Ahmedabad: ઈન્ડિગોની 12 સહિત 15 ફ્લાઈટના શિડયુઅલ ખોરવાતાં મુસાફરો રઝળ્યાં
અમદાવાદ એરપોર્ટ પર રવિવારે પણ ઇન્ડિગોની એક ઇન્ટરનેશનલ અને ત્રણ ડોમેસ્ટિક સહિત ચાર ફ્લાઇટ અડધોથી એક કલાક મોડી આવી હતી. જ્યારે અમદાવાદથી ઉપડતી ન્યૂ દિલ્હી, લખનઉ, બેંગ્લુરુ, ચેન્નાઇ, મુંબઇ જતી 8 ફ્લાઇટો પણ સવા કલાક સુધી મોડી ઉપડી હતી.ઇન્ડિગોની અબુધાબીથી અમદાવાદ આવતી ફ્લાઇટ રવિવારે સવારે અડધો કલાક મોડી પડીને સવારે 6:31 કલાકે આવી હતી. ન્યુ દિલ્હીથી અમદાવાદની ફ્લાઇટ સવારે 36 મિનિટ મોડી પડીને 11:16 કલાકે આવી હતી. જ્યારે ન્યુ દિલ્હીથી અમદાવાદની બીજી ફ્લાઇટ એક કલાક 6 મિનિટ મોડી પડીને સાંજે 4:11 કલાકે આવી હતી. આ ઉપરાંત અમદાવાદથી ઉપડતી ઇન્ડિગોની ન્યૂ દિલ્હીની ફ્લાઇટ અડધો કલાક મોડી પડી સવારે 11:55 કલાકે ઉપડી હતી. ઇન્ડિગોની બીજી ન્યૂ દિલ્હી જતી બપોરે 3:50 કલાકે ઉપડનારી ફ્લાઇટ 1 કલાક 23 મિનિટ મોડી ઉપડી હતી. સાંજે 4 વાગ્યે ઉપડનારી અમદાવાદથી લખનઉની ફ્લાઇટ પણ 26 મિનિટ મોડી ઉપડી હતી.અમદાવાદથી કોલકાતાની ફ્લાઇટ સાંજે 4:30ને બદલે એક કલાક મોડી પડીને 5:23 કલાકે ઉપડી હતી. અમદાવાદ-બેંગ્લુરુની ફ્લાઇટ પણ એક કલાક જેટલી મોડી ઉપડી હતી. અમદાવાદથી ચેન્નાઇ, અમદાવાદ મુંબઇની ઇન્ડિગોની ફ્લાઇટ પણ અડધો કલાક મોડી ઉપડી હતી. બીજી તરફ અન્ય એરલાઇન્સમાં ઇતિહાદની અમદાવાદથી સવારે 5:10 કલાકે અબુધાબી માટે ઉપડતી ઇન્ટરનેશન ફ્લાઇટ પણ 42 મિનિટ મોડી ઉપડી હતી. સ્પાઇસ જેટની ન્યૂ દિલ્હીથી અમદાવાદની ફ્લાઇટ બપોરે 3:25ને બદલે 4:07 કલાકે આવી હતી. એર ઇન્ડિયાની ન્યૂ દિલ્હીથી અમદાવાદની ફ્લાઇટ પણ ત્યાંથી મોડી ઉપડતા અમદાવાદ એરપોર્ટ પર તેના પૂર્વનિર્ધારિત સાંજે 5:55 કલાકે આવવાને બદલે સવાર કલાક જેટલી મોડી પડીને 7:23 કલાકે આવશે તેવું એર ઇન્ડિયા દ્વારા જાહેર કરાયું હતું.
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
અમદાવાદ એરપોર્ટ પર રવિવારે પણ ઇન્ડિગોની એક ઇન્ટરનેશનલ અને ત્રણ ડોમેસ્ટિક સહિત ચાર ફ્લાઇટ અડધોથી એક કલાક મોડી આવી હતી. જ્યારે અમદાવાદથી ઉપડતી ન્યૂ દિલ્હી, લખનઉ, બેંગ્લુરુ, ચેન્નાઇ, મુંબઇ જતી 8 ફ્લાઇટો પણ સવા કલાક સુધી મોડી ઉપડી હતી.
ઇન્ડિગોની અબુધાબીથી અમદાવાદ આવતી ફ્લાઇટ રવિવારે સવારે અડધો કલાક મોડી પડીને સવારે 6:31 કલાકે આવી હતી. ન્યુ દિલ્હીથી અમદાવાદની ફ્લાઇટ સવારે 36 મિનિટ મોડી પડીને 11:16 કલાકે આવી હતી. જ્યારે ન્યુ દિલ્હીથી અમદાવાદની બીજી ફ્લાઇટ એક કલાક 6 મિનિટ મોડી પડીને સાંજે 4:11 કલાકે આવી હતી. આ ઉપરાંત અમદાવાદથી ઉપડતી ઇન્ડિગોની ન્યૂ દિલ્હીની ફ્લાઇટ અડધો કલાક મોડી પડી સવારે 11:55 કલાકે ઉપડી હતી. ઇન્ડિગોની બીજી ન્યૂ દિલ્હી જતી બપોરે 3:50 કલાકે ઉપડનારી ફ્લાઇટ 1 કલાક 23 મિનિટ મોડી ઉપડી હતી. સાંજે 4 વાગ્યે ઉપડનારી અમદાવાદથી લખનઉની ફ્લાઇટ પણ 26 મિનિટ મોડી ઉપડી હતી.અમદાવાદથી કોલકાતાની ફ્લાઇટ સાંજે 4:30ને બદલે એક કલાક મોડી પડીને 5:23 કલાકે ઉપડી હતી. અમદાવાદ-બેંગ્લુરુની ફ્લાઇટ પણ એક કલાક જેટલી મોડી ઉપડી હતી. અમદાવાદથી ચેન્નાઇ, અમદાવાદ મુંબઇની ઇન્ડિગોની ફ્લાઇટ પણ અડધો કલાક મોડી ઉપડી હતી. બીજી તરફ અન્ય એરલાઇન્સમાં ઇતિહાદની અમદાવાદથી સવારે 5:10 કલાકે અબુધાબી માટે ઉપડતી ઇન્ટરનેશન ફ્લાઇટ પણ 42 મિનિટ મોડી ઉપડી હતી. સ્પાઇસ જેટની ન્યૂ દિલ્હીથી અમદાવાદની ફ્લાઇટ બપોરે 3:25ને બદલે 4:07 કલાકે આવી હતી. એર ઇન્ડિયાની ન્યૂ દિલ્હીથી અમદાવાદની ફ્લાઇટ પણ ત્યાંથી મોડી ઉપડતા અમદાવાદ એરપોર્ટ પર તેના પૂર્વનિર્ધારિત સાંજે 5:55 કલાકે આવવાને બદલે સવાર કલાક જેટલી મોડી પડીને 7:23 કલાકે આવશે તેવું એર ઇન્ડિયા દ્વારા જાહેર કરાયું હતું.