Amreli-લેટરકાંડ મુદ્દે પૂર્વ CM રૂપાણી અને સહકારી નેતા દિલીપ સંઘાણીનું મોટું નિવેદન
અમરેલી લેટરકાંડમાં પાટીદાર દીકરી પાયલ ગોટીને ન્યાય અપાવવા માટે કોંગ્રેસનાં નેતાઓ મેદાને આવ્યા છે. અમરેલી બાદ સુરતમાં કોંગ્રેસ નેતાઓ દ્વારા 'નારી સ્વાભિમાન આંદોલન' યોજી ધરણાં પ્રદર્શન કરવામાં આવ્યા હતા. અમરેલી લેટરકાંડમાં પાટીદાર દીકરી સામે થયેલી પોલીસ કાર્યવાહીને લઈ હવે પૂર્વ મુખ્યમંત્રી વિજય રૂપાણી અને સહકારી નેતા દિલીપ સંઘાણીનું નિવેદન સામે આવ્યું છે.પૂર્વ મુખ્યપ્રધાન વિજય રૂપાણીએ તમામ લોકોને મકરસંક્રાંતિની શુભેચ્છાઓ પાઠવી હતી. તેમણે જણાવ્યું હતું કે અગાઉ હરિયાણા, પંજાબ સહિતના રાજ્યોમાં જેવા પરિણામ આવ્યા તેવા પરિણામો આવશે અને દિલ્લીમાં પણ ભાજપ જ જીતશે. દિલ્હીમાં પણ લોકો ભાજપને જ મત આપશે. તો અમરેલીના લેટરકાંડ મામલે તેમણે જણાવ્યું હતું કે દીકરી પાયલ ગોટીને ન્યાય મળશે. આ ઘટનામાં જે કોઈ અધિકારીઓ કે પોલીસ કર્મીઓ સંડોવાયેલા છે તેમની વિરુદ્ધ કાર્યવાહી થશે. કોંગ્રેસ અમરેલી મુદ્દે હવાતિયા મારી રહી છે: રૂપાણી અમરેલી પત્રકાંડને લઈ પૂર્વ CM રૂપાણીનું મોટું નિવેદન આવ્યું છે. તેમણે કહ્યું કે, પાયલ સાથે જે થયું તેની તપાસ થવી જોઈએ. જે તે પોલીસકર્મી સામે પગલાં પણ લેવાવા જોઈએ. તેમણે કહ્યું કે, પાયલને ભાજપની સરકાર ચોક્કસ ન્યાય આપશે. પૂર્વ મુખ્યમંત્રી વિજય રૂપાણીએ કોંગ્રેસ પર પ્રહાર કરતા કહ્યું કે, કોંગ્રેસ અમરેલી મુદ્દે હવાતિયા મારી રહી છે. ગુજરાતમાં કોંગ્રેસ ખલાસ થઈ ગઈ છે. નવા સંગઠન મુદ્દે વિજય રૂપાણીએ કહ્યું કે, BJP પાર્ટી લોકતાંત્રિક ઢબે ચાલે છે. સમય-સમયે આંતરિક ચૂંટણીઓ કરે છે. સંગઠન મુદ્દે પાર્ટી એકમતે નિર્ણય કરશે. પોલીસે ઓવર કામગીરી કરીને દીકરીનું અુપમાન કર્યું : દિલીપ સંઘાણી બીજી તરફ અમરેલી પત્રકાંડ મામલે પાટીદાર દીકરી સામે પોલીસ કાર્યવાહીને લઈ સહકારી નેતા દિલીપ સંઘાણીએ સવાલ ઉઠાવ્યા છે. તેમણે બેબાક અંદાજમાં કહ્યું કે, પોલીસે કાયદાનો દૂરુપયોગ કરીને દીકરીનું સરઘસ કાઢ્યું હતું. પોલીસે ઓવર કામગીરી કરીને દીકરીનું અુપમાન કર્યું છે. માર મારવો, સરઘસ કાઢવું એ વધારે પડતું છે. તેમણે કહ્યું કે, હું દીકરીને મળવા જેલમાં ગયો એટલે આખુ ભાજપ આવી ગયું. નકલી લેટરકાંડની સત્યતા અંગે તપાસ થવી જોઈએ અને સત્ય હકીકત બહાર લાવવી જોઈએ. સરકારે નિર્લિપ્ત રાયને તપાસ સોંપી છે, આથી જનતાને વિશ્વાસ બેસે એવી કડક કાર્યવાહી કરવી જોઈએ. આ સાથે તેમણે કોંગ્રેસ પર પ્રહાર કરતા કહ્યું કે, આ મુદ્દે કોંગ્રેસ માત્ર રાજકારણ કરે છે.
