Gujaratમાં મકાન માલિકો થઈ જાવ સચેત, પોલીસ યોજશે સ્પેશિયલ નોંધણી ડ્રાઈવ
ગુજરાતમાં જે લોકો ભાડે ઘરમાં રહી રહ્યાં છે તે લોકો અને મકાન માલિકો સાવચેત થઈ જજો,આજથી 27 ઓકટોબર સુધી ભાડુઆતોને લઈ ગુજરાત પોલીસ સ્પેશિયલ ડ્રાઈવ યોજી રહી છે.આ ડ્રાઈવનું નામ ભાડુઆત રજિસ્ટ્રેશન ડ્રાઈવ છે.જે લોકોએ મકાન ભાડે રાખ્યું છે તે ભાડુઆત અને જે મકાન માલિક છે તેણે પોલીસ સ્ટેશનમાં ઓનલાઈન ભાડા કરાર નહી બતાવ્યો હોય અને નહી કર્યો હોય તો પોલીસ તમારી સામે કરી શકે છે કાર્યવાહી. ભાડુઆત અંગે પોલીસ સ્ટેશનમાં નોંધણી ફરજિયાત ગુજરાતમાં જે પણ લોકો ભાડાનું મકાન રાખીને રહે છે તે લોકો અને મકાન માલિકો આળસના કારણે પોલીસ સ્ટેશનમાં ભાડા કરાર અને ઓનલાઈન રજીસ્ટ્રેશન કરાવતા નથી જેના કારણે જયારે મગજમારી થાય છે ઘર ખાલી કરાવાને લઈ ત્યારે પોલીસનો સહારો લેવો પડે છે આવી ઘટનાઓ બને નહી તેને લઈ સ્પેશિયલ ડ્રાઈવનું આયોજન કરાયું છે.ગુજરાત સિટીઝન ફર્સ્ટ એપ મારફતે નોંધણી કરી શકાશે અને ઘરે બેઠાં સરળતાથી ઓનલાઈન નોંધણી કરી શકાશે.ગુજરાત પોલીસે ટ્વીટ કરીને આપી જાણકારી. રાજ્યભરમાં તા.૧૩ થી ૨૭ ઓકટોબર ભાડૂઆત નોંધણી ડ્રાઈવ યોજાશે. ગુજરાત પોલીસ દ્વારા આજથી 27 ઓક્ટોબર સુધી એક ખાસ ડ્રાઇવ શરૂ કરવામાં આવી છે. ભાડુઆત નોંધણી અંગેની આ ઝુંબેશ હેઠળ પોલીસ ભાડુઆત નોંધણી અંગેની તપાસ ઘરે ઘરે જઈને કરી શકે છે. આ મામલે ગુજરાત પોલીસે તેના સોશિયલ મીડિયા એકાઉન્ટ પર પોસ્ટ કરી માહિતી આપી છે, જેમાં લખ્યું છે કે રાજ્યભરમાં 13 થી 27 ઓકટોબર, 2024 દરમિયાન ભાડુઆત નોંધણી અંગેની ખાસ ડ્રાઈવ યોજવામાં આવશે. ભાડુઆત અંગે પોલીસ સ્ટેશન ખાતે નોંધણી કરાવવી ફરજિયાત છે. સમયની આ મુદ્દત 11 મહિનાથી લઈને કેટલાક વર્ષો સુધી હોઈ શકે છે મકાન માલિકોન હિતોની રક્ષા માટે મોટાભાગના કિસ્સાઓમાં રેન્ટ એગ્રીમેન્ટ બનાવવામાં આવે છે. જો કે, આ એગ્રીમેન્ટ છતાય મોટાપાયે ભાડુઆત સામે મકાન માલિકના હિતોની સુરક્ષા થઈ શકતી નથી.એવામાં કોઈપણ વિવાદથી બચવા માટે હવે માલિકોએ લીજ એન્ડ લાયસન્સ અગ્રીમેન્ટનો વિકલ્પ અપનાવવાનું શરૂ કરી દીધું છે.પૂરી રીતે મકાન માલિકોના હિતમાં- ભલે રેન્ટ કે ભાડા કરાર હોય કે પછી લીજ એન્ડ લાયસન્સ આ બધા દસ્તાવેજોને મકાન માલિકોના હિતોની રક્ષા માટે બનાવવામાં આવે છે. બંને જ દસ્તાવેજોમાં સ્પષ્ટ રીતે ઉલ્લેખ કરી દેવામાં આવે છે કે, મિલકતનો માલિક તેના ભાડૂતને રહેણાંક અથવા વ્યવસાયિક ઉપયોગ માટે નિશ્ચિત સમયગાળા માટે પરવાનગી આપે છે.
