ભરૂચ GNFC ખાતે 78મા સ્વાતંત્ર્ય દિવસની ઉજવણી
કંપનીના મેનેજિંગ ડિરેક્ટર પંકજ જોષીએ રાષ્ટ્રધ્વજ ફરકાવ્યોજીએનએફ્સીએ દેશના વિકાસ અને પ્રગતિમાં સક્રિય ભાગીદાર તરીકે કામગીરી કરી છે ઉત્પાદનક્ષેત્રે નોંધપાત્ર કામગીરી નોંધાવતાં મોટાભાગના પ્લાન્ટ 100% થી વધુ ક્ષમતાએ કાર્યરત રહ્યા હતા ભારતના 78માં સ્વતંત્રતા દિવસની ઉજવણી ગુજરાત નર્મદા વેલી ફ્ર્ટિલાઇઝર્સ એન્ડ કેમિકલ્સ લિમિટેડ, ભરૂચના નર્મદાનગર ટાઉનશીપમાં કરવામાં આવી હતી. કાર્યક્રમની શરૂઆત કંપનીના મેનેજિંગ ડિરેક્ટર પંકજ જોષીએ રાષ્ટ્રધ્વજ ફરકાવ્યો હતો. તેમણે જણાવ્યું કે જીએનએફ્સીએ દેશના વિકાસ અને પ્રગતિમાં સક્રિય ભાગીદાર તરીકે કામગીરી કરી છે. છેલ્લા નાણાકીય વર્ષે, કંપનીએ નોંધપાત્ર સિદ્ધિઓ હાંસલ કરી છે. નાણાકીય વર્ષ 2023-24 દરમિયાન, કંપનીએ ઉત્પાદનક્ષેત્રે નોંધપાત્ર કામગીરી નોંધાવતાં મોટાભાગના પ્લાન્ટ 100% થી વધુ ક્ષમતાએ કાર્યરત રહ્યા હતા, જેના કારણે 56 નવા ઉત્પાદન અને 47 વેચાણ ક્ષેત્રે નવા રેકોર્ડ્સ બનાવવામાં આવ્યા. કંપનીના ઑ એન્ડ એમ, એડ્મિનિસ્ટ્રેશન, ટ્રાન્સપોર્ટ અને સ્ટોર્સ ડિપાર્ટમેન્ટની કામગીરીની પ્રશંસા કરતાં તેમણે જણાવ્યું કે ડિસેમ્બર - 2023 થી માર્ચ - 2024 ના સમયગાળા દરમિયાન રૂ. 10 કરોડનું સ્ક્રેપ/સરપ્લસ સામગ્રીનું વેચાણ કરવામાં આવ્યું છે. નવી પ્રોજેક્ટ્સ વિશે વાત કરતાં તેમણે જણાવ્યું કે કંપનીના બોર્ડે 600 મેટ્રિક ટન પ્રતિ દિવસ એટલે કે 2,00,000 મેટ્રિક ટન પ્રતિ વર્ષ ક્ષમતાવાળા મંદ નાઇટ્રિક એસિડ પ્લાન્ટની સ્થાપના માટે રોકાણ પ્રસ્તાવને મંજૂરી આપી છે. આ પ્રસંગે કર્મચારીઓને અને વિભાગોને કંપનીની કામગીરી સુધારવા માટેના સૂચનો બદલ પુરસ્કાર આપવામાં આવ્યા હતા.
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
- કંપનીના મેનેજિંગ ડિરેક્ટર પંકજ જોષીએ રાષ્ટ્રધ્વજ ફરકાવ્યો
- જીએનએફ્સીએ દેશના વિકાસ અને પ્રગતિમાં સક્રિય ભાગીદાર તરીકે કામગીરી કરી છે
- ઉત્પાદનક્ષેત્રે નોંધપાત્ર કામગીરી નોંધાવતાં મોટાભાગના પ્લાન્ટ 100% થી વધુ ક્ષમતાએ કાર્યરત રહ્યા હતા
ભારતના 78માં સ્વતંત્રતા દિવસની ઉજવણી ગુજરાત નર્મદા વેલી ફ્ર્ટિલાઇઝર્સ એન્ડ કેમિકલ્સ લિમિટેડ, ભરૂચના નર્મદાનગર ટાઉનશીપમાં કરવામાં આવી હતી. કાર્યક્રમની શરૂઆત કંપનીના મેનેજિંગ ડિરેક્ટર પંકજ જોષીએ રાષ્ટ્રધ્વજ ફરકાવ્યો હતો.
તેમણે જણાવ્યું કે જીએનએફ્સીએ દેશના વિકાસ અને પ્રગતિમાં સક્રિય ભાગીદાર તરીકે કામગીરી કરી છે. છેલ્લા નાણાકીય વર્ષે, કંપનીએ નોંધપાત્ર સિદ્ધિઓ હાંસલ કરી છે. નાણાકીય વર્ષ 2023-24 દરમિયાન, કંપનીએ ઉત્પાદનક્ષેત્રે નોંધપાત્ર કામગીરી નોંધાવતાં મોટાભાગના પ્લાન્ટ 100% થી વધુ ક્ષમતાએ કાર્યરત રહ્યા હતા, જેના કારણે 56 નવા ઉત્પાદન અને 47 વેચાણ ક્ષેત્રે નવા રેકોર્ડ્સ બનાવવામાં આવ્યા. કંપનીના ઑ એન્ડ એમ, એડ્મિનિસ્ટ્રેશન, ટ્રાન્સપોર્ટ અને સ્ટોર્સ ડિપાર્ટમેન્ટની કામગીરીની પ્રશંસા કરતાં તેમણે જણાવ્યું કે ડિસેમ્બર - 2023 થી માર્ચ - 2024 ના સમયગાળા દરમિયાન રૂ. 10 કરોડનું સ્ક્રેપ/સરપ્લસ સામગ્રીનું વેચાણ કરવામાં આવ્યું છે. નવી પ્રોજેક્ટ્સ વિશે વાત કરતાં તેમણે જણાવ્યું કે કંપનીના બોર્ડે 600 મેટ્રિક ટન પ્રતિ દિવસ એટલે કે 2,00,000 મેટ્રિક ટન પ્રતિ વર્ષ ક્ષમતાવાળા મંદ નાઇટ્રિક એસિડ પ્લાન્ટની સ્થાપના માટે રોકાણ પ્રસ્તાવને મંજૂરી આપી છે. આ પ્રસંગે કર્મચારીઓને અને વિભાગોને કંપનીની કામગીરી સુધારવા માટેના સૂચનો બદલ પુરસ્કાર આપવામાં આવ્યા હતા.