ragging incident: રેગિંગકાંડ મામલે ધ્રાંગધ્રામાં મૌન રેલી નીકળી
ધ્રાંગધ્રા તાલુકાના જેસડા ગામના અને પાટણના ધારપુરની મેડિકલ કોલેજના પ્રથમ વર્ષના વિદ્યાર્થીનું રેગિંગના કારણે મોત થતા સર્વ સમાજે હળવદ રોડ ઉપર સભામાં સ્વ. અનિલ પટેલને શ્રદ્ધાંજલિ અર્પણ કર્યા બાદ અલગ અલગ સુત્રોના બેનર્સ સાથે મૌન રેલી દ્વારા ધ્રાંગધ્રા તાલુકા સેવા સદન પહોંચી ડેપ્યુટી કલેકટરને આવેદનપત્ર પાઠવી 15 રેગિંગ કરનાર સહિત અન્ય સંડોવાયેલાઓ સામે પણ કડક કાર્યવાહી કરી કાયમી સસ્પેન્ડ કરવાની અને દેશમાં ક્યાય કોઈ રેગીંગનો ભોગ ના બને એવી અમલવારી કરાવવાની માંગ કરી હતી.પ્રાપ્ત વિગતો અનુસાર પોતાનો પુત્ર તબીબી કે ઈજનેરી સહિતના ક્ષેત્રમાં ઉચ્ચ અભ્યાસ કરી પરિવાર સમાજ અને વિસ્તારનું નામ રોશન કરે એવી દરેક વાલીની અપેક્ષાઓ હોય છે. ત્યારે ધ્રાંગધ્રા તાલુકાના જેસડા ગામનો આશાસ્પદ અને સરળ સ્વભાવનો અનિલ નટવરભાઈ પટેલ પાટણની મેડીકલ કોલેજમાં અભ્યાસ કરવા જતાની સાથે જ 15 સિનિયર વિદ્યાર્થીઓનો રેગીંગનો ભોગ બનતા મોત થયું હતું. આ રેગીંગની ઘટનાથી મોત થતા સમગ્ર રાજ્યમાં ચકચાર મચી ગઈ હતી. હાલ 15 સિનિયર છાત્રો સામે પોલીસ ફરિયાદ બાદ જેલમાં મોકલી કોર્ટ કેસ ચાલે ત્યાં સુધી સસ્પેન્ડ કરી દેવાયા છે. પરંતુ દેશમાં કોઈ પણ સમાજનો કે કોઈ પણ ફેકલ્ટીનો વિદ્યાર્થી રેગીંગનો ભોગ ના બને એ માટે ધ્રાંગધ્રા ખાતે સર્વ સમાજ દ્વારા હળવદ રોડ ઉપર સભા, મૌન રેલી બાદ ધ્રાંગધ્રા ડેપ્યુટી ક્લેકટર હર્ષદીપ આચાર્યને આવેદનપત્ર પાઠવ્યું હતું. જે સમયે પરિવારજનોએ બીજા કોઈ પરિવાર આવી ઘટનાનો ભોગ ના બને એ માટે કડક કાર્યવાહીની કરવાની માંગ કરી હતી. મહિલા અગ્રણી ગીતાબેન પટેલે દેશમાં દાખલો બેસે એ માટે આ 15 રેગીંગ કરનાર વિદ્યાર્થીઓને કાયમી માટે સસ્પેન્ડ કરાય એવી માંગ કરી હતી. જયારે જયેશભાઈ પટેલે જણાવ્યું હતું કે 15 વિદ્યાર્થીઓને આકરી સજા કરવા અને કાયમી સસ્પેન્ડ કરવામાં આવે તો બીજા કોઈ આવું કૃત્ય ના કરે.અને સરકાર, કોલેજો પણ જવાબદારી નિભાવી કોલેજોમાં વિદ્યાર્થીઓની પુરતી સલામતી જળવાઈ રહે એવી કાર્યવાહી કરવાની પણ માંગ લોકોએ ઉચ્ચારી હતી.હવે મેડીકલ કોલેજ, આરોગ્ય વિભાગ અને ગુજરાત સરકાર આ રેગીંગ કરનાર 15 સામે કેવા કડક પગલાં લે છે. એની સામે સૌની નજર મંડાયેલી છે. પોલીસ સાથે કોલેજના સત્તાધીશો દ્વારા પણ કડક કાર્યવાહી કરવામાં આવે ધારપુર મેડિકલ કોલેજના ચકચારી રેગિંગ કાંડમાં સબ જેલ ભેગા કરાયેલા 15 સિનિયર છાત્રોમાંથી અનેક આડકતરી રીતે રાજકીય પીઠબળ ધરાવતા હોવાથી બચાવ કરવા માટે હવાતિયા મારી રહ્યા હતા. પરંતુ પાટણ જિલ્લા પોલીસ વડા રવિન્દ્ર પટેલે કોઈપણ જાતની શેહશરમ રાખ્યા વગર ફરિયાદ, રિમાન્ડ અને તપાસની કાર્યવાહી કર્યા બાદ જેલ સુધી પહોંચાડી દીધા છે. ત્યારે હવે મેડીકલ કોલેજ અને સરકાર કાયમી સસ્પેન્ડ કરી દાખલો બેસાડે એવી પંથકમાં સૌની માંગ છે. આરોપી છાત્રોને કાયમી સસ્પેન્ડ કરાય તો જ આવી ઘટના અટકે મેડીકલ વિદ્યાર્થીના રેગીંગથી મોત બાદ સમગ્ર વિસ્તારમાં ભારે રોષ દેખાઈ રહ્યો છે. ત્યારે આવેદન સમયે હાજર જયેશભાઈ પટેલ, ગીતાબેન પટેલ અને પપુભાઇ ઠાકોર સહિતના અગ્રણીઓએ પહેલા તો આ રેગીંગ કાંડના 15 આરોપી વિદ્યાર્થીઓને કોલેજમાંથી કાયમી સસ્પેન્ડ કરવામાં આવે તો દેશમાં ક્યાંય કોઈ છાત્ર સાથે આવું કૃત્ય ના કરે અને દેશભરમાં આવી કડક કાર્યવાહીથી દાખલો બેસે. જેથી તાત્કાલિક કાયમી સસ્પેન્ડ કરવાની માંગ કરી હતી. આવેદન સ્વીકારી યોગ્ય કાર્યવાહીની ખાતરી અપાઈ ધ્રાંગધ્રામાં સર્વ સમાજના મોટી સંખ્યામાં લોકો રેગીંગ કાંડના આરોપીઓ સામે કડક કાર્યવાહીની માંગ સાથે ડેપ્યુટી કલેકટર કચેરી ખાતે પહોંચ્યા હતા. નાગરિકોની સંખ્યા જોઈ ડેપ્યુટી કલેકટર કચેરીના પરિસરમાં આવી અગ્રણીઓ પાસેથી આવેદનપત્ર સ્વીકારી યોગ્ય કાર્યવાહીની ખાતરી આપી હતી.
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
ધ્રાંગધ્રા તાલુકાના જેસડા ગામના અને પાટણના ધારપુરની મેડિકલ કોલેજના પ્રથમ વર્ષના વિદ્યાર્થીનું રેગિંગના કારણે મોત થતા સર્વ સમાજે હળવદ રોડ ઉપર સભામાં સ્વ. અનિલ પટેલને શ્રદ્ધાંજલિ અર્પણ કર્યા બાદ અલગ અલગ સુત્રોના બેનર્સ સાથે મૌન રેલી દ્વારા ધ્રાંગધ્રા તાલુકા સેવા સદન પહોંચી ડેપ્યુટી કલેકટરને આવેદનપત્ર પાઠવી 15 રેગિંગ કરનાર સહિત અન્ય સંડોવાયેલાઓ સામે પણ કડક કાર્યવાહી કરી કાયમી સસ્પેન્ડ કરવાની અને દેશમાં ક્યાય કોઈ રેગીંગનો ભોગ ના બને એવી અમલવારી કરાવવાની માંગ કરી હતી.
પ્રાપ્ત વિગતો અનુસાર પોતાનો પુત્ર તબીબી કે ઈજનેરી સહિતના ક્ષેત્રમાં ઉચ્ચ અભ્યાસ કરી પરિવાર સમાજ અને વિસ્તારનું નામ રોશન કરે એવી દરેક વાલીની અપેક્ષાઓ હોય છે. ત્યારે ધ્રાંગધ્રા તાલુકાના જેસડા ગામનો આશાસ્પદ અને સરળ સ્વભાવનો અનિલ નટવરભાઈ પટેલ પાટણની મેડીકલ કોલેજમાં અભ્યાસ કરવા જતાની સાથે જ 15 સિનિયર વિદ્યાર્થીઓનો રેગીંગનો ભોગ બનતા મોત થયું હતું. આ રેગીંગની ઘટનાથી મોત થતા સમગ્ર રાજ્યમાં ચકચાર મચી ગઈ હતી. હાલ 15 સિનિયર છાત્રો સામે પોલીસ ફરિયાદ બાદ જેલમાં મોકલી કોર્ટ કેસ ચાલે ત્યાં સુધી સસ્પેન્ડ કરી દેવાયા છે. પરંતુ દેશમાં કોઈ પણ સમાજનો કે કોઈ પણ ફેકલ્ટીનો વિદ્યાર્થી રેગીંગનો ભોગ ના બને એ માટે ધ્રાંગધ્રા ખાતે સર્વ સમાજ દ્વારા હળવદ રોડ ઉપર સભા, મૌન રેલી બાદ ધ્રાંગધ્રા ડેપ્યુટી ક્લેકટર હર્ષદીપ આચાર્યને આવેદનપત્ર પાઠવ્યું હતું. જે સમયે પરિવારજનોએ બીજા કોઈ પરિવાર આવી ઘટનાનો ભોગ ના બને એ માટે કડક કાર્યવાહીની કરવાની માંગ કરી હતી.
