Amreliની નિત્યમ વિદ્યા સંકુલને તાળા વાગવાની તૈયારી છતાં એડમિશન ઓપનનીજાહેરાત

અમરેલીની નીત્યમ વિદ્યા સંકુલ વિવાદમાં સપડાઈ. શાળાની માન્યતા રદ કરવાની કાર્યવાહી થઈ રહી છે ત્યારે બીજી બાજુ એડમિશન ઓપનના પોસ્ટરો મૂકાતા વાલીઓ અસમંજમાં મૂકાયા છે.એડમિશન ઓપનના પોસ્ટર બાદ વિવાદમળતી માહિતી મુજબ થોડા મહિના પહેલા નિત્યમ વિદ્યા સંકુલની માન્યતા રદ કરવાને લઈને જિલ્લા શિક્ષણ વિભાગ દ્વારા ભલામણ કરતો પત્ર બોર્ડને આપવામાં આવ્યો હતો. મહત્વનું છે કે અમરેલી જિલ્લા શિક્ષણ વિભાગ દ્વારા શાળા સંચાલકોને નોટિસ આપ્યા બાદ માન્યતા રદ કરવાને લઈને કામગીરી ચાલુ છે. દરમ્યાન શાળા મેનેજમેન્ટ દ્વારા સોશ્યલ મીડિયામાં એડમિશન ઓપનના પોસ્ટર મૂકાતા શાળા ફરી વિવાદમાં જોવા મળી. આ જાહેરાત બાદ વાલીઓમાં અનેક તર્ક-વિતર્ક થઈ રહ્યા છે. એક બાજુ શાળાની માન્યતા રદની કાર્યવાહી ચાલુ હોય અને બીજી બાજુ એડમિશન ઓપનની જાહેરાતો કરવામાં આવે છે. તે બતાવે છે કે શાળા સંચાલકોને નોટીસથી કોઈ ફરક પડતો નથી. સંચાલકો સામે થઈ શકે કાર્યવાહીનિત્યમ વિદ્યા સંકુલ બંધ થશે કે પછી ચાલુ રહેશે તેને લઈને અનિશ્ચિતતાનો માહોલ છે. માન્યતા રદની કાર્યવાહી ચાલુ હોવા છતાં નિત્યમ વિદ્યા સંકુલના સંચાલકો દ્વારા હજુ બેનરો ઉતારવામાં આવ્યા નથી. અમરેલી જિલ્લા શિક્ષણ વિભાગ દ્વારા શાળા સંચાલકોને નોટિસ ફટકાર્યા બાદ પણ સોશિયલ મીડિયામાં એડમિશન ઓપનની જાહેરાત કરતાં આગામી દિવસોમાં શિક્ષણ વિભાગ દ્વારા કડક કાર્યવાહી થઈ શકે. એકબાજુ શાળાને તાળા લાગવાની તૈયારીઓ થઈ રહી છે છતાં પણ સંચાલકો એડમિશન ઓપનની જાહેરાત કરે છે. આ બાબતને સંચાલકોની બહાદૂરી કહો કે પછી કોઈ નેતાની રહેમરાહ અથવા તો પછી તેઓ નિશ્ચિત જ છે કે મામલાની પતાવટ થઈ જશે. શાળાની માન્યતા થશે રદ?નિત્યમ વિદ્યા સંકુલના સંચાલકો એ જિલ્લા શિક્ષણ વિભાગ કાર્યવાહીને ખુલ્લી ચેલેન્જ ફેંકી રહ્યા હોય ત્યારે અધિકારી ફકત નોટિસ આપી રહ્યા છે. આ વલણને અધિકારીઓની ઢીલી નીતિ કહી શકાય. આગામી સમયમાં બોર્ડ નીત્યમ વિદ્યા સંકુલની માન્યતા મામલે શું નિર્ણય લેશે તે જોવાનું રહેશે. શાળાની માન્યતા રદ થશે, સંચાલકો સામે પગલાં લેવાશે કે પછી બાળકોનું ભવિષ્ય ના બગડે તે બાબત ધ્યાને લઈ કોઈ વચ્ચેનો રસ્તો કાઢવામાં આવશે.