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
અમરેલી લેટરકાંડમાં પાટીદાર દીકરી પાયલ ગોટીને ન્યાય અપાવવા માટે કોંગ્રેસનાં નેતાઓ મેદાને આવ્યા છે. અમરેલી બાદ સુરતમાં કોંગ્રેસ નેતાઓ દ્વારા 'નારી સ્વાભિમાન આંદોલન' યોજી ધરણાં પ્રદર્શન કરવામાં આવ્યા હતા. અમરેલી લેટરકાંડમાં પાટીદાર દીકરી સામે થયેલી પોલીસ કાર્યવાહીને લઈ હવે પૂર્વ મુખ્યમંત્રી વિજય રૂપાણી અને સહકારી નેતા દિલીપ સંઘાણીનું નિવેદન સામે આવ્યું છે.
પૂર્વ મુખ્યપ્રધાન વિજય રૂપાણીએ તમામ લોકોને મકરસંક્રાંતિની શુભેચ્છાઓ પાઠવી હતી. તેમણે જણાવ્યું હતું કે અગાઉ હરિયાણા, પંજાબ સહિતના રાજ્યોમાં જેવા પરિણામ આવ્યા તેવા પરિણામો આવશે અને દિલ્લીમાં પણ ભાજપ જ જીતશે. દિલ્હીમાં પણ લોકો ભાજપને જ મત આપશે. તો અમરેલીના લેટરકાંડ મામલે તેમણે જણાવ્યું હતું કે દીકરી પાયલ ગોટીને ન્યાય મળશે. આ ઘટનામાં જે કોઈ અધિકારીઓ કે પોલીસ કર્મીઓ સંડોવાયેલા છે તેમની વિરુદ્ધ કાર્યવાહી થશે.
કોંગ્રેસ અમરેલી મુદ્દે હવાતિયા મારી રહી છે: રૂપાણી
અમરેલી પત્રકાંડને લઈ પૂર્વ CM રૂપાણીનું મોટું નિવેદન આવ્યું છે. તેમણે કહ્યું કે, પાયલ સાથે જે થયું તેની તપાસ થવી જોઈએ. જે તે પોલીસકર્મી સામે પગલાં પણ લેવાવા જોઈએ. તેમણે કહ્યું કે, પાયલને ભાજપની સરકાર ચોક્કસ ન્યાય આપશે. પૂર્વ મુખ્યમંત્રી વિજય રૂપાણીએ કોંગ્રેસ પર પ્રહાર કરતા કહ્યું કે, કોંગ્રેસ અમરેલી મુદ્દે હવાતિયા મારી રહી છે. ગુજરાતમાં કોંગ્રેસ ખલાસ થઈ ગઈ છે. નવા સંગઠન મુદ્દે વિજય રૂપાણીએ કહ્યું કે, BJP પાર્ટી લોકતાંત્રિક ઢબે ચાલે છે. સમય-સમયે આંતરિક ચૂંટણીઓ કરે છે. સંગઠન મુદ્દે પાર્ટી એકમતે નિર્ણય કરશે.
પોલીસે ઓવર કામગીરી કરીને દીકરીનું અુપમાન કર્યું : દિલીપ સંઘાણી
બીજી તરફ અમરેલી પત્રકાંડ મામલે પાટીદાર દીકરી સામે પોલીસ કાર્યવાહીને લઈ સહકારી નેતા દિલીપ સંઘાણીએ સવાલ ઉઠાવ્યા છે. તેમણે બેબાક અંદાજમાં કહ્યું કે, પોલીસે કાયદાનો દૂરુપયોગ કરીને દીકરીનું સરઘસ કાઢ્યું હતું. પોલીસે ઓવર કામગીરી કરીને દીકરીનું અુપમાન કર્યું છે. માર મારવો, સરઘસ કાઢવું એ વધારે પડતું છે. તેમણે કહ્યું કે, હું દીકરીને મળવા જેલમાં ગયો એટલે આખુ ભાજપ આવી ગયું. નકલી લેટરકાંડની સત્યતા અંગે તપાસ થવી જોઈએ અને સત્ય હકીકત બહાર લાવવી જોઈએ. સરકારે નિર્લિપ્ત રાયને તપાસ સોંપી છે, આથી જનતાને વિશ્વાસ બેસે એવી કડક કાર્યવાહી કરવી જોઈએ. આ સાથે તેમણે કોંગ્રેસ પર પ્રહાર કરતા કહ્યું કે, આ મુદ્દે કોંગ્રેસ માત્ર રાજકારણ કરે છે.