Valsad Palika Election 2025 : ઉમરગામ અને કપરાડામાં યોજાશે તાલુકા પંચાયતની ચૂંટણી

રાજ્ય ચૂંટણી આયોગે મહાપાલિકા, નગરપાલિકા, જિલ્લા પંચાયત, તાલુકા પંચાયતની ચૂંટણીઓની જાહેરાત કરી છે,રાજ્ય ચૂંટણી પંચે વલસાડ, પારડી અને ધરમપુર નગરપાલિકાની સામાન્ય ચૂંટણીઓની જાહેરાત કરી છે, જે છેલ્લા બે વર્ષથી ઝવેરી કમિશનના રિપોર્ટને કારણે મુલતવી રાખવામાં આવી હતી. 44 બેઠકો માટે ચૂંટણી યોજાશે વલસાડ નગરપાલિકામાં સૌથી વધુ 11 વોર્ડની 44 બેઠકો માટે ચૂંટણી યોજાશે,જેમાં 97,932 મતદારો પોતાના મતાધિકારનો ઉપયોગ કરશે. આ વિસ્તારની કુલ વસ્તી 1.52 લાખ છે. પારડી નગરપાલિકામાં 7 વોર્ડની 28 બેઠકો અને ધરમપુર નગરપાલિકામાં 6 વોર્ડની 24 બેઠકો માટે મતદાન થશે.વલસાડમાં પણ અલગ-અલગ સમસ્યાઓ છે ત્યારે આ વખતે જનતા કોને મત આપે છે અને કોણ જીતે છે તે મહત્વનું રહેશે,ભાજપ બાજી મારશે કે કોંગ્રેસ બાજી મારશે તેની પર સૌ કોઈની મદાર છે.ઉમરગામ તાલુકા પંચાયતની બે બેઠકો અને કપરાડા તાલુકા પંચાયતની એક બેઠક માટે પેટા ચૂંટણી પણ યોજાશે વલસાડમાં ભાજપનો દબદબો વધુ છે વલસાડમાં વાત કરીએ તો ભજપનો દબદબો વધુ રહ્યો છે,વલસાડમાં વિકાસના કામોના કારણે પ્રજા ભાજપના ઉમેદવારને વધુ મત આપે છે તેવી માહિતી પણ છે,પણ નગરપાલિકામાં કયારેક ફંડ નહી હોવાના કારણે સ્થાનિકોને પ્રાથમિક સુવિધા જેવી કે રોડ અને વગેરે વગેરેની સમસ્યા રહેતી હોય છે.વર્ષ 2024માં વલસાડ લોકસભાની ચૂંટણીમાં ભાજપની જીત થઈ છે. કપરાડામાં પાણીની સમસ્યા વધુ છે કપરાડામાં પાણીની સમસ્યા સૌથી વધુ છે,કેનાલોમાં પણ પાણી નથી અને ખાસ કરીને નાના આંતરિયાળ ગામડાઓમાં પણ પાણીની સમસ્યા સૌથી વધુ જોવા મળી છે.ત્યારે મહત્વનું એ પણ છે કે વારંવાર પાણીની સમસ્યાથી સ્થાનિકો કંટાળી ગયા છે સાથે સાથે ખેડૂતો પણ કંટાળી ગયા છે કેમ કે ખેડૂતોને ખેતરમાં પાણી મળતુ નથી.કપરાડા તાલુકામાં 35 જેટલા નાના ગામો છે અને તે ગામોમાં પણ પાણીની સમસ્યા છે,આ સમસ્યા કોઈ થોડા સમયથી નહી પણ લાંબા સમયથી હોવાની વાત સામે આવી છે.

Valsad Palika Election 2025 : ઉમરગામ અને કપરાડામાં યોજાશે તાલુકા પંચાયતની ચૂંટણી

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

રાજ્ય ચૂંટણી આયોગે મહાપાલિકા, નગરપાલિકા, જિલ્લા પંચાયત, તાલુકા પંચાયતની ચૂંટણીઓની જાહેરાત કરી છે,રાજ્ય ચૂંટણી પંચે વલસાડ, પારડી અને ધરમપુર નગરપાલિકાની સામાન્ય ચૂંટણીઓની જાહેરાત કરી છે, જે છેલ્લા બે વર્ષથી ઝવેરી કમિશનના રિપોર્ટને કારણે મુલતવી રાખવામાં આવી હતી.

44 બેઠકો માટે ચૂંટણી યોજાશે

વલસાડ નગરપાલિકામાં સૌથી વધુ 11 વોર્ડની 44 બેઠકો માટે ચૂંટણી યોજાશે,જેમાં 97,932 મતદારો પોતાના મતાધિકારનો ઉપયોગ કરશે. આ વિસ્તારની કુલ વસ્તી 1.52 લાખ છે. પારડી નગરપાલિકામાં 7 વોર્ડની 28 બેઠકો અને ધરમપુર નગરપાલિકામાં 6 વોર્ડની 24 બેઠકો માટે મતદાન થશે.વલસાડમાં પણ અલગ-અલગ સમસ્યાઓ છે ત્યારે આ વખતે જનતા કોને મત આપે છે અને કોણ જીતે છે તે મહત્વનું રહેશે,ભાજપ બાજી મારશે કે કોંગ્રેસ બાજી મારશે તેની પર સૌ કોઈની મદાર છે.ઉમરગામ તાલુકા પંચાયતની બે બેઠકો અને કપરાડા તાલુકા પંચાયતની એક બેઠક માટે પેટા ચૂંટણી પણ યોજાશે

વલસાડમાં ભાજપનો દબદબો વધુ છે

વલસાડમાં વાત કરીએ તો ભજપનો દબદબો વધુ રહ્યો છે,વલસાડમાં વિકાસના કામોના કારણે પ્રજા ભાજપના ઉમેદવારને વધુ મત આપે છે તેવી માહિતી પણ છે,પણ નગરપાલિકામાં કયારેક ફંડ નહી હોવાના કારણે સ્થાનિકોને પ્રાથમિક સુવિધા જેવી કે રોડ અને વગેરે વગેરેની સમસ્યા રહેતી હોય છે.વર્ષ 2024માં વલસાડ લોકસભાની ચૂંટણીમાં ભાજપની જીત થઈ છે.

કપરાડામાં પાણીની સમસ્યા વધુ છે

કપરાડામાં પાણીની સમસ્યા સૌથી વધુ છે,કેનાલોમાં પણ પાણી નથી અને ખાસ કરીને નાના આંતરિયાળ ગામડાઓમાં પણ પાણીની સમસ્યા સૌથી વધુ જોવા મળી છે.ત્યારે મહત્વનું એ પણ છે કે વારંવાર પાણીની સમસ્યાથી સ્થાનિકો કંટાળી ગયા છે સાથે સાથે ખેડૂતો પણ કંટાળી ગયા છે કેમ કે ખેડૂતોને ખેતરમાં પાણી મળતુ નથી.કપરાડા તાલુકામાં 35 જેટલા નાના ગામો છે અને તે ગામોમાં પણ પાણીની સમસ્યા છે,આ સમસ્યા કોઈ થોડા સમયથી નહી પણ લાંબા સમયથી હોવાની વાત સામે આવી છે.