Amreliની નિત્યમ વિદ્યા સંકુલને તાળા વાગવાની તૈયારી છતાં એડમિશન ઓપનનીજાહેરાત

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

અમરેલીની નીત્યમ વિદ્યા સંકુલ વિવાદમાં સપડાઈ. શાળાની માન્યતા રદ કરવાની કાર્યવાહી થઈ રહી છે ત્યારે બીજી બાજુ એડમિશન ઓપનના પોસ્ટરો મૂકાતા વાલીઓ અસમંજમાં મૂકાયા છે.

એડમિશન ઓપનના પોસ્ટર બાદ વિવાદ

મળતી માહિતી મુજબ થોડા મહિના પહેલા નિત્યમ વિદ્યા સંકુલની માન્યતા રદ કરવાને લઈને જિલ્લા શિક્ષણ વિભાગ દ્વારા ભલામણ કરતો પત્ર બોર્ડને આપવામાં આવ્યો હતો. મહત્વનું છે કે અમરેલી જિલ્લા શિક્ષણ વિભાગ દ્વારા શાળા સંચાલકોને નોટિસ આપ્યા બાદ માન્યતા રદ કરવાને લઈને કામગીરી ચાલુ છે. દરમ્યાન શાળા મેનેજમેન્ટ દ્વારા સોશ્યલ મીડિયામાં એડમિશન ઓપનના પોસ્ટર મૂકાતા શાળા ફરી વિવાદમાં જોવા મળી. આ જાહેરાત બાદ વાલીઓમાં અનેક તર્ક-વિતર્ક થઈ રહ્યા છે. એક બાજુ શાળાની માન્યતા રદની કાર્યવાહી ચાલુ હોય અને બીજી બાજુ એડમિશન ઓપનની જાહેરાતો કરવામાં આવે છે. તે બતાવે છે કે શાળા સંચાલકોને નોટીસથી કોઈ ફરક પડતો નથી.

સંચાલકો સામે થઈ શકે કાર્યવાહી

નિત્યમ વિદ્યા સંકુલ બંધ થશે કે પછી ચાલુ રહેશે તેને લઈને અનિશ્ચિતતાનો માહોલ છે. માન્યતા રદની કાર્યવાહી ચાલુ હોવા છતાં નિત્યમ વિદ્યા સંકુલના સંચાલકો દ્વારા હજુ બેનરો ઉતારવામાં આવ્યા નથી. અમરેલી જિલ્લા શિક્ષણ વિભાગ દ્વારા શાળા સંચાલકોને નોટિસ ફટકાર્યા બાદ પણ સોશિયલ મીડિયામાં એડમિશન ઓપનની જાહેરાત કરતાં આગામી દિવસોમાં શિક્ષણ વિભાગ દ્વારા કડક કાર્યવાહી થઈ શકે. એકબાજુ શાળાને તાળા લાગવાની તૈયારીઓ થઈ રહી છે છતાં પણ સંચાલકો એડમિશન ઓપનની જાહેરાત કરે છે. આ બાબતને સંચાલકોની બહાદૂરી કહો કે પછી કોઈ નેતાની રહેમરાહ અથવા તો પછી તેઓ નિશ્ચિત જ છે કે મામલાની પતાવટ થઈ જશે.

શાળાની માન્યતા થશે રદ?

નિત્યમ વિદ્યા સંકુલના સંચાલકો એ જિલ્લા શિક્ષણ વિભાગ કાર્યવાહીને ખુલ્લી ચેલેન્જ ફેંકી રહ્યા હોય ત્યારે અધિકારી ફકત નોટિસ આપી રહ્યા છે. આ વલણને અધિકારીઓની ઢીલી નીતિ કહી શકાય. આગામી સમયમાં બોર્ડ નીત્યમ વિદ્યા સંકુલની માન્યતા મામલે શું નિર્ણય લેશે તે જોવાનું રહેશે. શાળાની માન્યતા રદ થશે, સંચાલકો સામે પગલાં લેવાશે કે પછી બાળકોનું ભવિષ્ય ના બગડે તે બાબત ધ્યાને લઈ કોઈ વચ્ચેનો રસ્તો કાઢવામાં આવશે.