મહિલા અગ્રણી ગીતાબેન પટેલે દેશમાં દાખલો બેસે એ માટે આ 15 રેગીંગ કરનાર વિદ્યાર્થીઓને કાયમી માટે સસ્પેન્ડ કરાય એવી માંગ કરી હતી. જયારે જયેશભાઈ પટેલે જણાવ્યું હતું કે 15 વિદ્યાર્થીઓને આકરી સજા કરવા અને કાયમી સસ્પેન્ડ કરવામાં આવે તો બીજા કોઈ આવું કૃત્ય ના કરે.અને સરકાર, કોલેજો પણ જવાબદારી નિભાવી કોલેજોમાં વિદ્યાર્થીઓની પુરતી સલામતી જળવાઈ રહે એવી કાર્યવાહી કરવાની પણ માંગ લોકોએ ઉચ્ચારી હતી.હવે મેડીકલ કોલેજ, આરોગ્ય વિભાગ અને ગુજરાત સરકાર આ રેગીંગ કરનાર 15 સામે કેવા કડક પગલાં લે છે. એની સામે સૌની નજર મંડાયેલી છે.
પોલીસ સાથે કોલેજના સત્તાધીશો દ્વારા પણ કડક કાર્યવાહી કરવામાં આવે
ધારપુર મેડિકલ કોલેજના ચકચારી રેગિંગ કાંડમાં સબ જેલ ભેગા કરાયેલા 15 સિનિયર છાત્રોમાંથી અનેક આડકતરી રીતે રાજકીય પીઠબળ ધરાવતા હોવાથી બચાવ કરવા માટે હવાતિયા મારી રહ્યા હતા. પરંતુ પાટણ જિલ્લા પોલીસ વડા રવિન્દ્ર પટેલે કોઈપણ જાતની શેહશરમ રાખ્યા વગર ફરિયાદ, રિમાન્ડ અને તપાસની કાર્યવાહી કર્યા બાદ જેલ સુધી પહોંચાડી દીધા છે. ત્યારે હવે મેડીકલ કોલેજ અને સરકાર કાયમી સસ્પેન્ડ કરી દાખલો બેસાડે એવી પંથકમાં સૌની માંગ છે.
આરોપી છાત્રોને કાયમી સસ્પેન્ડ કરાય તો જ આવી ઘટના અટકે
મેડીકલ વિદ્યાર્થીના રેગીંગથી મોત બાદ સમગ્ર વિસ્તારમાં ભારે રોષ દેખાઈ રહ્યો છે. ત્યારે આવેદન સમયે હાજર જયેશભાઈ પટેલ, ગીતાબેન પટેલ અને પપુભાઇ ઠાકોર સહિતના અગ્રણીઓએ પહેલા તો આ રેગીંગ કાંડના 15 આરોપી વિદ્યાર્થીઓને કોલેજમાંથી કાયમી સસ્પેન્ડ કરવામાં આવે તો દેશમાં ક્યાંય કોઈ છાત્ર સાથે આવું કૃત્ય ના કરે અને દેશભરમાં આવી કડક કાર્યવાહીથી દાખલો બેસે. જેથી તાત્કાલિક કાયમી સસ્પેન્ડ કરવાની માંગ કરી હતી.
આવેદન સ્વીકારી યોગ્ય કાર્યવાહીની ખાતરી અપાઈ
ધ્રાંગધ્રામાં સર્વ સમાજના મોટી સંખ્યામાં લોકો રેગીંગ કાંડના આરોપીઓ સામે કડક કાર્યવાહીની માંગ સાથે ડેપ્યુટી કલેકટર કચેરી ખાતે પહોંચ્યા હતા. નાગરિકોની સંખ્યા જોઈ ડેપ્યુટી કલેકટર કચેરીના પરિસરમાં આવી અગ્રણીઓ પાસેથી આવેદનપત્ર સ્વીકારી યોગ્ય કાર્યવાહીની ખાતરી આપી હતી.