Surendranagar: ઝાલાવાડમાં વધુ બે અકસ્માત : રિક્ષાચાલક અને યુવતીનું મોત
સુરેન્દ્રનગર જિલ્લામાં અકસ્માતોમાં મોતનું પ્રમાણ ચિંતાજનક રીતે વધી રહ્યુ છે. ચોટીલા પાસે અકસ્માતમાં ચાર મહિલાના મોત બાદ વધુ બે અકસ્માત પોલીસ ચોપડે ચડયા છે. જેમાં સુરેન્દ્રનગર-ધ્રાંગધ્રા રોડ પર ટ્રક અડફેટે રિક્ષા ચાલક અને પાટડી-વિરમગામ હાઈવે પર ટ્રક અડફેટે બાઈક સવાર કોલેજિયન યુવતીનું મોત થયુ છે. બીજી તરફ ચોટીલા હાઈવે પર ગેરકાયદેસર ડીવાઈડર કટના લીધે અકસ્માત થયો હોવા છતાં હજુ પણ નેશનલ હાઈવે ઓથોરીટી કુંભકર્ણની નીંદ્રામાં છે. અને આવા કટમાંથી પસાર થતા વાહનો નજરે પડે છે.પાટડીના ઝીંઝુવાડા ગામે રહેતા 21 વર્ષીય જીતેન્દ્ર વિજયભાઈ પરમાર કોલેજમાં ટીવાયબીએમાં અભ્યાસ કરે છે. ગત તા. 25-11ના રોજ કોલેજમાં પરીક્ષા આપી તેઓ મિત્રો સાથે પાટડી હોટલમાં જમવા આવ્યા હતા. ત્યારે તેમની સાથે અભ્યાસ કરતા અને વિરમગામના વૈભવીબેને ફોન કરી બસ મોડી હોવાથી તેઓ તથા તેમના સહાધ્યાયી વિરમગામના પીન્કીબેનને બાઈક પર વિરમગામ મુકી આવવા જણાવ્યુ હતુ. આથી જીતેન્દ્રભાઈ બાઈક લઈને પાટડી ચાર રસ્તા પાસે જતા બન્ને બસની રાહ જોઈને ઉભા હતા. આથી જીતેન્દ્રભાઈ પીન્કીબેન અને વૈભવીબેનને બાઈક પર વિરમગામ મુકવા જતા હતા. ત્યારે જરવલા પાસે એક ટ્રકની સાઈડ કાપતા ટ્રક ચાલકે ટ્રક દબાવી હતી. જેમાં બાઈક સાથે અકસ્માત થતા મુળ દસાડા તાલુકાના બામણવાના અને વીસાવડી પરણાવેલા તથા હાલ વિરમગામ રહેતા પીન્કીબેન ગૌતમભાઈ મકવાણા ટ્રકના પાછળના જોટામાં આવી જતા મોત થયુ હતુ. જયારે જીતેન્દ્રભાઈ અને વૈભવીબેનને ઈજા થતા સારવાર માટે દવાખાને લઈ જવાયા હતા. બનાવની પાટડી પોલીસ મથકે ફરિયાદ નોંધાતા વધુ તપાસ એએસઆઈ રોહીત રાઠોડ ચલાવી રહ્યા છે. જયારે એ ડીવીઝન પોલીસ મથકેથી મળતી માહિતી મુજબ સુરેન્દ્રનગરના લક્ષ્મીપરામાં રહેતા 47 વર્ષીય નૌશાદભાઈ રાજુભાઈ સમા રિક્ષા ચલાવે છે. તેઓ રિક્ષા લઈને સોમવારે સાંજે સુરેન્દ્રનગરથી ધ્રાંગધ્રા તરફ જઈ રહ્યા હતા. ત્યારે ધ્રાંગધ્રા રોડ પર યારો દા ઢાબા હોટલ પાસે પાછળથી માતેલા સાંઢની માફક આવેલ ટ્રકે રિક્ષાને ટક્કર મારી હતી. જેમાં રિક્ષા ચાલક નૌશાદભાઈ સમાનું ઘટનાસ્થળે જ મોત થયુ હતુ. બનાવની જાણ થતા પીએસઆઈ એચ.એસ.જાડેજા સહિતની ટીમ ઘટનાસ્થળે દોડી ગઈ હતી. અને મૃતકની લાશને સુ.નગરની ગાંધી હોસ્પિટલ પીએમ માટે ખસેડી હતી. આ અંગે મૃતકના પુત્ર સાહીલ સમાએ એ ડીવીઝન પોલીસ મથકે ટ્રક ચાલક સામે ફરિયાદ નોંધાવતા વધુ તપાસ પોલીસ ચલાવી રહી છે. ધ્રાંગધ્રા તાલુકાના દુદાપુર પાસે બે કાર વચ્ચે ટક્કર બેંગ્લોરમાં રહેતા સાજલ બીનોદકુમાર ગત તા. 