VallabhVidyanagar: સરદાર પટેલના પૈતૃક નિવાસને હેરિટેજનો દરજ્જો આપવા માંગ

કરમસદને મહાનગરપાલિકામા સમાવિષ્ટ કરવામા આવતા તેનો સતત વિરોધ થઇ રહ્યો છે. ત્યારે બીજી તરફ રાજય અને કેન્દ્ર દ્વારા લોહપુરૂષની 150મા વર્ષની ભવ્ય ઉજવણી કરવામા આવી રહી છે. કરમસદને સતત અન્યાય કરવામા આવી રહ્યો હોવાની લાગણી લોકમાનસમા પ્રગટી છે.જેમાં સરદાર પટેલના પૈતૃક કરમસદ સ્થિત નિવાસસ્થાનને હેરીટેજનો દરજ્જો આપવાની પણ માંગ પ્રબળ બની છે. તેઓના નામે સતત રાજનીતિ કરતા નેતાઓએ સરદારના નામે મતો અંકે કર્યા પરંતુ તેઓના ઐતિહાસિક કરમસદ માટે રાષ્ટ્રિય દરજ્જો આપવાની દરકાર લીધી નથી. ગોધરા ખાતે મહાત્મા ગાંધી, સરદાર પટેલ અને મોરારજી દેસાઇએ રોકાણ કર્યાના મકાનને હેરીટેજમા સમાવિષ્ટ કરાયા છે. પરંતુ 150 વર્ષ પુરાણા કરમસદ સ્થિત સરદાર પટેલના નિવાસસ્થાનને હેરીટેજમા સમાવેશ નહી કરી નેતાઓએ તેઓની ધરાર અવગણના કરી છે. આઝાદીની ચળવળના પ્રણેતાઓના નિવાસસ્થાનને હેરીટેજમા સમાવેશ કરવામા આવતા હોય છે. જે હેઠળ ગોધરા ખાતે મહાત્મા ગાંધી, સરદાર પટેલ તથા મોરારજી દેસાઇના રોકાણના ત્રણ નિવાસસ્થાનોને હેરીટેજમા સમાવેશ કરવામા આવ્યા છે. મહામાનવે જીંદગીનો મહત્વનો સમય, બાળપણ પસાર કર્યુ તે પુણ્ય ભુમિમા જે મકાનની ચાર દિવાલોમાં તેઓ બાલ્યકાળના પાઠો શીખ્યા તેવા ઐતિહાસિક સ્થળની જાળવણી કે તેને હેરીટેજ તરીકે જાહેર કરવામા આવે તો આવનારી પેઢી પણ વિભુતિના ઉદ્દાત કાર્યોથી અવગત રહી શકે તેવી લોકલાગણી પ્રગટી છે.

VallabhVidyanagar: સરદાર પટેલના પૈતૃક નિવાસને હેરિટેજનો દરજ્જો આપવા માંગ

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

કરમસદને મહાનગરપાલિકામા સમાવિષ્ટ કરવામા આવતા તેનો સતત વિરોધ થઇ રહ્યો છે. ત્યારે બીજી તરફ રાજય અને કેન્દ્ર દ્વારા લોહપુરૂષની 150મા વર્ષની ભવ્ય ઉજવણી કરવામા આવી રહી છે. કરમસદને સતત અન્યાય કરવામા આવી રહ્યો હોવાની લાગણી લોકમાનસમા પ્રગટી છે.

જેમાં સરદાર પટેલના પૈતૃક કરમસદ સ્થિત નિવાસસ્થાનને હેરીટેજનો દરજ્જો આપવાની પણ માંગ પ્રબળ બની છે. તેઓના નામે સતત રાજનીતિ કરતા નેતાઓએ સરદારના નામે મતો અંકે કર્યા પરંતુ તેઓના ઐતિહાસિક કરમસદ માટે રાષ્ટ્રિય દરજ્જો આપવાની દરકાર લીધી નથી. ગોધરા ખાતે મહાત્મા ગાંધી, સરદાર પટેલ અને મોરારજી દેસાઇએ રોકાણ કર્યાના મકાનને હેરીટેજમા સમાવિષ્ટ કરાયા છે. પરંતુ 150 વર્ષ પુરાણા કરમસદ સ્થિત સરદાર પટેલના નિવાસસ્થાનને હેરીટેજમા સમાવેશ નહી કરી નેતાઓએ તેઓની ધરાર અવગણના કરી છે. આઝાદીની ચળવળના પ્રણેતાઓના નિવાસસ્થાનને હેરીટેજમા સમાવેશ કરવામા આવતા હોય છે. જે હેઠળ ગોધરા ખાતે મહાત્મા ગાંધી, સરદાર પટેલ તથા મોરારજી દેસાઇના રોકાણના ત્રણ નિવાસસ્થાનોને હેરીટેજમા સમાવેશ કરવામા આવ્યા છે. મહામાનવે જીંદગીનો મહત્વનો સમય, બાળપણ પસાર કર્યુ તે પુણ્ય ભુમિમા જે મકાનની ચાર દિવાલોમાં તેઓ બાલ્યકાળના પાઠો શીખ્યા તેવા ઐતિહાસિક સ્થળની જાળવણી કે તેને હેરીટેજ તરીકે જાહેર કરવામા આવે તો આવનારી પેઢી પણ વિભુતિના ઉદ્દાત કાર્યોથી અવગત રહી શકે તેવી લોકલાગણી પ્રગટી છે.