રતનપરમાં અગાઉના ઝઘડાના મનદુઃખ બાબતે 4 શખ્સોએ યુવાનને માર માર્યો

- યુવાનને ચા પીવાના બહાને બોલાવી 4 શખ્સોએ લાકડાના ધોકા વડે તેમજ મૂંઢ માર માર્યોસુરેન્દ્રનગર : રતનપરમાં રહેતા યુવાનને મિત્રની બહેન ઇન્સ્ટાગ્રામમાં મેસેજ કરતી હતી આ અંગે યુવાને મિત્રને જાણ કરતા મિત્ર તેમજ અન્ય ૩ શખ્સોએ ભેગા મળી યુવાનને ચા પીવાના બહાને બોલાવી લાકડાના ધોકા વડે તેમજ મૂંઢ માર મારી ઇજાઓ પહોંચાડી હતી આ અંગે જોરાવરનગર પોલીસ મથકે ફરીયાદ નોંધાતા પોલીસે ગુન્હો નોંધી કાયદેસર કાર્યવાહી હાથ ધરી છે.રતનપર ખાણ વિસ્તારમાં રહેતા ભાવેશભાઇ વનરાજભાઇ શીંહોરાને તેમના મિત્ર મેહુલ મુકેશભાઇ ગોતરવાડીયાની બહેન ઇન્સ્ટાગ્રામમાં મેસેજ કરતી હતી આથી આ અંગે ભાવેશભાઇએ મેહુલને આ બાબતે જણાવ્યું હતું અને આ મામલે સમાધાન પણ થઇ ગયું હતું તેમ છતાં આ બાબતનું મનદુખ રાખી મેહુલ અને સુનિલ ઉર્ફે ચોંગલ કાનાભાઇ ડુંગરાણીયા ભાવેશભાઇને ચા પીવાના બહાને રતનપર બાયપાસ રોડ પર લઇ ગયાં હતાં અને ત્યાંથી બાઇકમાં આગળ કાચા રસ્તે લઇજઇ ભાવેશભાઇને ગાળો આપી લાકડાના ધોલા વડે માર મારવા લાગ્યા હતા અને તે દરમિયાન મુકેશભાઇ બાબુભાઇ ગોતરવાડીયા અને સતીષભાઇ કાનાભાઇ સારલા પણ ધસી આવ્યા હતાં અને ઢીકાપાટુનો માર મારવા લાગ્યા હતાં. આ મારામારીમાં ભાવેશભાઇને ઇજાઓ પહોંચતા સારવાર માટે સુરેન્દ્રનગર હોસ્પિટલ ખાતે લઇ જવામાં આવ્યા હતા અને ઇજાગ્રસ્ત ભાવેશભાઇએ માર મારનાર પિતા પુત્ર સહીત કુલ ૪ શખ્સો સામે જોરાવરનગર પોલીસ મથકે ફરીયાદ નોંધાવતા પોલીસે ગુન્હો નોંધી વધુ તપાસની કામગીરી હાથ ધરી છે.

રતનપરમાં અગાઉના ઝઘડાના મનદુઃખ બાબતે 4 શખ્સોએ યુવાનને માર માર્યો

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -


- યુવાનને ચા પીવાના બહાને બોલાવી 4 શખ્સોએ લાકડાના ધોકા વડે તેમજ મૂંઢ માર માર્યો

સુરેન્દ્રનગર : રતનપરમાં રહેતા યુવાનને મિત્રની બહેન ઇન્સ્ટાગ્રામમાં મેસેજ કરતી હતી આ અંગે યુવાને મિત્રને જાણ કરતા મિત્ર તેમજ અન્ય ૩ શખ્સોએ ભેગા મળી યુવાનને ચા પીવાના બહાને બોલાવી લાકડાના ધોકા વડે તેમજ મૂંઢ માર મારી ઇજાઓ પહોંચાડી હતી આ અંગે જોરાવરનગર પોલીસ મથકે ફરીયાદ નોંધાતા પોલીસે ગુન્હો નોંધી કાયદેસર કાર્યવાહી હાથ ધરી છે.

રતનપર ખાણ વિસ્તારમાં રહેતા ભાવેશભાઇ વનરાજભાઇ શીંહોરાને તેમના મિત્ર મેહુલ મુકેશભાઇ ગોતરવાડીયાની બહેન ઇન્સ્ટાગ્રામમાં મેસેજ કરતી હતી આથી આ અંગે ભાવેશભાઇએ મેહુલને આ બાબતે જણાવ્યું હતું અને આ મામલે સમાધાન પણ થઇ ગયું હતું તેમ છતાં આ બાબતનું મનદુખ રાખી મેહુલ અને સુનિલ ઉર્ફે ચોંગલ કાનાભાઇ ડુંગરાણીયા ભાવેશભાઇને ચા પીવાના બહાને રતનપર બાયપાસ રોડ પર લઇ ગયાં હતાં અને ત્યાંથી બાઇકમાં આગળ કાચા રસ્તે લઇજઇ ભાવેશભાઇને ગાળો આપી લાકડાના ધોલા વડે માર મારવા લાગ્યા હતા અને તે દરમિયાન મુકેશભાઇ બાબુભાઇ ગોતરવાડીયા અને સતીષભાઇ કાનાભાઇ સારલા પણ ધસી આવ્યા હતાં અને ઢીકાપાટુનો માર મારવા લાગ્યા હતાં. આ મારામારીમાં ભાવેશભાઇને ઇજાઓ પહોંચતા સારવાર માટે સુરેન્દ્રનગર હોસ્પિટલ ખાતે લઇ જવામાં આવ્યા હતા અને ઇજાગ્રસ્ત ભાવેશભાઇએ માર મારનાર પિતા પુત્ર સહીત કુલ ૪ શખ્સો સામે જોરાવરનગર પોલીસ મથકે ફરીયાદ નોંધાવતા પોલીસે ગુન્હો નોંધી વધુ તપાસની કામગીરી હાથ ધરી છે.