26-11ના રોજ કંપાસ જીપ કાર લઈને પત્ની સાથે અમદાવાદથી કચ્છ જતા હતા. ત્યારે અમદાવાદ-કચ્છ હાઈવે પર ધ્રાંગધ્રાના દુદાપુર પાસે એક અર્ટીકા કારના ચાલકે જીપને પાછળથી ટક્કર મારી હતી. જેમાં અર્ટીકાના ચાલક મુળ જીવા ગામના રામદેવસીંહ કનકસીંહ ઝાલાની કાર અને સાજલભાઈની કારને નુકશાન થયાની ધ્રાંગધ્રા તાલુકા પોલીસ મથકે ફરિયાદ નોંધાવી છે. ચોટીલા હાઈવે પર અકસ્માતમાં 4 મહિલાનાં મોતમાં ટ્રક ચાલક સામે ફરિયાદ નોંધાઈ લીંબડીના શીયાણીથી સોમનાથ પિતૃ તર્પણ માટે જતા પરીવારને ચોટીલા હાઈવે પર અકસ્માત થતા 4ના મોત થયા હતા. જયારે 16 લોકોને ઈજા થઈ હતી. આ બનાવમાં મૃતકોના પરિવારના દશરથભાઈ ગોબરભાઈ રેથળીયાએ ટ્રક ચાલક સામે ચોટીલા પોલીસ મથકે ફરિયાદ નોંધાવી છે. જેમાં હોટલ સામેની ડીવાઈડરની ગેરકાયદેસર કટમાંથી ટ્રક રસ્તા પર લાવી ટ્રક ચાલકે અકસ્માત સર્જયો હોવાનું જણાવાયુ છે. બનાવની વધુ તપાસ પીએસઆઈ એચ.જી.ગોહીલ ચલાવી રહ્યા છે.
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
સુરેન્દ્રનગર જિલ્લામાં અકસ્માતોમાં મોતનું પ્રમાણ ચિંતાજનક રીતે વધી રહ્યુ છે. ચોટીલા પાસે અકસ્માતમાં ચાર મહિલાના મોત બાદ વધુ બે અકસ્માત પોલીસ ચોપડે ચડયા છે. જેમાં સુરેન્દ્રનગર-ધ્રાંગધ્રા રોડ પર ટ્રક અડફેટે રિક્ષા ચાલક અને પાટડી-વિરમગામ હાઈવે પર ટ્રક અડફેટે બાઈક સવાર કોલેજિયન યુવતીનું મોત થયુ છે. બીજી તરફ ચોટીલા હાઈવે પર ગેરકાયદેસર ડીવાઈડર કટના લીધે અકસ્માત થયો હોવા છતાં હજુ પણ નેશનલ હાઈવે ઓથોરીટી કુંભકર્ણની નીંદ્રામાં છે. અને આવા કટમાંથી પસાર થતા વાહનો નજરે પડે છે.
પાટડીના ઝીંઝુવાડા ગામે રહેતા 21 વર્ષીય જીતેન્દ્ર વિજયભાઈ પરમાર કોલેજમાં ટીવાયબીએમાં અભ્યાસ કરે છે. ગત તા. 25-11ના રોજ કોલેજમાં પરીક્ષા આપી તેઓ મિત્રો સાથે પાટડી હોટલમાં જમવા આવ્યા હતા. ત્યારે તેમની સાથે અભ્યાસ કરતા અને વિરમગામના વૈભવીબેને ફોન કરી બસ મોડી હોવાથી તેઓ તથા તેમના સહાધ્યાયી વિરમગામના પીન્કીબેનને બાઈક પર વિરમગામ મુકી આવવા જણાવ્યુ હતુ. આથી જીતેન્દ્રભાઈ બાઈક લઈને પાટડી ચાર રસ્તા પાસે જતા બન્ને બસની રાહ જોઈને ઉભા હતા. આથી જીતેન્દ્રભાઈ પીન્કીબેન અને વૈભવીબેનને બાઈક પર વિરમગામ મુકવા જતા હતા. ત્યારે જરવલા પાસે એક ટ્રકની સાઈડ કાપતા ટ્રક ચાલકે ટ્રક દબાવી હતી. જેમાં બાઈક સાથે અકસ્માત થતા મુળ દસાડા તાલુકાના બામણવાના અને વીસાવડી પરણાવેલા તથા હાલ વિરમગામ રહેતા પીન્કીબેન ગૌતમભાઈ મકવાણા ટ્રકના પાછળના જોટામાં આવી જતા મોત થયુ હતુ.
