીએ રૂપિયા 989નો ભાવ વધારો કર્યો છે. તમને જણાવી જણાવી દઈએ કે વર્ષ 2022-23માં કિલો ફેટે રૂપિયા 948 ભાવ આપવામાં આવ્યો હતો. ત્યારે બટાટા માટે પણ 10 ટકા ભાવફેર બનાસ ડેરી આપશે. સભામાં પૂર્વ સાંસદ પરબત પટેલ અને અન્ય ભાજપના આગેવાનો તથા હજારો પશુપાલકો રહ્યા હાજર બનાસ ડેરીની 56મી વાર્ષિક સાધારણ સભામાં ડેરીના ચેરમેન શંકર ચૌધરી સહિત પૂર્વ સાંસદ પરબત પટેલ અને અન્ય ભાજપના આગેવાનો તથા હજારો પશુપાલકો હાજર રહ્યા હતા અને આ દરમિયાન બનાસડેરીના ચેરમેન શંકર ચૌધરીએ દૂધના ભાવ વધારાની જાહેરાત કરી હતી, ત્યારે હાલમાં પશુપાલકોમાં ખુશીની લહેર જોવા મળી રહી છે. સૌથી વધુ દૂધ ભરાવી આવક મેળવનાર મહિલાઓના નામ નવલબેન ચૌધરી (નગાણા, વડગામ) 1.63 કરોડ આવક ઝવેરી તસલીમબેન (બસુ, વડગામ) 1.59 કરોડ આવક રાજપૂત દરિયાબેન(શેરપુરા, ડીસા) 1.35 કરોડ આવક લોહ નીતાબેન(સગ્રોસણા, પાલનપુર) 1.31 કરોડ આવક સાલેહ મિસરા અમીન(બસુ, વડગામ) 1.25 કરોડ આવક

Banaskanthaના પશુપાલકો માટે મોટા સમાચાર, બનાસ ડેરીએ ઐતિહાસિક ભાવફેર આપવાની કરી જાહેરાત

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

  • બનાસ ડેરીના ચેરમેન શંકર ચૌધરીએ કરી જાહેરાત
  • 2022 - 23માં કિલો ફેટે 948 અપાયો હતો ભાવ
  • બટાટા માટે 10 ટકા ભાવફેર બનાસ ડેરી આપશે

આજે બનાસકાંઠામાં આવેલી બનાસ ડેરીની 56મી વાર્ષિક સાધારણ સભા યોજાઈ હતી, જેમાં પશુપાલકો માટે ઘણા મહત્વના નિર્ણયો લેવામાં આવ્યા છે. દિયોદરના સણાદરમાં વાર્ષિક સાધારણ સભા યોજાઈ હતી.

વાર્ષિક સાધારણ સભા બનાસ ડેરીના ચેરમેન શંકર ચૌધરીની અધ્યક્ષતામાં યોજાઈ

આ વાર્ષિક સાધારણ સભા બનાસ ડેરીના ચેરમેન શંકર ચૌધરીની અધ્યક્ષતામાં યોજાઈ હતી. જેમાં પશુપાલકો માટે મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે. સાધારણ સભામાં પશુપાલકો માટે દૂધના ભાવવધારાની જાહેરાત કરવામાં આવી છે. જેના કારણે રાજ્યના 5 લાખથી વધુ પશુપાલકોને ફાયદો થશે.

બનાસ ડેરીએ ઐતિહાસિક ભાવફેર આપવાની જાહેરાત કરી

બનાસકાંઠાના પશુપાલકો માટે બનાસ ડેરીએ રૂપિયા 1,973 કરોડના ભાવફેરની જાહેરાત કરી છે. બનાસ ડેરીએ ઐતિહાસિક ભાવફેર આપવાની જાહેરાત કરી છે. બનાસ ડેરીના ચેરમેન શંકર ચૌધરીએ વાર્ષિક સાધારણ સભામાં આ મોટી જાહેરાત કરી છે. જેના કારણે પશુપાલકોને મોટો ફાયદો થશે. બનાસ ડેરીએ કિલો ફેટે દૂધમાં ભાવવધારો કર્યો છે. કિલો ફેટે બનાસ ડેરીએ રૂપિયા 989નો ભાવ વધારો કર્યો છે. તમને જણાવી જણાવી દઈએ કે વર્ષ 2022-23માં કિલો ફેટે રૂપિયા 948 ભાવ આપવામાં આવ્યો હતો. ત્યારે બટાટા માટે પણ 10 ટકા ભાવફેર બનાસ ડેરી આપશે.

સભામાં પૂર્વ સાંસદ પરબત પટેલ અને અન્ય ભાજપના આગેવાનો તથા હજારો પશુપાલકો રહ્યા હાજર

બનાસ ડેરીની 56મી વાર્ષિક સાધારણ સભામાં ડેરીના ચેરમેન શંકર ચૌધરી સહિત પૂર્વ સાંસદ પરબત પટેલ અને અન્ય ભાજપના આગેવાનો તથા હજારો પશુપાલકો હાજર રહ્યા હતા અને આ દરમિયાન બનાસડેરીના ચેરમેન શંકર ચૌધરીએ દૂધના ભાવ વધારાની જાહેરાત કરી હતી, ત્યારે હાલમાં પશુપાલકોમાં ખુશીની લહેર જોવા મળી રહી છે.

સૌથી વધુ દૂધ ભરાવી આવક મેળવનાર મહિલાઓના નામ

  1. નવલબેન ચૌધરી (નગાણા, વડગામ) 1.63 કરોડ આવક
  2. ઝવેરી તસલીમબેન (બસુ, વડગામ) 1.59 કરોડ આવક
  3. રાજપૂત દરિયાબેન(શેરપુરા, ડીસા) 1.35 કરોડ આવક
  4. લોહ નીતાબેન(સગ્રોસણા, પાલનપુર) 1.31 કરોડ આવક
  5. સાલેહ મિસરા અમીન(બસુ, વડગામ) 1.25 કરોડ આવક