Junagadh BJPના ધારાસભ્ય શહેરીજનોની સમસ્યાને લઈ ઉતર્યા મેદાને, વાંચો ફુલ સ્ટોરી
જૂનાગઢ ભાજપના ધારાસભ્ય સંજય કોરડીયા સ્થાનિકોની મદદે આવ્યા છે.તેમણે જૂનાગઢ મનપા કમિશનર સામે મોરચો માંડયો છે.શહેરીજનોની સમસ્યાને લઈ તેમણે મનપા કમિશનરને પત્ર લખ્યો છે,રસ્તા ઉપરના દબાણ અને ટ્રાફિકથી લોકો પરેશાન થઈ રહ્યાં છે.તેને લઈ પત્ર લખવામાં આવ્યા છે.તો બીજી તરફ ધારાસભ્યએ તાકીદે કામ કરવા સૂચના આપી છે. સ્થાનિકોની વ્હારે ધારાસભ્ય ધારાસભ્ય સંજય કોરડીયાને ઘણી ફરિયાદો મળી હતી જેમાં ઉલ્લેખ કરવામાં આવ્યો હતો કે,શહેરમાં ટ્રાફિક,દબાણ,પાણી અને રોડની સમસ્યા છે જેને લઈ તેમણે મનપા કમિશનરને પત્ર લખ્યો હતો,ધારાસભ્યનું કહેવું છે કે,શહેરમાં દબાણો વધી ગયા છે જેના કારણે ટ્રાફિકની સમસ્યા સર્જાય છે.તંત્ર દ્રારા આ દબાણ દૂર કરવા વિનંતી કરવામાં આવી છે,તેમજ ખરાબ રોડ ફરીથી બને તેને લઈ રજૂઆત પણ કરી છે,સાથે સાથે અધિકારીઓને કામ કરવાને લઈ સૂચના આપવામાં આવી છે. રસ્તા ઉપરના દબાણ અને ટ્રાફિક સમસ્યા લઈને કર્યા પ્રશ્નો ધારાસભ્યનું કહેવું છે કે,અમુક વિસ્તારોમાં પાણી ડહોળું આવે છે તેને લઈ પણ રજૂઆત કરી છે,સાથે સાથે ટ્રાફિક વિભાગ સાથે સંકલન કરીને શહેરમાંથી ટ્રાફિક સમસ્યા હળવી થાય તે જરૂરી છે તેના માટે મ્યુ,કમિશનર સાથે ચર્ચા કરી છે.જે પણ જગ્યાએ દબાણો કરવામાં આવ્યા છે તે દબાણોને જલદીથી દૂર કરી રસ્તો પહોળો કરવામાં આવે જેથી ટ્રાફિકની સમસ્યા હળવી થાય.દબાણો દૂર થશે તો રોડ પહોળો થશે અને લોકોને ટ્રાફિકની સમસ્યાનો સામનો કરવો નહી પડે.મેલેરિયા મુકત અભિયાન સમગ્ર ભારત સહિત ગુજરાતમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા મેલેરિયા મુક્ત કરવાની જાહેરાત કરવામાં આવી છે ત્યારે મચ્છરોથી થતા રોગ ઉપર કાબુ મેળવવા માટે અને મેલેરિયાના નાબૂદ કરવા માટે જૂનાગઢ મહાનગર પાલિકા દ્વારા નવતર પ્રયોગ હાથધરી અને ડ્રોન વડે સર્વે કરી દવાના છંટકાવનો પ્રયોગ હાથ ધરવામાં આવ્યો છે.જૂનાગઢના અલગ અલગ વિસ્તારોમાં વરસાદ બાદ પાણી ભરાયા ની ફરિયાદો ઉઠી ગઈ છે જેમાં મચ્છરજન્ય રોગચાળો ન ફેલાય તે માટે ખાસ તકેદારી રાખવામાં તો આવે છે પરંતુ આ મચ્છરોનો નાશ થાય અને મેલેરિયા સહિતના રોગ ઉપર કાબુ મેળવી શકાય અને જૂનાગઢ મેલેરિયા મુક્ત બને તે માટે આ કામગીરી શરૂ કરવામાં આવી છે. ડ્રોન વડે દવાનો છંટકાવ કરાશે ચોમાસાની સિઝન ચાલી રહી છે અને વરસાદને કારણે ઘણી જગ્યાઓએ પાણી ભરાયા આવવાની પણ શક્યતાઓ છે જૂનાગઢ આરોગ્ય વિભાગની ટીમ દ્વારા સર્વે કરવામાં આવ્યો હતો અને જે જગ્યાએ માણસો પહોંચી નથી શક્યા તેવી જગ્યાઓ જેવી કે ઘરની અગાસી એપાર્ટમેન્ટ ઉપર આવેલા શેડ તેમજ જ્યાં ફેક્ટરીઓ ચાલી રહી છે અને પાણી ભરાયા છે આ તમામ જગ્યાઓ ડ્રોન દ્વારા આઈડેન્ટીફાય કરવામાં આવ્યા હતા અને હવે આવી તમામ જગ્યા ઉપર જ્યાં માણસ નથી પહોંચી શકતો ત્યાં ડ્રોન દ્વારા દવાનો છંટકાવ કરવામાં આવશે. જૂનાગઢ મહાનગરપાલિકા દ્વારા ડ્રોન વડે મેલેરીયા અને મચ્છરજન્ય રોગચાળાની દવાનો છંટકાવ કરી અને મચ્છરોને કાબૂમાં લેવાનો નવો પ્રયોગ કેવો સફળ થાય છે તે જોવાનું રહ્યું.