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
ગુજરાતમાં જે લોકો ભાડે ઘરમાં રહી રહ્યાં છે તે લોકો અને મકાન માલિકો સાવચેત થઈ જજો,આજથી 27 ઓકટોબર સુધી ભાડુઆતોને લઈ ગુજરાત પોલીસ સ્પેશિયલ ડ્રાઈવ યોજી રહી છે.આ ડ્રાઈવનું નામ ભાડુઆત રજિસ્ટ્રેશન ડ્રાઈવ છે.જે લોકોએ મકાન ભાડે રાખ્યું છે તે ભાડુઆત અને જે મકાન માલિક છે તેણે પોલીસ સ્ટેશનમાં ઓનલાઈન ભાડા કરાર નહી બતાવ્યો હોય અને નહી કર્યો હોય તો પોલીસ તમારી સામે કરી શકે છે કાર્યવાહી.
ભાડુઆત અંગે પોલીસ સ્ટેશનમાં નોંધણી ફરજિયાત
ગુજરાતમાં જે પણ લોકો ભાડાનું મકાન રાખીને રહે છે તે લોકો અને મકાન માલિકો આળસના કારણે પોલીસ સ્ટેશનમાં ભાડા કરાર અને ઓનલાઈન રજીસ્ટ્રેશન કરાવતા નથી જેના કારણે જયારે મગજમારી થાય છે ઘર ખાલી કરાવાને લઈ ત્યારે પોલીસનો સહારો લેવો પડે છે આવી ઘટનાઓ બને નહી તેને લઈ સ્પેશિયલ ડ્રાઈવનું આયોજન કરાયું છે.ગુજરાત સિટીઝન ફર્સ્ટ એપ મારફતે નોંધણી કરી શકાશે અને ઘરે બેઠાં સરળતાથી ઓનલાઈન નોંધણી કરી શકાશે.ગુજરાત પોલીસે ટ્વીટ કરીને આપી જાણકારી.
રાજ્યભરમાં તા.૧૩ થી ૨૭ ઓકટોબર ભાડૂઆત નોંધણી ડ્રાઈવ યોજાશે.
ગુજરાત પોલીસ દ્વારા આજથી 27 ઓક્ટોબર સુધી એક ખાસ ડ્રાઇવ શરૂ કરવામાં આવી છે. ભાડુઆત નોંધણી અંગેની આ ઝુંબેશ હેઠળ પોલીસ ભાડુઆત નોંધણી અંગેની તપાસ ઘરે ઘરે જઈને કરી શકે છે. આ મામલે ગુજરાત પોલીસે તેના સોશિયલ મીડિયા એકાઉન્ટ પર પોસ્ટ કરી માહિતી આપી છે, જેમાં લખ્યું છે કે રાજ્યભરમાં 13 થી 27 ઓકટોબર, 2024 દરમિયાન ભાડુઆત નોંધણી અંગેની ખાસ ડ્રાઈવ યોજવામાં આવશે. ભાડુઆત અંગે પોલીસ સ્ટેશન ખાતે નોંધણી કરાવવી ફરજિયાત છે.
સમયની આ મુદ્દત 11 મહિનાથી લઈને કેટલાક વર્ષો સુધી હોઈ શકે છે
મકાન માલિકોન હિતોની રક્ષા માટે મોટાભાગના કિસ્સાઓમાં રેન્ટ એગ્રીમેન્ટ બનાવવામાં આવે છે. જો કે, આ એગ્રીમેન્ટ છતાય મોટાપાયે ભાડુઆત સામે મકાન માલિકના હિતોની સુરક્ષા થઈ શકતી નથી.એવામાં કોઈપણ વિવાદથી બચવા માટે હવે માલિકોએ લીજ એન્ડ લાયસન્સ અગ્રીમેન્ટનો વિકલ્પ અપનાવવાનું શરૂ કરી દીધું છે.પૂરી રીતે મકાન માલિકોના હિતમાં- ભલે રેન્ટ કે ભાડા કરાર હોય કે પછી લીજ એન્ડ લાયસન્સ આ બધા દસ્તાવેજોને મકાન માલિકોના હિતોની રક્ષા માટે બનાવવામાં આવે છે. બંને જ દસ્તાવેજોમાં સ્પષ્ટ રીતે ઉલ્લેખ કરી દેવામાં આવે છે કે, મિલકતનો માલિક તેના ભાડૂતને રહેણાંક અથવા વ્યવસાયિક ઉપયોગ માટે નિશ્ચિત સમયગાળા માટે પરવાનગી આપે છે.