Jamnagarમાં શાકભાજીના ભાવમાં થયો વધારો, ગૃહીણીઓનું બજેટ ખોરવાતા ત્રાહીમામ પોકારી ઉઠી

શિયાળો એટલે તંદુરસ્તી ભર્યું જીવન જીવવાની મજા અને તેમાં પણ હાલ લીલોતરી શાકભાજી એટલે લોકોને જમવામાં અનરો આનંદ.પરંતુ જામનગરની બજારમાં હાલ કડકડતી ઠંડીમાં પણ લીલા શાકભાજીના ભાવ ગૃહિણીઓને દઝાડી રહ્યા છે કારણકે શિયાળાની મોસમ જામી છે પરંતુ શાકભાજીના ભાવ હજુ પણ બજારમાં અડીખમ જોવા મળે છે. શાકભાજીના ભાવમાં થયો વધારો જામનગરમાં શાકભાજીના ભાવ ઘટવાનું નામ લેતા નથી.મહત્વની બાબત છે કે શિયાળામાં શાકભાજીના ભાવ ખૂબ નીચા હોવાથી ગૃહિણીઓ ઊંધિયું, લીલા ચણાનું શાક, તેમજ પાઉભાજી સહિતના વિવિધ વાનગીઓ વિશેષ બનાવતી હોય છે. પરંતુ આ શિયાળામાં તો દરેક શાકભાજી ના ભાવ ગત વર્ષ કરતા ખૂબ ઊંચા રહ્યા છે. ઉનાળાની સીઝનમાં શાકભાજીના ભાવ ઊંચા રહે તે સ્વાભાવિક બાબત ગણાય પરંતુ ચોમાસા પછી શિયાળામાં સામાન્ય રીતે શાકભાજીના ભાવ નીચા રહેતા હોય છે. ત્યારે શિયાળાની સીઝનમાં પણ શાકભાજીના ભાવ ઊંચા રહેતા જામનગરમાં ગુહિણીઓના બજેટ ઉપર મોટી અસર પડી છે. શાકભાજીના ભાવ શિયાળામાં વધ્યા સામાન્ય રીતે શાકભાજીના ભાવ રૂ 60 રૂ.કિલો હોય અને તેમાં પણ શિયાળો આવી જતા આ તમામ શાકભાજીના ભાવ રૂ. 30 થી 50 આસપાસ પહોચી જાય છે. ત્યારે આજે પણ અમુક શાકભાજીના ભાવમાં બમણો વધારો જોવા મળી રહ્યો છે જ્યારે અમુક શાકભાજીના ભાવમાં ઘટાડો જોવા મળી રહ્યો હતો.શિયાળાની શરૂઆત થઇ ગઇ હોવા છતા શાકભાજીના ભાવમાં દેખીતો ઘટાડો જોવા ન મળતા ગૃહીણીઓમાં હતાશાની લાગણી જોવા મળે છે. આ ભાવના કારણે ગુહિણીઓના બજેટ ઉપર અસર પડી હોવાનું ગુહિણીઓ કહે છે શાકનું વાવેતર ઓછુ 3 શાકભાજીના ભાવ ઉંચા રહેવા અંગે વેપારી કહે છે કે જામનગરમાં શાકભાજી અન્ય શહેરમાંથી આવે છે અને જામનગર આસપાસ ઓછું વાવેતર હોવાથી શાકભાજીની આવક ઉપર સિદ્ધિ અસર પડી છે. વળી કમોસમી વરસાદ બાદ ઘણીં જગ્યાએ શાકભાજીના પાકનું ધોવાણ થતા માંગ કરતા પુરવઠો ઓછો હોવાથી ભાવ શાકભાજીના ઉંચા રહયા છે. લીલીહળદરનો વધ્યો ભાવ હાલ જામનગરમાં શાકભાજીના ભાવ જો એ તો લીલી હળદર જે વિશેષ ખરીદી શિયાળામાં થતી હોય આરોગ્ય માટે ખૂબ લાભદાયક ગણાય છે. પરંતુ આ વર્ષે લીલી હળદરનો ભાવ રૂ. 100ને આંબી ગયો છે. તો બટેટા ટમેટા,ભીડો,ફુલવારના ભાવ રૂ 40 થી 45 વચ્ચે હોય છે.જ્યારે મેથીના એક પુરીયાના ભાવ રૂ 10 થી 15 તો એક કિલોના ભાવ રૂ.50 છે.તેવી જ રીતે મૂળાના ભાવ રૂ.20 થી 25 અને તાજરીયા ભાજીના રૂ 20 થી 22, પાલખની ભાજીના ભાવ રૂ 10 બજારમાં રહ્યો છે. જ્યારે ગરીબીની કસ્તુરી ગણાતી ડુંગરીના ભાવ પણ રૂ. 40 થી 45 સુઘી બોલાય છે. જ્યારે ગુવાર રૂ 60નો કિલો છે.કોબી રૂ 25 થી 30 હોવાનું શાકભાજીના વેપારી એ જણાવ્યું હતું.

