Dasada: ગ્રામ્યની કેનાલમાં પાણી છોડાતા પંથકના ખેડૂતોમાં રાહતની લાગણી

સુરેન્દ્રનગર જિલ્લામાં હાલ રવી વાવેતરની સીઝન ચાલી રહી છે. ત્યારે દસાડા પંથકમાં કેનાલોમાં પાણી ન આવતા ખેડૂતો મુંઝાયા હતા અને કેનાલમાં પાણી છોડવા માંગ ઉઠી હતી.જેને લઈને ધારાસભ્યે તાજેતરમાં સરકારમાં રજૂઆત કરતા રવી સીઝનના પાકની સીંચાઈ માટે કેનાલોમાં પાણી છોડવામાં આવ્યુ છે. જયારે વીજ પુરવઠો પણ ખેતી માટે હવે 8 કલાકના બદલે 10 કલાક આપવામાં આવનાર છે.દસાડા પંથકમાં ચોમાસાના સમયમાં વરસાદને લીધે પાકને ભારે નુકશાન થયુ છે. દર વર્ષે નવેમ્બર માસની શરૂઆતમાં જ રવી વાવેતર માટે પાણી અપાય છે. જયારે 10 કલાક વીજળી અપાય છે. પરંતુ હાલ અડધો નવેમ્બર માસ વિતવા છતાં કેનાલો કોરીકટ છે. આ ઉપરાંત વીજળી પણ 8 કલાક જ આપવામાં આવે છે. આથી ખેડૂતો રવી પાકની વાવણી કરી શકતા નથી. પાટડીના ખેડૂત ગાંડાભાઈ રબારી, સુરજપુરાના હસમુખભાઈ પટેલ સહિતનાઓએ તાત્કાલિક કેનાલોમાં પાણી આપવા અને 10 કલાક વીજળી આપવા માંગ કરી છે. જો સરકાર તાકીદે પાણી નહીં આપે તો રવી પાકનું વાવેતર મોડુ થવાથી ખેડૂતોને નુકશાનની ભીતિ સેવાઈ રહી છે. ખેડૂતોની સમસ્યા ધારાસભ્ય પી.કે.પરમારને ધ્યાને આવતા તેઓએ તુરંત રાજય સરકારમાં આ અંગે રજુઆત કરી હતી. જેને લીધે દસાડા પંથકની કેનાલોમાં પાણી છોડાયુ છે. આ ઉપરાંત ધારાસભ્યએ ઉર્જા મંત્રી કનુભાઈ દેસાઈને પણ રજૂઆત કરતા તેઓએ દસાડા પંથકના 24 વીજ ફીડરમાંથી 8 કલાકના બદલે 10 કલાક વીજ પુરવઠો આપવાનો આદેશ કર્યો છે. આથી દસાડા પંથકના ખેડૂતોમાં આનંદ છવાયો છે.

Dasada: ગ્રામ્યની કેનાલમાં પાણી છોડાતા પંથકના ખેડૂતોમાં રાહતની લાગણી

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

સુરેન્દ્રનગર જિલ્લામાં હાલ રવી વાવેતરની સીઝન ચાલી રહી છે. ત્યારે દસાડા પંથકમાં કેનાલોમાં પાણી ન આવતા ખેડૂતો મુંઝાયા હતા અને કેનાલમાં પાણી છોડવા માંગ ઉઠી હતી.જેને લઈને ધારાસભ્યે તાજેતરમાં સરકારમાં રજૂઆત કરતા રવી સીઝનના પાકની સીંચાઈ માટે કેનાલોમાં પાણી છોડવામાં આવ્યુ છે. જયારે વીજ પુરવઠો પણ ખેતી માટે હવે 8 કલાકના બદલે 10 કલાક આપવામાં આવનાર છે.

દસાડા પંથકમાં ચોમાસાના સમયમાં વરસાદને લીધે પાકને ભારે નુકશાન થયુ છે. દર વર્ષે નવેમ્બર માસની શરૂઆતમાં જ રવી વાવેતર માટે પાણી અપાય છે. જયારે 10 કલાક વીજળી અપાય છે. પરંતુ હાલ અડધો નવેમ્બર માસ વિતવા છતાં કેનાલો કોરીકટ છે. આ ઉપરાંત વીજળી પણ 8 કલાક જ આપવામાં આવે છે. આથી ખેડૂતો રવી પાકની વાવણી કરી શકતા નથી. પાટડીના ખેડૂત ગાંડાભાઈ રબારી, સુરજપુરાના હસમુખભાઈ પટેલ સહિતનાઓએ તાત્કાલિક કેનાલોમાં પાણી આપવા અને 10 કલાક વીજળી આપવા માંગ કરી છે. જો સરકાર તાકીદે પાણી નહીં આપે તો રવી પાકનું વાવેતર મોડુ થવાથી ખેડૂતોને નુકશાનની ભીતિ સેવાઈ રહી છે. ખેડૂતોની સમસ્યા ધારાસભ્ય પી.કે.પરમારને ધ્યાને આવતા તેઓએ તુરંત રાજય સરકારમાં આ અંગે રજુઆત કરી હતી. જેને લીધે દસાડા પંથકની કેનાલોમાં પાણી છોડાયુ છે. આ ઉપરાંત ધારાસભ્યએ ઉર્જા મંત્રી કનુભાઈ દેસાઈને પણ રજૂઆત કરતા તેઓએ દસાડા પંથકના 24 વીજ ફીડરમાંથી 8 કલાકના બદલે 10 કલાક વીજ પુરવઠો આપવાનો આદેશ કર્યો છે. આથી દસાડા પંથકના ખેડૂતોમાં આનંદ છવાયો છે.