Mahesana: તંત્રની નજર હટતા જ કાર્બોસેલનો કાળો કારોબાર શરૂ!
થાનગઢ-મૂળીના ગ્રામ્ય પંથકમાં કડક ખનીજ અધિકારીએ રાજીનામું ધરી દીધા બાદ ખુલ્લેઆમ ઓવરલોડ અને નંબર પ્લેટ વગરના ડમ્પરમાં ગેરકાયદે ખનીજ ચોરી શરૂ થતા ઉંડી ખાણમાં કામ કરતા શ્રામિકોના જીવ અને બેફમ દોડતા ડમ્પરના કારણે વાહન ચાલકો ઉપર ખતરો મંડરાઈ રહ્યો હોવાથી થાનગઢ, મૂળી પોલીસ, મામલતદારની રહેમ નજર હેઠળ થતી બેફમ ખનીજ ચોરી અટકાવવાની માંગ ઉઠી છે.વધુમાં પ્રાપ્ત વિગતો અનુસાર થાનગઢ-મૂળી તાલુકાના અનેક ગામડાની જમીનના પેટાળમાંથી કાર્બોસેલ નીકળે છે. હાલ જ કડક ખનીજ અધિકારી નિરવ બારોટએ સ્વૈચ્છિક રાજીનામું ધરી દેતાની સાથે જ થાનગઢ-મૂળી વિસ્તારમાં ખનીજ માફ્યિાઓ બેફમ થઈ ગયા છે.થાનગઢના ખાખરાળી, રાવરાણી, ગુગલીયાણા, જામવાડી, ભડૂલા, ખાખરાળા, મોરથળા, અભેપર જયારે મૂળીના વગડીયા, દેવપર, આસુન્દ્રી, ખમ્પાળીયા અને ભેટ સહિતના ગામડામાં ખુલ્લેઆમ સરકારી-ખાનગી જમીનોમાં ઉંડી ખાણ ખોદી જીવના જોખમે બેફમ કાર્બોસેલની ખનીજ ચોરી શરૂ કરી દેવાઈ છે. જેના કારણે સરકારી સંપતિને કરોડો રૂપિયાનું નુકશાન થઈ રહ્યું છે. બીજી તરફ્ તંત્રના કોઈ ડર વગર નંબર પ્લેટ વગરના ઓવરલોડ ડમ્પરો ગેરકાયદેસર ખનીજ ભરીને માતેલા સાંઢની જેમ દોડતા હોવાથી વાહનચાલકો અને રાહદારી ઉપર પણ ખતરો મંડરાઈ રહ્યો છે. આમ ખાણમાં કે હાઈવે ઉપર મોટી દુર્ઘટના બને એ પહેલા ઇન્ચાર્જ જિલ્લા કલેકટર રાજેશ તન્ના, જિલ્લા પોલીસ વડા અને ખાણ ખનીજ અધિકારી જગદીશ વાઢેર દ્વારા કડકમાં કડક કાર્યવાહી કરી ગેરકાયદે ખનીજ ચોરી અને બેફમ ડમ્પર બંધ કરાવાય એવી માંગ ઉઠી છે. સામાન્ય વાહનચાલકો દંડાય પણ ખનીજ માફ્યિાઓને છૂટો દૌર થાન, મૂળી પોલીસ સામાન્ય વાહનચાલકોને નજીવી બાબતે દંડ ફ્ટકારતી હોય છે. પરંતુ નંબર પ્લેટ વગરના, ઓવરલોડ અને ગેરકાયદેસર ખનીજ ભરેલા ડમ્પરો ખુલ્લેઆમ માતેલા સાંઢની જેમ દરરોજના અંદાજે 250 ડમ્પર દોડતા હોવા છતાય થાન કે મૂળી પોલીસ દ્વારા કોઈ જ કાર્યવાહી ન કરાતી હોવાથી સ્થાનિક પોલીસની કામગીરી સામે લોકોએ ભારે રોષ વ્યક્ત કર્યો છે. ગેરકાયદેસર બ્લાસ્ટથી મોટી દુર્ઘટનાનો ભય થાનગઢ, મૂળી વિસ્તારના અનેક ગામની સીમમાં ખનીજ ચોરી કરવા ઉંડા કુવા ખોદવા માટે ગેરકાયદેસર રીતે બ્લાસ્ટ કરાય છે. બ્લાસ્ટના કારણે નજીકના ગામના લોકો ઉપર ભય અને પાણીના તળ જતા રહેવા સાથે પોલાણના કારણે મોટી દુર્ઘટના સર્જાવાનો ભય દેખાઈ રહ્યો છે.
