Kadi: રાજપુર સ્થિત ઇન્દ્રશીલ યુનિવર્સિટી, ક્લેક્ટરના સંયુક્ત ઉપક્રમે આચાર્યોની મીટિંગ મળી

કડીના રાજપુર સ્થિત ઇન્દ્રશીલ યુનિવર્સિટીમાં મહેસાણા કલેક્ટર ઓફ્સિ, ડી. ઈ. ઓ. ઓફ્સિ તથા ઇન્દ્રશીલ યુનિવર્સિટીના સંયુક્ત ઉપક્રમે ગુરુવારે 'સ્ટાર્ટ-અપ, ઇનોવેશન અને એનઇપી – 2020 : વિકસીત ભારત 2047 વિષય પર પ્રિન્સિપાલ મીટિંગ અને આઇડીએશન વર્કશોપનું આયોજન કરાયું હતું.આ પ્રોગ્રામમાં શાળાના આચાર્યો, શિક્ષણવિદોએ મોટી સંખ્યામાં ભાગ લઈ ધ્યાન કેન્દ્રિત કર્યું હતું કે, રાષ્ટ્રીય શિક્ષણ નીતિ (એનઈપી 2020) 2047 સુધીમાં શ્વિકસિત ભારત' ના વિઝનમાં યોગદાન આપવા માટે શાળાઓમાં નવીનતા, ઉદ્યોગસાહસિકતા અને સર્જનાત્મકતા કેવી રીતે લાવી શકાય. વર્કશોપનું ઉઘ્દાટન મહેસાણા જિલ્લાના કલેકટર નાગરાજન (આઈ. એ. એસ.) અને બી.એન. પટેલ, મહેસાણાના જિલ્લા શિક્ષણાધિકારી (ડી. ઈ. ઓ.) દ્વારા કરાયું હતું. જિલ્લા કલેકટર નાગરાજને શાળાના આચાર્યોને તેમની શાળાના વિદ્યાર્થીઓમાં સર્જનાત્મકતા લાવવા માટે માર્ગદર્શન આપ્યું. તેમણે જણાવ્યું હતું કે આજનો વિદ્યાર્થી એ ભારતનું ભવિષ્ય છે તો આ વિદ્યાર્થીઓમાં શાળા કક્ષાએથી જ ક્રિએટિવ અને ઈનોવેટિવ વિચારો અને તેના પર સંશોધન કરવા માટે શાળાના આચાર્યો અને શિક્ષકોને વિદ્યાર્થીઓને પ્રોત્સાહિત કરવા પ્રેરિત કર્યા છે.સાથે ઈન્દ્રશીલ યુનિવર્સિટીનો આભાર વ્યકત કરી ઈન્દ્રશીલ યુનિવર્સિટીમાં નવા શરૂ થયેલ એર ક્રાફ્ટ મેન્ટેનન્સ એન્જિનિયરિંગ પ્રોગ્રામ તથા ફેરેન્સિક સાયન્સ ની મહત્વતા સમજાવી હતી અને મહેસાણા જિલ્લા ની એવી પ્રથમ યુનિવર્સિટી છે જે એર ક્રાફ્ટ મેન્ટેનન્સ એન્જિનિયરિંગ પ્રોગ્રામની શરૂઆત કરી રહી તેમ જણાવ્યુ હતું. આ પ્રસંગે ઉપસ્થિત બી.એન. પટેલે ઉદ્યોગસાહસિક માનસિકતા ધરાવતા યુવા દિમાગને ઉછેરવામાં શૈક્ષણિક સંસ્થાઓની તેમની જવાબદારીનું મહત્વ સમજાવ્યું અને આ માર્ગ પર આજના વિદ્યાર્થીઓને તૈયાર કરવા માટે માર્ગદર્શન આપ્યું હતું.

Kadi: રાજપુર સ્થિત ઇન્દ્રશીલ યુનિવર્સિટી, ક્લેક્ટરના સંયુક્ત ઉપક્રમે આચાર્યોની મીટિંગ મળી

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

કડીના રાજપુર સ્થિત ઇન્દ્રશીલ યુનિવર્સિટીમાં મહેસાણા કલેક્ટર ઓફ્સિ, ડી. ઈ. ઓ. ઓફ્સિ તથા ઇન્દ્રશીલ યુનિવર્સિટીના સંયુક્ત ઉપક્રમે ગુરુવારે 'સ્ટાર્ટ-અપ, ઇનોવેશન અને એનઇપી – 2020 : વિકસીત ભારત 2047 વિષય પર પ્રિન્સિપાલ મીટિંગ અને આઇડીએશન વર્કશોપનું આયોજન કરાયું હતું.

આ પ્રોગ્રામમાં શાળાના આચાર્યો, શિક્ષણવિદોએ મોટી સંખ્યામાં ભાગ લઈ ધ્યાન કેન્દ્રિત કર્યું હતું કે, રાષ્ટ્રીય શિક્ષણ નીતિ (એનઈપી 2020) 2047 સુધીમાં શ્વિકસિત ભારત' ના વિઝનમાં યોગદાન આપવા માટે શાળાઓમાં નવીનતા, ઉદ્યોગસાહસિકતા અને સર્જનાત્મકતા કેવી રીતે લાવી શકાય. વર્કશોપનું ઉઘ્દાટન મહેસાણા જિલ્લાના કલેકટર નાગરાજન (આઈ. એ. એસ.) અને બી.એન. પટેલ, મહેસાણાના જિલ્લા શિક્ષણાધિકારી (ડી. ઈ. ઓ.) દ્વારા કરાયું હતું. જિલ્લા કલેકટર નાગરાજને શાળાના આચાર્યોને તેમની શાળાના વિદ્યાર્થીઓમાં સર્જનાત્મકતા લાવવા માટે માર્ગદર્શન આપ્યું. તેમણે જણાવ્યું હતું કે આજનો વિદ્યાર્થી એ ભારતનું ભવિષ્ય છે તો આ વિદ્યાર્થીઓમાં શાળા કક્ષાએથી જ ક્રિએટિવ અને ઈનોવેટિવ વિચારો અને તેના પર સંશોધન કરવા માટે શાળાના આચાર્યો અને શિક્ષકોને વિદ્યાર્થીઓને પ્રોત્સાહિત કરવા પ્રેરિત કર્યા છે.સાથે ઈન્દ્રશીલ યુનિવર્સિટીનો આભાર વ્યકત કરી ઈન્દ્રશીલ યુનિવર્સિટીમાં નવા શરૂ થયેલ એર ક્રાફ્ટ મેન્ટેનન્સ એન્જિનિયરિંગ પ્રોગ્રામ તથા ફેરેન્સિક સાયન્સ ની મહત્વતા સમજાવી હતી અને મહેસાણા જિલ્લા ની એવી પ્રથમ યુનિવર્સિટી છે જે એર ક્રાફ્ટ મેન્ટેનન્સ એન્જિનિયરિંગ પ્રોગ્રામની શરૂઆત કરી રહી તેમ જણાવ્યુ હતું. આ પ્રસંગે ઉપસ્થિત બી.એન. પટેલે ઉદ્યોગસાહસિક માનસિકતા ધરાવતા યુવા દિમાગને ઉછેરવામાં શૈક્ષણિક સંસ્થાઓની તેમની જવાબદારીનું મહત્વ સમજાવ્યું અને આ માર્ગ પર આજના વિદ્યાર્થીઓને તૈયાર કરવા માટે માર્ગદર્શન આપ્યું હતું.