Valsadમાં લોકો સુધી દારૂ પહોંચે તે પહેલા જિલ્લા એલસીબીએ ઝડપી પાડયો

વલસાડ જિલ્લા LCBએ લાખોની કિંમતનો દારૂ ભરેલી ટ્રક ઝડપી પાડી છે,સેલવાસથી સુરત ટ્રાન્સપોર્ટની આડમાં દારૂ લાવવામાં આવતો હતો પરંતુ એલસીબીની ટીમને બાતમી મળતા ટ્રક ઝડપી હતી અને તેમાં ચેકિંગ કરતા બોકસમાંથી વિદેશી દારૂ મળી આવ્યો હતો,પોલીસે કુલ મળીને 31,47,500નો મુદ્દામાલ જપ્ત કર્યો છે. ટ્રકમાંથી ઝડપાયો દારૂ વલસાડ જિલ્લા એલસીબી પોલીસે 31 લાખની કિંમતનો દારૂ ઝડપી પાડયો છે.ટ્રકમાંથી 38,786 વિદેશી દારૂની બોટલ મળી આવી છે.આ દેશી દારૂની બોટલોની કિંમત 5 લાખથી વધુની છે,જિલ્લા એલસીબીએ બે આરોપીઓની ધરપકડ કરી છે,આ દારૂ સેલવાસથી ભરીને લવાતો હતો અને કોને આપવાનો હતો તે દિશામાં તપાસ હાથધરી છે.પોલીસને બાતમી હતી કે સેલવાસથી દારૂ ભરેલી ટ્રક નીકળી છે અને તે નંબરના આધારે આરોપીઓની ધરપકડ કરી છે. તહેવારો સમયે ઘુસાડાય છે દારૂ ! ગુજરાતમાં હવે નવરાત્રિ અને ત્યારબાદ દિવાળીનો તહેવાર આવશે ત્યારે ગુજરાતમાં કઈ પણ રીતે બુટલેગરો દારૂ ઘુસાડી રહ્યાં છે,પરંતુ પોલીસની નજર આવા બુટલેગરો પર છે એટલે તેઓ પોલીસની નજરમાંથી છટકી નહી શકે,ટ્રકમાંથી 38,786 વિદેશી દારૂની બોટલ મળી જેની કિંમત 5 લાખથી વધુ છે. 6 દિવસ પહેલા પણ એલસીબીએ ઝડપ્યો દારૂ લોકલ ક્રાઈમ બ્રાન્ચ પોલીસને પેટ્રોલિંગ દરમિયાન દમણથી બંધ બોડીના ટેમ્પોમાં દારૂનો જથ્થો અંકલેશ્વર તરફ લઈ જવાઈ રહ્યો હોવાની બાતમી મળતા પારડીના કીકરલા ખાતે વોચ ગોઠવી હતી.જે દરમિયાન બાતમી વાળો ટેમ્પો આવતા તેને અટકાવી તલાશી લેતા તેમાંથી બાટલી નંગ 4476 જેની કિંમત રૂ.4,77,600નો દારૂ મળી આવ્યો હતો.  

Valsadમાં લોકો સુધી દારૂ પહોંચે તે પહેલા જિલ્લા એલસીબીએ ઝડપી પાડયો

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

વલસાડ જિલ્લા LCBએ લાખોની કિંમતનો દારૂ ભરેલી ટ્રક ઝડપી પાડી છે,સેલવાસથી સુરત ટ્રાન્સપોર્ટની આડમાં દારૂ લાવવામાં આવતો હતો પરંતુ એલસીબીની ટીમને બાતમી મળતા ટ્રક ઝડપી હતી અને તેમાં ચેકિંગ કરતા બોકસમાંથી વિદેશી દારૂ મળી આવ્યો હતો,પોલીસે કુલ મળીને 31,47,500નો મુદ્દામાલ જપ્ત કર્યો છે.

ટ્રકમાંથી ઝડપાયો દારૂ

વલસાડ જિલ્લા એલસીબી પોલીસે 31 લાખની કિંમતનો દારૂ ઝડપી પાડયો છે.ટ્રકમાંથી 38,786 વિદેશી દારૂની બોટલ મળી આવી છે.આ દેશી દારૂની બોટલોની કિંમત 5 લાખથી વધુની છે,જિલ્લા એલસીબીએ બે આરોપીઓની ધરપકડ કરી છે,આ દારૂ સેલવાસથી ભરીને લવાતો હતો અને કોને આપવાનો હતો તે દિશામાં તપાસ હાથધરી છે.પોલીસને બાતમી હતી કે સેલવાસથી દારૂ ભરેલી ટ્રક નીકળી છે અને તે નંબરના આધારે આરોપીઓની ધરપકડ કરી છે.


તહેવારો સમયે ઘુસાડાય છે દારૂ !

ગુજરાતમાં હવે નવરાત્રિ અને ત્યારબાદ દિવાળીનો તહેવાર આવશે ત્યારે ગુજરાતમાં કઈ પણ રીતે બુટલેગરો દારૂ ઘુસાડી રહ્યાં છે,પરંતુ પોલીસની નજર આવા બુટલેગરો પર છે એટલે તેઓ પોલીસની નજરમાંથી છટકી નહી શકે,ટ્રકમાંથી 38,786 વિદેશી દારૂની બોટલ મળી જેની કિંમત 5 લાખથી વધુ છે.

6 દિવસ પહેલા પણ એલસીબીએ ઝડપ્યો દારૂ

લોકલ ક્રાઈમ બ્રાન્ચ પોલીસને પેટ્રોલિંગ દરમિયાન દમણથી બંધ બોડીના ટેમ્પોમાં દારૂનો જથ્થો અંકલેશ્વર તરફ લઈ જવાઈ રહ્યો હોવાની બાતમી મળતા પારડીના કીકરલા ખાતે વોચ ગોઠવી હતી.જે દરમિયાન બાતમી વાળો ટેમ્પો આવતા તેને અટકાવી તલાશી લેતા તેમાંથી બાટલી નંગ 4476 જેની કિંમત રૂ.4,77,600નો દારૂ મળી આવ્યો હતો.