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
થાનગઢ-મૂળીના ગ્રામ્ય પંથકમાં કડક ખનીજ અધિકારીએ રાજીનામું ધરી દીધા બાદ ખુલ્લેઆમ ઓવરલોડ અને નંબર પ્લેટ વગરના ડમ્પરમાં ગેરકાયદે ખનીજ ચોરી શરૂ થતા ઉંડી ખાણમાં કામ કરતા શ્રામિકોના જીવ અને બેફમ દોડતા ડમ્પરના કારણે વાહન ચાલકો ઉપર ખતરો મંડરાઈ રહ્યો હોવાથી થાનગઢ, મૂળી પોલીસ, મામલતદારની રહેમ નજર હેઠળ થતી બેફમ ખનીજ ચોરી અટકાવવાની માંગ ઉઠી છે.
વધુમાં પ્રાપ્ત વિગતો અનુસાર થાનગઢ-મૂળી તાલુકાના અનેક ગામડાની જમીનના પેટાળમાંથી કાર્બોસેલ નીકળે છે. હાલ જ કડક ખનીજ અધિકારી નિરવ બારોટએ સ્વૈચ્છિક રાજીનામું ધરી દેતાની સાથે જ થાનગઢ-મૂળી વિસ્તારમાં ખનીજ માફ્યિાઓ બેફમ થઈ ગયા છે.થાનગઢના ખાખરાળી, રાવરાણી, ગુગલીયાણા, જામવાડી, ભડૂલા, ખાખરાળા, મોરથળા, અભેપર જયારે મૂળીના વગડીયા, દેવપર, આસુન્દ્રી, ખમ્પાળીયા અને ભેટ સહિતના ગામડામાં ખુલ્લેઆમ સરકારી-ખાનગી જમીનોમાં ઉંડી ખાણ ખોદી જીવના જોખમે બેફમ કાર્બોસેલની ખનીજ ચોરી શરૂ કરી દેવાઈ છે. જેના કારણે સરકારી સંપતિને કરોડો રૂપિયાનું નુકશાન થઈ રહ્યું છે. બીજી તરફ્ તંત્રના કોઈ ડર વગર નંબર પ્લેટ વગરના ઓવરલોડ ડમ્પરો ગેરકાયદેસર ખનીજ ભરીને માતેલા સાંઢની જેમ દોડતા હોવાથી વાહનચાલકો અને રાહદારી ઉપર પણ ખતરો મંડરાઈ રહ્યો છે. આમ ખાણમાં કે હાઈવે ઉપર મોટી દુર્ઘટના બને એ પહેલા ઇન્ચાર્જ જિલ્લા કલેકટર રાજેશ તન્ના, જિલ્લા પોલીસ વડા અને ખાણ ખનીજ અધિકારી જગદીશ વાઢેર દ્વારા કડકમાં કડક કાર્યવાહી કરી ગેરકાયદે ખનીજ ચોરી અને બેફમ ડમ્પર બંધ કરાવાય એવી માંગ ઉઠી છે.
સામાન્ય વાહનચાલકો દંડાય પણ ખનીજ માફ્યિાઓને છૂટો દૌર
થાન, મૂળી પોલીસ સામાન્ય વાહનચાલકોને નજીવી બાબતે દંડ ફ્ટકારતી હોય છે. પરંતુ નંબર પ્લેટ વગરના, ઓવરલોડ અને ગેરકાયદેસર ખનીજ ભરેલા ડમ્પરો ખુલ્લેઆમ માતેલા સાંઢની જેમ દરરોજના અંદાજે 250 ડમ્પર દોડતા હોવા છતાય થાન કે મૂળી પોલીસ દ્વારા કોઈ જ કાર્યવાહી ન કરાતી હોવાથી સ્થાનિક પોલીસની કામગીરી સામે લોકોએ ભારે રોષ વ્યક્ત કર્યો છે.
ગેરકાયદેસર બ્લાસ્ટથી મોટી દુર્ઘટનાનો ભય
થાનગઢ, મૂળી વિસ્તારના અનેક ગામની સીમમાં ખનીજ ચોરી કરવા ઉંડા કુવા ખોદવા માટે ગેરકાયદેસર રીતે બ્લાસ્ટ કરાય છે. બ્લાસ્ટના કારણે નજીકના ગામના લોકો ઉપર ભય અને પાણીના તળ જતા રહેવા સાથે પોલાણના કારણે મોટી દુર્ઘટના સર્જાવાનો ભય દેખાઈ રહ્યો છે.