જયારે જીતેન્દ્રભાઈ અને વૈભવીબેનને ઈજા થતા સારવાર માટે દવાખાને લઈ જવાયા હતા. બનાવની પાટડી પોલીસ મથકે ફરિયાદ નોંધાતા વધુ તપાસ એએસઆઈ રોહીત રાઠોડ ચલાવી રહ્યા છે. જયારે એ ડીવીઝન પોલીસ મથકેથી મળતી માહિતી મુજબ સુરેન્દ્રનગરના લક્ષ્મીપરામાં રહેતા 47 વર્ષીય નૌશાદભાઈ રાજુભાઈ સમા રિક્ષા ચલાવે છે. તેઓ રિક્ષા લઈને સોમવારે સાંજે સુરેન્દ્રનગરથી ધ્રાંગધ્રા તરફ જઈ રહ્યા હતા. ત્યારે ધ્રાંગધ્રા રોડ પર યારો દા ઢાબા હોટલ પાસે પાછળથી માતેલા સાંઢની માફક આવેલ ટ્રકે રિક્ષાને ટક્કર મારી હતી. જેમાં રિક્ષા ચાલક નૌશાદભાઈ સમાનું ઘટનાસ્થળે જ મોત થયુ હતુ. બનાવની જાણ થતા પીએસઆઈ એચ.એસ.જાડેજા સહિતની ટીમ ઘટનાસ્થળે દોડી ગઈ હતી. અને મૃતકની લાશને સુ.નગરની ગાંધી હોસ્પિટલ પીએમ માટે ખસેડી હતી. આ અંગે મૃતકના પુત્ર સાહીલ સમાએ એ ડીવીઝન પોલીસ મથકે ટ્રક ચાલક સામે ફરિયાદ નોંધાવતા વધુ તપાસ પોલીસ ચલાવી રહી છે.
ધ્રાંગધ્રા તાલુકાના દુદાપુર પાસે બે કાર વચ્ચે ટક્કર
બેંગ્લોરમાં રહેતા સાજલ બીનોદકુમાર ગત તા. 26-11ના રોજ કંપાસ જીપ કાર લઈને પત્ની સાથે અમદાવાદથી કચ્છ જતા હતા. ત્યારે અમદાવાદ-કચ્છ હાઈવે પર ધ્રાંગધ્રાના દુદાપુર પાસે એક અર્ટીકા કારના ચાલકે જીપને પાછળથી ટક્કર મારી હતી. જેમાં અર્ટીકાના ચાલક મુળ જીવા ગામના રામદેવસીંહ કનકસીંહ ઝાલાની કાર અને સાજલભાઈની કારને નુકશાન થયાની ધ્રાંગધ્રા તાલુકા પોલીસ મથકે ફરિયાદ નોંધાવી છે.
ચોટીલા હાઈવે પર અકસ્માતમાં 4 મહિલાનાં મોતમાં ટ્રક ચાલક સામે ફરિયાદ નોંધાઈ
લીંબડીના શીયાણીથી સોમનાથ પિતૃ તર્પણ માટે જતા પરીવારને ચોટીલા હાઈવે પર અકસ્માત થતા 4ના મોત થયા હતા. જયારે 16 લોકોને ઈજા થઈ હતી. આ બનાવમાં મૃતકોના પરિવારના દશરથભાઈ ગોબરભાઈ રેથળીયાએ ટ્રક ચાલક સામે ચોટીલા પોલીસ મથકે ફરિયાદ નોંધાવી છે. જેમાં હોટલ સામેની ડીવાઈડરની ગેરકાયદેસર કટમાંથી ટ્રક રસ્તા પર લાવી ટ્રક ચાલકે અકસ્માત સર્જયો હોવાનું જણાવાયુ છે. બનાવની વધુ તપાસ પીએસઆઈ એચ.જી.ગોહીલ ચલાવી રહ્યા છે.