Ambaji: દબાણ બાબતે કલેક્ટરના જાહેરનામાની ઐસીતૈસી છતાં તંત્રનું મૌન

યાત્રાધામ અંબાજીમાં 51 શક્તિપીઠ સર્કલથી મંદિરના મુખ્ય પ્રવેશ દ્વાર શક્તિ દ્વારથી ગબ્બર સર્કલ સુધી અડચણરૂપ દબાણોનો ખડકલો થયો છે. કલેકટરના નો પાર્કિંગ ઝોન કે દબાણો ન કરવા અંગે જાહેરનામું છતાં અહીં તંત્રની મીઠી નજર હેઠળ દબાણો ખડકાઈ ગયા છે.છતાં આ બધું જોવાની જેમની જવાબદારી છે તેવું તંત્ર ધૃતરાષ્ટ્રની ભૂમિકા ભજવતું હોઈ પ્રજામાં કચવાટની લાગણી જન્મી છે. આ બાબતે અંબાજીના રહીશો દ્વારા વારંવાર ઉચ્ચકક્ષા રજૂઆતો કરવા છતાં તંત્ર ન જાણે કેમ ભેદી મૌન સેવી રહ્યું છે તે બાબતે અનેક સવાલો ઉઠવા પામ્યા છે. 51 શક્તિપીઠ સર્કલથી ગબ્બર સર્કલ સુધી બંને માર્ગ પર મોટી માત્રામાં અડચણરૂપ દબાણોનો રાફ્ડો ફટયો છે થોડાક દિવસો અગાઉ તંત્ર દ્વારા આ દબાણો હટાવવામાં આવ્યા હતા. પરંતુ ભેદી રીતે ફરી આ દબાણો જે સે થે જેવા થઈ જવા પામ્યા છે જે થી યાત્રિકોને ભારે તકલીફ પડતી હોઇ સ્થાનિક ગ્રામજનો દ્વારા વારંવાર રજૂઆતો કરવા છતાં તંત્રના સત્તાવાળા ધૃતરાષ્ટ્રની ભૂમિકા ભજવી રહ્યા છે અંબાજી મંદિર જવાના મુખ્ય માર્ગ પર યાત્રિકો સરળતાથી મંદિર સુધી દર્શનાર્થે જઈ શકે તે માટે બસ સ્ટેશનથી શક્તિ દ્વાર સુધી દર્શન પથ બનાવવામાં આવ્યો છે પરંતુ આ દર્શનપત્ર ની સાઈડે ફરી પાછા લારી ગલ્લાઓનું અડચણરૂપ દબાણ થઈ જવા પામ્યું છે કહેવાય છે કે આ દબાણ કરાવવામાં આવતુ હોવાની ચર્ચાએ પણ જોર પકડયું છે. યાત્રિકોની સરળતા માટે બનાવાયેલ દર્શનપથની સાઇડે અડચણરૂપ દબાણો હટાવી યાત્રિકોને પડતી મુશ્કેલીઓ તથા ટ્રાફ્કિ જામની સમસ્યાઓનું કાયમી નિરાકરણ લાવવું જોઈએ તેવી પ્રજાની લાગણી અને માંગણી છે.

Ambaji: દબાણ બાબતે કલેક્ટરના જાહેરનામાની ઐસીતૈસી છતાં તંત્રનું મૌન

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

યાત્રાધામ અંબાજીમાં 51 શક્તિપીઠ સર્કલથી મંદિરના મુખ્ય પ્રવેશ દ્વાર શક્તિ દ્વારથી ગબ્બર સર્કલ સુધી અડચણરૂપ દબાણોનો ખડકલો થયો છે. કલેકટરના નો પાર્કિંગ ઝોન કે દબાણો ન કરવા અંગે જાહેરનામું છતાં અહીં તંત્રની મીઠી નજર હેઠળ દબાણો ખડકાઈ ગયા છે.

છતાં આ બધું જોવાની જેમની જવાબદારી છે તેવું તંત્ર ધૃતરાષ્ટ્રની ભૂમિકા ભજવતું હોઈ પ્રજામાં કચવાટની લાગણી જન્મી છે. આ બાબતે અંબાજીના રહીશો દ્વારા વારંવાર ઉચ્ચકક્ષા રજૂઆતો કરવા છતાં તંત્ર ન જાણે કેમ ભેદી મૌન સેવી રહ્યું છે તે બાબતે અનેક સવાલો ઉઠવા પામ્યા છે.

51 શક્તિપીઠ સર્કલથી ગબ્બર સર્કલ સુધી બંને માર્ગ પર મોટી માત્રામાં અડચણરૂપ દબાણોનો રાફ્ડો ફટયો છે થોડાક દિવસો અગાઉ તંત્ર દ્વારા આ દબાણો હટાવવામાં આવ્યા હતા. પરંતુ ભેદી રીતે ફરી આ દબાણો જે સે થે જેવા થઈ જવા પામ્યા છે જે થી યાત્રિકોને ભારે તકલીફ પડતી હોઇ સ્થાનિક ગ્રામજનો દ્વારા વારંવાર રજૂઆતો કરવા છતાં તંત્રના સત્તાવાળા ધૃતરાષ્ટ્રની ભૂમિકા ભજવી રહ્યા છે અંબાજી મંદિર જવાના મુખ્ય માર્ગ પર યાત્રિકો સરળતાથી મંદિર સુધી દર્શનાર્થે જઈ શકે તે માટે બસ સ્ટેશનથી શક્તિ દ્વાર સુધી દર્શન પથ બનાવવામાં આવ્યો છે પરંતુ આ દર્શનપત્ર ની સાઈડે ફરી પાછા લારી ગલ્લાઓનું અડચણરૂપ દબાણ થઈ જવા પામ્યું છે કહેવાય છે કે આ દબાણ કરાવવામાં આવતુ હોવાની ચર્ચાએ પણ જોર પકડયું છે.

યાત્રિકોની સરળતા માટે બનાવાયેલ દર્શનપથની સાઇડે અડચણરૂપ દબાણો હટાવી યાત્રિકોને પડતી મુશ્કેલીઓ તથા ટ્રાફ્કિ જામની સમસ્યાઓનું કાયમી નિરાકરણ લાવવું જોઈએ તેવી પ્રજાની લાગણી અને માંગણી છે.