૧.૧૫ કરોડના ડિજિટલ એરેસ્ટ કેસમાં યસ બેંકના પાંચ કર્મચારીઓ ઝડપાયા
અમદાવાદ,ગુરૂવારશહેરના સેટેલાઇટ વિસ્તારમાં રહેતા એક સિનિયર સિટીઝનને કોલ કરીને તેમના વિરૂદ્ધ સીબીઆઇમાં ગુનો નોંધાયો હોવાનું કહીને ડીજીટલ એરેસ્ટ કરીને ૧.૧૫ કરોડ રૂપિયા પડાવી લેવાના કેસની તપાસમાં સાયબર ક્રાઇમને મહત્વની સફળતા મળી છે. જેમાં નાણાંકીય વ્યવહાર કરવામાં માટે ઉપયોગમાં લેવાયેલા બેંક એકાઉન્ટ હોલ્ડર અને બેંક એકાઉન્ટ ખોલી આપનાર ડીસા અને રાજસ્થાના મેરતા સ્થિત યસ બેંકના પાંચ કર્મચારીઓેને ઝડપી લેવામાં આવ્યા છે. આ કેસની તપાસમાં અનેક વિગતો બહાર આવવાની શક્યતા પોલીસે વ્યક્ત કરી છે. સેટેલાઇટ વિસ્તારમાં રહેતા એક સિનિયર સિટીઝનને ગત ૧૬મી તારીખે કોલ કરીને તેમના વિરૂદ્ધ સીબીઆઇમાં કેસ થયો હોવાથી કાર્યવાહી કરવાના નામે ડીજીટેલ એરેસ્ટ કર્યા બાદ તેમની સાથે ૧.૧૫ કરોડ રૂપિયાની છેતરપિંડી કરવામાં આવી હતી.
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
અમદાવાદ,ગુરૂવાર
શહેરના સેટેલાઇટ વિસ્તારમાં રહેતા એક સિનિયર સિટીઝનને કોલ કરીને તેમના વિરૂદ્ધ સીબીઆઇમાં ગુનો નોંધાયો હોવાનું કહીને ડીજીટલ એરેસ્ટ કરીને ૧.૧૫ કરોડ રૂપિયા પડાવી લેવાના કેસની તપાસમાં સાયબર ક્રાઇમને મહત્વની સફળતા મળી છે. જેમાં નાણાંકીય વ્યવહાર કરવામાં માટે ઉપયોગમાં લેવાયેલા બેંક એકાઉન્ટ હોલ્ડર અને બેંક એકાઉન્ટ ખોલી આપનાર ડીસા અને રાજસ્થાના મેરતા સ્થિત યસ બેંકના પાંચ કર્મચારીઓેને ઝડપી લેવામાં આવ્યા છે. આ કેસની તપાસમાં અનેક વિગતો બહાર આવવાની શક્યતા પોલીસે વ્યક્ત કરી છે. સેટેલાઇટ વિસ્તારમાં રહેતા એક સિનિયર સિટીઝનને ગત ૧૬મી તારીખે કોલ કરીને તેમના વિરૂદ્ધ સીબીઆઇમાં કેસ થયો હોવાથી કાર્યવાહી કરવાના નામે ડીજીટેલ એરેસ્ટ કર્યા બાદ તેમની સાથે ૧.૧૫ કરોડ રૂપિયાની છેતરપિંડી કરવામાં આવી હતી.