Statue Of Unity પ્રવાસીઓ માટે હોટ-ફેવરિટ, નાતાલ પહેલા તમામ હોટલોના બુકિંગ ફૂલ
નર્મદા જિલ્લામાં જ્યારથી સ્ટેચ્યુ ઓફ યુનિટીનું લોકાર્પણ થયું છે, ત્યારથી પ્રવાસીઓ માટે નર્મદા જિલ્લો હોટ ફેવરિટ બન્યો છે, સ્ટેચ્યુ ઓફ યુનિટી પર નાતાલની રજાઓમાં પ્રવાસીઓનો ધસારો વધ્યો છે અને નાતાલની રજાઓ પહેલા જ દોઢ લાખ કરતા વધુ પ્રવાસીઓએ મુલાકાત લીધી છે.તમામ હોટલો અને ટેન્ટ સિટી સહિતનું બુકિંગ ફૂલ સરદાર સરોવર નર્મદા બંધ અને સ્ટેચ્યુ ઓફ યુનિટી પર સૌથી વધુ પ્રવાસીઓ હાલ આવી રહ્યા છે. ગુજરાત સહિત ભારતભરમાં અને વિદેશોમાં પણ નાતાલનો પર્વ ધૂમધામથી ઉજવાય છે, ત્યારે તહેવારનો માહોલ અને નવા વર્ષના વધામણા એટલે 31 ડિસેમ્બરના રોજ પ્રવાસીઓ નવા વર્ષની ઉજવણી વિશ્વની સૌથી ઉંચી પ્રતિમા સ્ટેચ્યુ ઓફ યુનિટી સાથે કરી રહ્યા છે. ત્યારે જિલ્લામાં આવેલી તમામ હોટલો અને ટેન્ટ સિટી સહિતનું બુકિંગ ફૂલ થવાને કારણે પોલીસ અને તંત્ર પણ એલર્ટ થયા હતા. દેશ વિદેશના પ્રવાસીઓ SOUને પસંદ કરી રહ્યા છે જોકે હાલ નર્મદા જિલ્લામાં 31 ડિસેમ્બરની ઉજવણી કરવા આવતા પ્રવાસીઓ માટે હોટલો અને ટેન્ટ સિટીના સંચાલકોએ પણ પ્રવાસીઓની 31મી ડિસેમ્બરની ઉજવણી યાદગાર બની રહે તે માટે ડી.જે પાર્ટી આદિવાસી જમવાનું મેનુ, સ્ટેજ આમ તમામ પ્રકારની સુવિધા માટે સજ્જ બન્યા છે. આજે ડેમ અને સ્ટેચ્યુ ઓફ યુનિટી પર આટલા વર્ષનો પ્રવાસીઓનો રેકોર્ડ નોંધાયો છે. નાતાલની રજામાં મોટી સંખ્યામાં પ્રવાસીઓ આવી રહ્યા છે, જેને લઈ અહીં આવતા પ્રવાસીઓ માટે સ્પેશિયલ સુવિધાઓ કરવામાં આવી છે. હવે ગુજરાતમાં જ કેવડિયા ખાતે SOU બનતા દેશ વિદેશના પ્રવાસીઓ SOUને પસંદ કરી રહ્યા છે.
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
નર્મદા જિલ્લામાં જ્યારથી સ્ટેચ્યુ ઓફ યુનિટીનું લોકાર્પણ થયું છે, ત્યારથી પ્રવાસીઓ માટે નર્મદા જિલ્લો હોટ ફેવરિટ બન્યો છે, સ્ટેચ્યુ ઓફ યુનિટી પર નાતાલની રજાઓમાં પ્રવાસીઓનો ધસારો વધ્યો છે અને નાતાલની રજાઓ પહેલા જ દોઢ લાખ કરતા વધુ પ્રવાસીઓએ મુલાકાત લીધી છે.
તમામ હોટલો અને ટેન્ટ સિટી સહિતનું બુકિંગ ફૂલ
સરદાર સરોવર નર્મદા બંધ અને સ્ટેચ્યુ ઓફ યુનિટી પર સૌથી વધુ પ્રવાસીઓ હાલ આવી રહ્યા છે. ગુજરાત સહિત ભારતભરમાં અને વિદેશોમાં પણ નાતાલનો પર્વ ધૂમધામથી ઉજવાય છે, ત્યારે તહેવારનો માહોલ અને નવા વર્ષના વધામણા એટલે 31 ડિસેમ્બરના રોજ પ્રવાસીઓ નવા વર્ષની ઉજવણી વિશ્વની સૌથી ઉંચી પ્રતિમા સ્ટેચ્યુ ઓફ યુનિટી સાથે કરી રહ્યા છે. ત્યારે જિલ્લામાં આવેલી તમામ હોટલો અને ટેન્ટ સિટી સહિતનું બુકિંગ ફૂલ થવાને કારણે પોલીસ અને તંત્ર પણ એલર્ટ થયા હતા.
દેશ વિદેશના પ્રવાસીઓ SOUને પસંદ કરી રહ્યા છે
જોકે હાલ નર્મદા જિલ્લામાં 31 ડિસેમ્બરની ઉજવણી કરવા આવતા પ્રવાસીઓ માટે હોટલો અને ટેન્ટ સિટીના સંચાલકોએ પણ પ્રવાસીઓની 31મી ડિસેમ્બરની ઉજવણી યાદગાર બની રહે તે માટે ડી.જે પાર્ટી આદિવાસી જમવાનું મેનુ, સ્ટેજ આમ તમામ પ્રકારની સુવિધા માટે સજ્જ બન્યા છે. આજે ડેમ અને સ્ટેચ્યુ ઓફ યુનિટી પર આટલા વર્ષનો પ્રવાસીઓનો રેકોર્ડ નોંધાયો છે. નાતાલની રજામાં મોટી સંખ્યામાં પ્રવાસીઓ આવી રહ્યા છે, જેને લઈ અહીં આવતા પ્રવાસીઓ માટે સ્પેશિયલ સુવિધાઓ કરવામાં આવી છે. હવે ગુજરાતમાં જ કેવડિયા ખાતે SOU બનતા દેશ વિદેશના પ્રવાસીઓ SOUને પસંદ કરી રહ્યા છે.