Surendranagar: લીંબડી-સાયલા હાઈવે પર વેસ્ટ કપડાંની આડમાં વિદેશી દારૂની હેરાફેરીનો પર્દાફાશ
સુરેન્દ્રનગર એલસીબી ટીમે લીંબડી-સાયલા હાઈવે પરથી રાજસ્થાનથી રાજકોટ વેસ્ટ કપડાની આડમાં જતા દારૂ સાથે ટ્રક ચાલકને ઝડપી લીધો છે. પોલીસે દારૂની 6,922 બોટલ, ટ્રક, મોબાઈલ, રોકડ અને કપડાની ગાંસડી સહિત રૂ. 57.70 લાખની મત્તા જપ્ત કરી ટ્રક ચાલક અને દારૂ મોકલનાર બન્ને સામે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.સુરેન્દ્રનગર એલસીબી પીઆઈ જે.જે.જાડેજાની સુચનાથી સ્ટાફના કુલદીપભાઈ, કીશનભાઈ, મેહુલભાઈ, મનસુખભાઈ સહિતનાઓ સાયલા-લીંબડી હાઈવે પર પેટ્રોલિંગ કરી રહ્યા હતા. જેમાં ફુલગ્રામ પાસે હોટલ એપલ સામે એક ટ્રકમાં વિદેશી દારૂ હોવાની બાતમી મળતા રેડ કરાઈ હતી. જેમાં ટ્રકમાં વેસ્ટ કપડાની ગાંસડીની આડમાં દારૂની હેરાફેરી સામે આવી હતી. પોલીસે ટ્રક ચાલક રાજસ્થાનના ક્રિષ્નારામ પાબુરામ ખોથને દારૂની 6,922 બોટલ, ટ્રક, મોબાઈલ ફોન, રૂ. 3 હજાર રોકડ, વેસ્ટ કપડાની 107 ગાંસડી સહિત કુલ રૂ.57,70,786ની મત્તા સાથે ઝડપી લીધો હતો. આ શખ્સની પુછપરછમાં આ દારૂ જયપાલસીંગ ચૌધરીએ ભરી આપ્યો હોવાનું તથા રાજકોટ લઈ જવાનો હોવાનું સામે આવતા બન્ને સામે જોરાવરનગર પોલીસ મથકે ગુનો નોંધી વધુ તપાસ પીએસઆઈ એન. એ. રાયમા ચલાવી રહ્યા છે. રૂ. 30 હજાર આપી રાજકોટ જવાનું કહેવાયું હતું પોલીસને ઝડપી પાડેલા ક્રિષ્નારામની પુછપરછમાં તેણે જણાવ્યુ કે, જોધપુર ખાતે પાલી બાયપાસ રોડ પર ટ્રક દારૂ ભરીને મુકાઈ હતી. અને જયપાલસીંગે ફોન કરી ટ્રક રાજકોટ લઈ જવાનું કહ્યુ હતુ. જેમાં ટ્રકની ચાવી અને ડીઝલ સહિતના ખર્ચા માટે રોકડા રૂ.30 હજાર અપાયા હતા. જોધપુરથી પાલી, આબુરોડ, પાલનપુર, મહેસાણા, અમદાવાદ, બગોદરા થઈ તે રાજકોટ જતો હતો. વચ્ચે તેને નીંદર આવતા એપલ હોટલ સામે ટ્રક મુકીને સુતો હતો.
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
સુરેન્દ્રનગર એલસીબી ટીમે લીંબડી-સાયલા હાઈવે પરથી રાજસ્થાનથી રાજકોટ વેસ્ટ કપડાની આડમાં જતા દારૂ સાથે ટ્રક ચાલકને ઝડપી લીધો છે. પોલીસે દારૂની 6,922 બોટલ, ટ્રક, મોબાઈલ, રોકડ અને કપડાની ગાંસડી સહિત રૂ. 57.70 લાખની મત્તા જપ્ત કરી ટ્રક ચાલક અને દારૂ મોકલનાર બન્ને સામે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.
સુરેન્દ્રનગર એલસીબી પીઆઈ જે.જે.જાડેજાની સુચનાથી સ્ટાફના કુલદીપભાઈ, કીશનભાઈ, મેહુલભાઈ, મનસુખભાઈ સહિતનાઓ સાયલા-લીંબડી હાઈવે પર પેટ્રોલિંગ કરી રહ્યા હતા. જેમાં ફુલગ્રામ પાસે હોટલ એપલ સામે એક ટ્રકમાં વિદેશી દારૂ હોવાની બાતમી મળતા રેડ કરાઈ હતી. જેમાં ટ્રકમાં વેસ્ટ કપડાની ગાંસડીની આડમાં દારૂની હેરાફેરી સામે આવી હતી. પોલીસે ટ્રક ચાલક રાજસ્થાનના ક્રિષ્નારામ પાબુરામ ખોથને દારૂની 6,922 બોટલ, ટ્રક, મોબાઈલ ફોન, રૂ. 3 હજાર રોકડ, વેસ્ટ કપડાની 107 ગાંસડી સહિત કુલ રૂ.57,70,786ની મત્તા સાથે ઝડપી લીધો હતો. આ શખ્સની પુછપરછમાં આ દારૂ જયપાલસીંગ ચૌધરીએ ભરી આપ્યો હોવાનું તથા રાજકોટ લઈ જવાનો હોવાનું સામે આવતા બન્ને સામે જોરાવરનગર પોલીસ મથકે ગુનો નોંધી વધુ તપાસ પીએસઆઈ એન. એ. રાયમા ચલાવી રહ્યા છે.
રૂ. 30 હજાર આપી રાજકોટ જવાનું કહેવાયું હતું
પોલીસને ઝડપી પાડેલા ક્રિષ્નારામની પુછપરછમાં તેણે જણાવ્યુ કે, જોધપુર ખાતે પાલી બાયપાસ રોડ પર ટ્રક દારૂ ભરીને મુકાઈ હતી. અને જયપાલસીંગે ફોન કરી ટ્રક રાજકોટ લઈ જવાનું કહ્યુ હતુ. જેમાં ટ્રકની ચાવી અને ડીઝલ સહિતના ખર્ચા માટે રોકડા રૂ.30 હજાર અપાયા હતા. જોધપુરથી પાલી, આબુરોડ, પાલનપુર, મહેસાણા, અમદાવાદ, બગોદરા થઈ તે રાજકોટ જતો હતો. વચ્ચે તેને નીંદર આવતા એપલ હોટલ સામે ટ્રક મુકીને સુતો હતો.