Surendranagar: અમદાવાદ ઝડપાયેલી બાઈક ચોર ટોળકીમાં ચોટીલા અને રાણપુરના 2શખ્સો સામેલ
અમદાવાદ પોલીસે ઈસનપુરમાંથી ચોરીના બાઈક સાથે એક શખ્સને ઝડપી લીધો હતો. જેની પુછપરછમાં એક પછી એક કડીઓ મળતા રૂ. 6લાખથી વધુની કિંમતના 18બાઈક સાથે વધુ ત્રણ શખ્સો પકડાયા હતા. જેમાં સુરેન્દ્રનગરના ચોટીલા અને બોટાદના રાણપુરના યુવાનનો પણ સમાવેશ થાય છે.અમદાવાદના ઈસનપુરમાં રાત્રિ કોમ્બીંગમાં મુળ યુપીનો અને હાલ નારોલમાં રહેતો વિકાસ મુન્નાભાઈ પાંડે ચોરીના બાઈક સાથે પકડાયો હતો. આ શખ્સની પ્રાથમીક પુછપરછમાં તે 17વર્ષની ઉંમરે અમદાવાદ મજુરી કામે આવ્યો હતો. તાજેતરમાં તેની સગાઈ થઈ હોય લગ્ન માટે પૈસાની જરૂર હોય બાઈક ચોરી કરતો હતો. તેણે અને તેના સાથીદારો વટવા વિસ્તારના ભાસ્કર ઉર્ફે સોનુ આધ્યાશંકર પાંડે, મુળ બોટાદ જિલ્લાના રાણપુરના કુંડારી ગામના અને નારોલ રહેતા સાગર નાથાભાઈ સોલંકી અને મુળ સુરેન્દ્રનગર જિલ્લાના ચોટીલાના અને હાલ પીપળજમાં રહેતા સંજય ભુરાભાઈ મીયાત્રાએ મળી ઈસનપુર, નારોલ અને અસલાલીમાંથી 18 બાઈક ચોરી કર્યાની કબુલાત કરી હતી. ચોરી કરેલા બાઈક તેઓ પાંચ-સાત હજારમાં વેચી દેતા હોવાનું પણ તેઓએ જણાવ્યુ હતુ. પોલીસે રૂ. 6 લાખથી વધુના 18 બાઈક કબજે કરી વધુ તપાસ હાથ ધરી છે.
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
અમદાવાદ પોલીસે ઈસનપુરમાંથી ચોરીના બાઈક સાથે એક શખ્સને ઝડપી લીધો હતો. જેની પુછપરછમાં એક પછી એક કડીઓ મળતા રૂ. 6લાખથી વધુની કિંમતના 18બાઈક સાથે વધુ ત્રણ શખ્સો પકડાયા હતા. જેમાં સુરેન્દ્રનગરના ચોટીલા અને બોટાદના રાણપુરના યુવાનનો પણ સમાવેશ થાય છે.
અમદાવાદના ઈસનપુરમાં રાત્રિ કોમ્બીંગમાં મુળ યુપીનો અને હાલ નારોલમાં રહેતો વિકાસ મુન્નાભાઈ પાંડે ચોરીના બાઈક સાથે પકડાયો હતો. આ શખ્સની પ્રાથમીક પુછપરછમાં તે 17વર્ષની ઉંમરે અમદાવાદ મજુરી કામે આવ્યો હતો. તાજેતરમાં તેની સગાઈ થઈ હોય લગ્ન માટે પૈસાની જરૂર હોય બાઈક ચોરી કરતો હતો. તેણે અને તેના સાથીદારો વટવા વિસ્તારના ભાસ્કર ઉર્ફે સોનુ આધ્યાશંકર પાંડે, મુળ બોટાદ જિલ્લાના રાણપુરના કુંડારી ગામના અને નારોલ રહેતા સાગર નાથાભાઈ સોલંકી અને મુળ સુરેન્દ્રનગર જિલ્લાના ચોટીલાના અને હાલ પીપળજમાં રહેતા સંજય ભુરાભાઈ મીયાત્રાએ મળી ઈસનપુર, નારોલ અને અસલાલીમાંથી 18 બાઈક ચોરી કર્યાની કબુલાત કરી હતી. ચોરી કરેલા બાઈક તેઓ પાંચ-સાત હજારમાં વેચી દેતા હોવાનું પણ તેઓએ જણાવ્યુ હતુ. પોલીસે રૂ. 6 લાખથી વધુના 18 બાઈક કબજે કરી વધુ તપાસ હાથ ધરી છે.