Gandhinagar: બગીચામાં ટ્રેનમાં બેસવા મુદ્દે મારામારી, ડ્રાઈવરે બે લોકોને છરીના ઘા માર્યા
રાજ્યના પાટનગર ગાંધીનગરમાં પણ હવે ક્રાઈમની ઘટનાઓમાં વધારો થઈ રહ્યો છે. ગાંધીનગરમાં સેક્ટર 28ના બગીચામાં ખૂની ખેલ ખેલાયો છે, છરી વડે હુમલો કરવાની ઘટના પ્રકાશમાં આવી છે.સહેલાણીઓ ઈજાગ્રસ્ત થતા સારવાર માટે હોસ્પિટલ ખસેડાયા સેક્ટર 28ના બગીચામાં ટ્રેનમાં બેસવા મામલે મારામારી થઈ હતી અને ત્યારબાદ ટ્રેન ડ્રાઈવરે અમદાવાદના બે સહેલાણીઓને છરી ઘા માર્યા છે. અમદાવાદના જુહાપુરા ખાતેથી ગાંધીનગર સેકટર 28ના બગીચામાં ફરવા માટે આવેલા 16 જેટલા સહેલાણીઓ પૈકી બે ઉપર ઘાતકી હુમલો થયો છે. અમાન ઈકબાલ શેખ અને હુસેન યાકુબ પઠાણ ઉપર આ ઘાતકી હુમલો ટ્રેન ડ્રાઈવર દ્વારા કરવામાં આવ્યો છે. ટ્રેનમાંથી બાળક પડી જતા થઈ હતી બોલાચાલી ત્યારે બે વ્યક્તિ ઉપર ટ્રેન ડ્રાઈવરે ઘાતકી હુમલો કર્યા બાદ તાત્કાલિક સારવાર અર્થે બંને ઘાયલ વ્યક્તિઓને ગાંધીનગર સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા, ત્યાંથી એક વ્યક્તિને અમદાવાદ અસારવા સિવિલ હોસ્પિટલ ખાતે દાખલ કરવામાં આવ્યા છે. ટ્રેનમાં બેસવાની ધક્કા મુક્કીમાં ટ્રેન ડ્રાઈવરે ટ્રેન ઉપાડી દીધી અને જેના કારણે મહિલાનું બાળક નીચે પડી જતા મામલો ગરમાયો હતો અને ત્યારબાદ મારામારી થઈ અને ટ્રેન ડ્રાઈવરે ઉશ્કેરાઈને બે વ્યક્તિને છરીના ઘા મારી દીધા. ત્યારે આ સમગ્ર ઘટના મામલે સેકટર 21 પોલીસે ગુનો નોંધીને આગળની તપાસ હાથ ધરી છે.
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
રાજ્યના પાટનગર ગાંધીનગરમાં પણ હવે ક્રાઈમની ઘટનાઓમાં વધારો થઈ રહ્યો છે. ગાંધીનગરમાં સેક્ટર 28ના બગીચામાં ખૂની ખેલ ખેલાયો છે, છરી વડે હુમલો કરવાની ઘટના પ્રકાશમાં આવી છે.
સહેલાણીઓ ઈજાગ્રસ્ત થતા સારવાર માટે હોસ્પિટલ ખસેડાયા
સેક્ટર 28ના બગીચામાં ટ્રેનમાં બેસવા મામલે મારામારી થઈ હતી અને ત્યારબાદ ટ્રેન ડ્રાઈવરે અમદાવાદના બે સહેલાણીઓને છરી ઘા માર્યા છે. અમદાવાદના જુહાપુરા ખાતેથી ગાંધીનગર સેકટર 28ના બગીચામાં ફરવા માટે આવેલા 16 જેટલા સહેલાણીઓ પૈકી બે ઉપર ઘાતકી હુમલો થયો છે. અમાન ઈકબાલ શેખ અને હુસેન યાકુબ પઠાણ ઉપર આ ઘાતકી હુમલો ટ્રેન ડ્રાઈવર દ્વારા કરવામાં આવ્યો છે.
ટ્રેનમાંથી બાળક પડી જતા થઈ હતી બોલાચાલી
ત્યારે બે વ્યક્તિ ઉપર ટ્રેન ડ્રાઈવરે ઘાતકી હુમલો કર્યા બાદ તાત્કાલિક સારવાર અર્થે બંને ઘાયલ વ્યક્તિઓને ગાંધીનગર સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા, ત્યાંથી એક વ્યક્તિને અમદાવાદ અસારવા સિવિલ હોસ્પિટલ ખાતે દાખલ કરવામાં આવ્યા છે. ટ્રેનમાં બેસવાની ધક્કા મુક્કીમાં ટ્રેન ડ્રાઈવરે ટ્રેન ઉપાડી દીધી અને જેના કારણે મહિલાનું બાળક નીચે પડી જતા મામલો ગરમાયો હતો અને ત્યારબાદ મારામારી થઈ અને ટ્રેન ડ્રાઈવરે ઉશ્કેરાઈને બે વ્યક્તિને છરીના ઘા મારી દીધા. ત્યારે આ સમગ્ર ઘટના મામલે સેકટર 21 પોલીસે ગુનો નોંધીને આગળની તપાસ હાથ ધરી છે.