રિલ્સ બનાવવાના ચક્કરમાં 70 વર્ષના સિનિયર તબીબે જીવ ગુમાવવો પડયો

લોધિકા નજીકના ચેક ડેમમાં ખાબકતા મોત રાજકોટના તબીબ રિલ્સ બનાવવાના શોખીન હતા, સેવાળને કારણે ચેકડેમમાં પડી ગયાનું તારણરાજકોટ, : રિલ્સ કે શોર્ટસ બનાવવાની, સેલ્ફી લેવાની ઘેલછામાં જીવ ગુમાવવાના કિસ્સાઓ હવે સામાન્ય બનતા જાય છે. આમ છતાં તેમાંથી કોઈ બોધપાઠ લેવાતો નથી. રાજકોટના એક ડોકટરે પણ રિલ્સ બનાવવા જતાં જીવ ગુમાવવો પડયો છે. આ ઘટના લોધિકાના મોટાવડા ગામમાં બની છે. મેટોડા પોલીસ પાસેથી પ્રાપ્ત માહિતી મુજબ રાજકોટના ઢેબર રોડ પરની શ્રમજીવી સોસાયટીમાં રહેતા અને ઢેબર રોડ પર હોસ્પિટલ ચલાવતાં ડો.જયેશભાઈ હંસરાજભાઈ ભુત (ઉ.વ. 70)નું લોધિકાના મોટાવડા ગામે ફાર્મ હાઉસ આવેલું છે. જયાંથી ગઈકાલે  સાંજે વોકિંગમાં નીકળ્યા હતા. નજીકમાં આવેલા ચેકડેમે પહોંચ્યા બાદ તેમાં ખાબકતાં મૃત્યુ થયું હતું. ડો.ભુત ફાર્મ હાઉસેથી નીકળ્યાના ઘણાં સમય સુધી પરત નહીં આવતાં ત્યાનાં માણસે તેમના પુત્રને જાણ કર્યા બાદ શોધખોળ શરૂ કરી હતી. આ દરમિયાન ડો.ભુત મોટાવડા ગામે આવેલા ચેકડેમમાંથી મળી આવતાં રાજકોટ સિવીલમાં ખસેડાયા હતા. જયાં મૃત્યુ નિપજયું હતું.  જાણ થતાં મેટોડા પોલીસ સ્થળ પર અને હોસ્પિટલે પહોંચી હતી. તપાસ કરનાર જમાદાર અજયભાઈ સોલંકીએ જણાવ્યું કે પરિવારજનો પાસેથી એવી માહિતી મળી છે કે ડો.ભુતને રિલ્સ બનાવવાનો ખૂબ જ શોખ હતો. આ સ્થિતિમાં તેઓ મોટાવડાના ચેકડેમ પાસે રિલ્સ બનાવવા જતાં કે સેલ્ફી લેવા જતાં ત્યાંની સેવાળના કારણે લપસી જતાં ડેમમાં ખાબકયાનું અનુમાન છે. ડો.ભુતને સંતાનમાં બે પુત્ર છે. બંને પુત્રો પણ ડોકટર છે. તેમના મોતથી પરિવારમાં શોક વ્યાપી ગયો હતો.  આ પહેલો એવો કિસ્સો નથી. અગાઉ પણ આ રીતે નદી, ડેમ વગેરે પાસે સેલ્ફી લેવા જતાં ક રિલ્સ બનાવવા જતાં લોકોએ જીવ ગુમાવ્યાના કિસ્સા બની ચૂકયા છે. 

રિલ્સ બનાવવાના ચક્કરમાં 70 વર્ષના સિનિયર તબીબે જીવ ગુમાવવો પડયો

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -


લોધિકા નજીકના ચેક ડેમમાં ખાબકતા મોત રાજકોટના તબીબ રિલ્સ બનાવવાના શોખીન હતા, સેવાળને કારણે ચેકડેમમાં પડી ગયાનું તારણ

રાજકોટ, : રિલ્સ કે શોર્ટસ બનાવવાની, સેલ્ફી લેવાની ઘેલછામાં જીવ ગુમાવવાના કિસ્સાઓ હવે સામાન્ય બનતા જાય છે. આમ છતાં તેમાંથી કોઈ બોધપાઠ લેવાતો નથી. રાજકોટના એક ડોકટરે પણ રિલ્સ બનાવવા જતાં જીવ ગુમાવવો પડયો છે. આ ઘટના લોધિકાના મોટાવડા ગામમાં બની છે. 

મેટોડા પોલીસ પાસેથી પ્રાપ્ત માહિતી મુજબ રાજકોટના ઢેબર રોડ પરની શ્રમજીવી સોસાયટીમાં રહેતા અને ઢેબર રોડ પર હોસ્પિટલ ચલાવતાં ડો.જયેશભાઈ હંસરાજભાઈ ભુત (ઉ.વ. 70)નું લોધિકાના મોટાવડા ગામે ફાર્મ હાઉસ આવેલું છે. જયાંથી ગઈકાલે  સાંજે વોકિંગમાં નીકળ્યા હતા. નજીકમાં આવેલા ચેકડેમે પહોંચ્યા બાદ તેમાં ખાબકતાં મૃત્યુ થયું હતું. 

ડો.ભુત ફાર્મ હાઉસેથી નીકળ્યાના ઘણાં સમય સુધી પરત નહીં આવતાં ત્યાનાં માણસે તેમના પુત્રને જાણ કર્યા બાદ શોધખોળ શરૂ કરી હતી. આ દરમિયાન ડો.ભુત મોટાવડા ગામે આવેલા ચેકડેમમાંથી મળી આવતાં રાજકોટ સિવીલમાં ખસેડાયા હતા. જયાં મૃત્યુ નિપજયું હતું.  જાણ થતાં મેટોડા પોલીસ સ્થળ પર અને હોસ્પિટલે પહોંચી હતી. 

તપાસ કરનાર જમાદાર અજયભાઈ સોલંકીએ જણાવ્યું કે પરિવારજનો પાસેથી એવી માહિતી મળી છે કે ડો.ભુતને રિલ્સ બનાવવાનો ખૂબ જ શોખ હતો. આ સ્થિતિમાં તેઓ મોટાવડાના ચેકડેમ પાસે રિલ્સ બનાવવા જતાં કે સેલ્ફી લેવા જતાં ત્યાંની સેવાળના કારણે લપસી જતાં ડેમમાં ખાબકયાનું અનુમાન છે. ડો.ભુતને સંતાનમાં બે પુત્ર છે. બંને પુત્રો પણ ડોકટર છે. તેમના મોતથી પરિવારમાં શોક વ્યાપી ગયો હતો.  આ પહેલો એવો કિસ્સો નથી. અગાઉ પણ આ રીતે નદી, ડેમ વગેરે પાસે સેલ્ફી લેવા જતાં ક રિલ્સ બનાવવા જતાં લોકોએ જીવ ગુમાવ્યાના કિસ્સા બની ચૂકયા છે.