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
જૂનાગઢ ભાજપના ધારાસભ્ય સંજય કોરડીયા સ્થાનિકોની મદદે આવ્યા છે.તેમણે જૂનાગઢ મનપા કમિશનર સામે મોરચો માંડયો છે.શહેરીજનોની સમસ્યાને લઈ તેમણે મનપા કમિશનરને પત્ર લખ્યો છે,રસ્તા ઉપરના દબાણ અને ટ્રાફિકથી લોકો પરેશાન થઈ રહ્યાં છે.તેને લઈ પત્ર લખવામાં આવ્યા છે.તો બીજી તરફ ધારાસભ્યએ તાકીદે કામ કરવા સૂચના આપી છે.
સ્થાનિકોની વ્હારે ધારાસભ્ય
ધારાસભ્ય સંજય કોરડીયાને ઘણી ફરિયાદો મળી હતી જેમાં ઉલ્લેખ કરવામાં આવ્યો હતો કે,શહેરમાં ટ્રાફિક,દબાણ,પાણી અને રોડની સમસ્યા છે જેને લઈ તેમણે મનપા કમિશનરને પત્ર લખ્યો હતો,ધારાસભ્યનું કહેવું છે કે,શહેરમાં દબાણો વધી ગયા છે જેના કારણે ટ્રાફિકની સમસ્યા સર્જાય છે.તંત્ર દ્રારા આ દબાણ દૂર કરવા વિનંતી કરવામાં આવી છે,તેમજ ખરાબ રોડ ફરીથી બને તેને લઈ રજૂઆત પણ કરી છે,સાથે સાથે અધિકારીઓને કામ કરવાને લઈ સૂચના આપવામાં આવી છે.
રસ્તા ઉપરના દબાણ અને ટ્રાફિક સમસ્યા લઈને કર્યા પ્રશ્નો
ધારાસભ્યનું કહેવું છે કે,અમુક વિસ્તારોમાં પાણી ડહોળું આવે છે તેને લઈ પણ રજૂઆત કરી છે,સાથે સાથે ટ્રાફિક વિભાગ સાથે સંકલન કરીને શહેરમાંથી ટ્રાફિક સમસ્યા હળવી થાય તે જરૂરી છે તેના માટે મ્યુ,કમિશનર સાથે ચર્ચા કરી છે.જે પણ જગ્યાએ દબાણો કરવામાં આવ્યા છે તે દબાણોને જલદીથી દૂર કરી રસ્તો પહોળો કરવામાં આવે જેથી ટ્રાફિકની સમસ્યા હળવી થાય.દબાણો દૂર થશે તો રોડ પહોળો થશે અને લોકોને ટ્રાફિકની સમસ્યાનો સામનો કરવો નહી પડે.
મેલેરિયા મુકત અભિયાન
સમગ્ર ભારત સહિત ગુજરાતમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા મેલેરિયા મુક્ત કરવાની જાહેરાત કરવામાં આવી છે ત્યારે મચ્છરોથી થતા રોગ ઉપર કાબુ મેળવવા માટે અને મેલેરિયાના નાબૂદ કરવા માટે જૂનાગઢ મહાનગર પાલિકા દ્વારા નવતર પ્રયોગ હાથધરી અને ડ્રોન વડે સર્વે કરી દવાના છંટકાવનો પ્રયોગ હાથ ધરવામાં આવ્યો છે.જૂનાગઢના અલગ અલગ વિસ્તારોમાં વરસાદ બાદ પાણી ભરાયા ની ફરિયાદો ઉઠી ગઈ છે જેમાં મચ્છરજન્ય રોગચાળો ન ફેલાય તે માટે ખાસ તકેદારી રાખવામાં તો આવે છે પરંતુ આ મચ્છરોનો નાશ થાય અને મેલેરિયા સહિતના રોગ ઉપર કાબુ મેળવી શકાય અને જૂનાગઢ મેલેરિયા મુક્ત બને તે માટે આ કામગીરી શરૂ કરવામાં આવી છે.
ડ્રોન વડે દવાનો છંટકાવ કરાશે
ચોમાસાની સિઝન ચાલી રહી છે અને વરસાદને કારણે ઘણી જગ્યાઓએ પાણી ભરાયા આવવાની પણ શક્યતાઓ છે જૂનાગઢ આરોગ્ય વિભાગની ટીમ દ્વારા સર્વે કરવામાં આવ્યો હતો અને જે જગ્યાએ માણસો પહોંચી નથી શક્યા તેવી જગ્યાઓ જેવી કે ઘરની અગાસી એપાર્ટમેન્ટ ઉપર આવેલા શેડ તેમજ જ્યાં ફેક્ટરીઓ ચાલી રહી છે અને પાણી ભરાયા છે આ તમામ જગ્યાઓ ડ્રોન દ્વારા આઈડેન્ટીફાય કરવામાં આવ્યા હતા અને હવે આવી તમામ જગ્યા ઉપર જ્યાં માણસ નથી પહોંચી શકતો ત્યાં ડ્રોન દ્વારા દવાનો છંટકાવ કરવામાં આવશે. જૂનાગઢ મહાનગરપાલિકા દ્વારા ડ્રોન વડે મેલેરીયા અને મચ્છરજન્ય રોગચાળાની દવાનો છંટકાવ કરી અને મચ્છરોને કાબૂમાં લેવાનો નવો પ્રયોગ કેવો સફળ થાય છે તે જોવાનું રહ્યું.