Jamnagarમાં શાકભાજીના ભાવમાં થયો વધારો, ગૃહીણીઓનું બજેટ ખોરવાતા ત્રાહીમામ પોકારી ઉઠી

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

શિયાળો એટલે તંદુરસ્તી ભર્યું જીવન જીવવાની મજા અને તેમાં પણ હાલ લીલોતરી શાકભાજી એટલે લોકોને જમવામાં અનરો આનંદ.પરંતુ જામનગરની બજારમાં હાલ કડકડતી ઠંડીમાં પણ લીલા શાકભાજીના ભાવ ગૃહિણીઓને દઝાડી રહ્યા છે કારણકે શિયાળાની મોસમ જામી છે પરંતુ શાકભાજીના ભાવ હજુ પણ બજારમાં અડીખમ જોવા મળે છે.

શાકભાજીના ભાવમાં થયો વધારો

જામનગરમાં શાકભાજીના ભાવ ઘટવાનું નામ લેતા નથી.મહત્વની બાબત છે કે શિયાળામાં શાકભાજીના ભાવ ખૂબ નીચા હોવાથી ગૃહિણીઓ ઊંધિયું, લીલા ચણાનું શાક, તેમજ પાઉભાજી સહિતના વિવિધ વાનગીઓ વિશેષ બનાવતી હોય છે. પરંતુ આ શિયાળામાં તો દરેક શાકભાજી ના ભાવ ગત વર્ષ કરતા ખૂબ ઊંચા રહ્યા છે. ઉનાળાની સીઝનમાં શાકભાજીના ભાવ ઊંચા રહે તે સ્વાભાવિક બાબત ગણાય પરંતુ ચોમાસા પછી શિયાળામાં સામાન્ય રીતે શાકભાજીના ભાવ નીચા રહેતા હોય છે. ત્યારે શિયાળાની સીઝનમાં પણ શાકભાજીના ભાવ ઊંચા રહેતા જામનગરમાં ગુહિણીઓના બજેટ ઉપર મોટી અસર પડી છે.

શાકભાજીના ભાવ શિયાળામાં વધ્યા

સામાન્ય રીતે શાકભાજીના ભાવ રૂ 60 રૂ.કિલો હોય અને તેમાં પણ શિયાળો આવી જતા આ તમામ શાકભાજીના ભાવ રૂ. 30 થી 50 આસપાસ પહોચી જાય છે. ત્યારે આજે પણ અમુક શાકભાજીના ભાવમાં બમણો વધારો જોવા મળી રહ્યો છે જ્યારે અમુક શાકભાજીના ભાવમાં ઘટાડો જોવા મળી રહ્યો હતો.શિયાળાની શરૂઆત થઇ ગઇ હોવા છતા શાકભાજીના ભાવમાં દેખીતો ઘટાડો જોવા ન મળતા ગૃહીણીઓમાં હતાશાની લાગણી જોવા મળે છે. આ ભાવના કારણે ગુહિણીઓના બજેટ ઉપર અસર પડી હોવાનું ગુહિણીઓ કહે છે

શાકનું વાવેતર ઓછુ

3 શાકભાજીના ભાવ ઉંચા રહેવા અંગે વેપારી કહે છે કે જામનગરમાં શાકભાજી અન્ય શહેરમાંથી આવે છે અને જામનગર આસપાસ ઓછું વાવેતર હોવાથી શાકભાજીની આવક ઉપર સિદ્ધિ અસર પડી છે. વળી કમોસમી વરસાદ બાદ ઘણીં જગ્યાએ શાકભાજીના પાકનું ધોવાણ થતા માંગ કરતા પુરવઠો ઓછો હોવાથી ભાવ શાકભાજીના ઉંચા રહયા છે.

લીલીહળદરનો વધ્યો ભાવ

હાલ જામનગરમાં શાકભાજીના ભાવ જો એ તો લીલી હળદર જે વિશેષ ખરીદી શિયાળામાં થતી હોય આરોગ્ય માટે ખૂબ લાભદાયક ગણાય છે. પરંતુ આ વર્ષે લીલી હળદરનો ભાવ રૂ. 100ને આંબી ગયો છે. તો બટેટા ટમેટા,ભીડો,ફુલવારના ભાવ રૂ 40 થી 45 વચ્ચે હોય છે.જ્યારે મેથીના એક પુરીયાના ભાવ રૂ 10 થી 15 તો એક કિલોના ભાવ રૂ.50 છે.તેવી જ રીતે મૂળાના ભાવ રૂ.20 થી 25 અને તાજરીયા ભાજીના રૂ 20 થી 22, પાલખની ભાજીના ભાવ રૂ 10 બજારમાં રહ્યો છે. જ્યારે ગરીબીની કસ્તુરી ગણાતી ડુંગરીના ભાવ પણ રૂ. 40 થી 45 સુઘી બોલાય છે. જ્યારે ગુવાર રૂ 60નો કિલો છે.કોબી રૂ 25 થી 30 હોવાનું શાકભાજીના વેપારી એ જણાવ્યું હતું.